Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોંડલમાં શ્રી લોહાણા મહાજન સમાજ દ્વારા પુજ્ય જલારામ બાપાની 224મી જન્મ જયંતિ ઉજવાઇ

અહેવાલ---વિશ્વાસ ભોજાણીી, ગોંડલ સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતભરમાં પૂ. જલારામ બાપાની જન્મ જયંતિ ઉજવાઇ રહી છે ત્યારે આજે ગોંડલમાં શ્રી લોહાણા મહાજન સમાજ દ્વારા પુજ્ય જલારામ બાપાની 224મી જન્મ જયંતિ ધામ ધૂમ પૂર્વક ઉજવાઈ હતી. પૂ. જલારામ બાપાનો પ્રસાદ લીધો ગોંડલ લોહાણા...
ગોંડલમાં શ્રી લોહાણા મહાજન સમાજ દ્વારા પુજ્ય જલારામ બાપાની 224મી જન્મ જયંતિ ઉજવાઇ

અહેવાલ---વિશ્વાસ ભોજાણીી, ગોંડલ

Advertisement

સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતભરમાં પૂ. જલારામ બાપાની જન્મ જયંતિ ઉજવાઇ રહી છે ત્યારે આજે ગોંડલમાં શ્રી લોહાણા મહાજન સમાજ દ્વારા પુજ્ય જલારામ બાપાની 224મી જન્મ જયંતિ ધામ ધૂમ પૂર્વક ઉજવાઈ હતી.

પૂ. જલારામ બાપાનો પ્રસાદ લીધો

Advertisement

ગોંડલ લોહાણા મહાજન સમાજ દ્વારા પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ પૂજ્ય જલારામબાપાની જન્મજયંતી ઉજવવવાનું આયોજન કરવામાં આવેલ હતું. સવારે 9:00 પૂજનવિધિ રાખવામાં આવી હતી.જેમાં ગોંડલ શ્રી રામજી મંદિરના મહંત શ્રી જયરામદાસજી મહારાજ ના આશીર્વાદ સાથે પૂજનવિધિ કરી સાથે સવારે 11 થી 2 દરમ્યાન લોહાણા મહાજનવાડી ખાતે સર્વ જ્ઞાતિ મહા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ હતું અહીં માત્ર ગોંડલ ના લોહાણા જ્ઞાતિ ના ભાઈઓ બહેનો ઉપરાંત અન્ય વિવિધ સમાજ ના શ્રેષ્ઠિઓ તેમજ સામાજિક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પૂ. જલારામ બાપાનો પ્રસાદ લીધો હતો.

Advertisement

બપોરે ભવ્ય શોભાયાત્રાનું આયોજન

ગોંડલ લોહાણા સમાજ દ્વારા બપોરે 3:30 કલાકે લોહાણા મહાજનવાડી થી વિશાળ શોભાયાત્રા નીકળશે જે શહેરના રાજમાર્ગો જેવાકે તરકોશી હનુમાનજી મંદિર, કડીયા લાઈન, માંડવી ચોક, નાની બજાર, ચોરડી દરવાજા થી ભોજરાજપરા ખાતે આવેલ જલારામ મંદિરે વિરામ લેશે શોભાયાત્રાના રૂટને સુશોભિત કરવામાં આવ્યા છે તેમજ રઘુવંશી યુવાનો દ્વારા 51 મોટરસાયકલ સાથે શોભાયાત્રાનું પાયલોટીંગ કરવામાં આવશે તેમજ નાની 101 કુમારિકાઓ માથે કળશ લઇ શોભાયાત્રા માં જોડાશે

જલારામ બાપાની ઝાંખી તેમજ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું

શ્રી લોહાણા મહાજન દ્વારા આ વર્ષે જલારામ બાપાની 224મી જન્મ જયંતિ નિમિતે 2 દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તા. 18 ને શનિવાર ના રોજ રક્તદાન કેમ્પ તેમજ રાત્રીના જલારામ બાપાની ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં સર્વ સમાજના 175 રક્ત દાતાઓએ રક્તદાન કરી રક્તદાન કેમ્પ ના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તેમજ શ્રી રામજી મંદિર ના મહંત પ.પૂ. જયરામદાસ મહારાજ ની રક્તતુલા સાથે રઘુવંશી સમાજના વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. રાત્રીના 10 કલાકે પૂ. જલારામ બાપાની ઝાંખી માં બહોળી સંખ્યામાં રઘુવંશી સમાજના ભાઈઓ અને બહેનો તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

ટીમ દ્વારા ભારે જહેમત

કાર્યક્રમને સફળ બનાવવા લોહાણા મહાજન પ્રમુખ જગદીશભાઈ ગણાત્રા, ઉપપ્રમુખ પ્રકાશભાઈ ઠકરાર, જયેશભાઈ ભોજાણી, મંત્રી સુનિલભાઈ ગઢીયા, અલ્પેશભાઈ જીવરાજાની સહિત સમગ્ર રઘુવંશી સમાજ અને સસ્થાની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

આ પણ વાંચો---પાલીતાણાના નાની રાજસ્થળી ગામે જનની જન્મભૂમિ કૃતજ્ઞતા સમારોહ યોજાયો

Tags :
Advertisement

.