Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kutch: જખૌ દરિયાઇ વિસ્તારમાંથી પાંચ કરોડની કિંમતના ચરસના 10 પેકેટ મળી આવ્યા

Kutch: કચ્છના દરિયાઈ વિસ્તાર પર અનેક વાર ડ્રગ્સના પેકેચ મળી આવતા હોય છે. જો કે, તેની સામે પોલીસ સર્ચ ઓપરેશન કરીને કાર્યવાહી પણ કરતી હોય છે. અત્યારે ફરી એકવાર કચ્છના જખૌ (Jakhau) દરિયાઇ વિસ્તારમાંથી ચરસ (charas)ના પેકેટ મળ્યા છે. ખાસ...
kutch  જખૌ દરિયાઇ વિસ્તારમાંથી પાંચ કરોડની કિંમતના ચરસના 10 પેકેટ મળી આવ્યા

Kutch: કચ્છના દરિયાઈ વિસ્તાર પર અનેક વાર ડ્રગ્સના પેકેચ મળી આવતા હોય છે. જો કે, તેની સામે પોલીસ સર્ચ ઓપરેશન કરીને કાર્યવાહી પણ કરતી હોય છે. અત્યારે ફરી એકવાર કચ્છના જખૌ (Jakhau) દરિયાઇ વિસ્તારમાંથી ચરસ (charas)ના પેકેટ મળ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જખૌ મરીન પોલીસના સર્ચ ઓપરેશન (Search operation) દરમિયાન ચરસ મળી આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે જખૌના દરિયાઈ વિસ્તાર પાસે આવેલ ખિદરત બેટ પાસેથી 10 ચરસના પેકેટ મળી આવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજાર પ્રમાણે વાત કરીએ તો ચરસના પેકેટની કિંમત પાંચ કરોડ છે.

Advertisement

ચરસના પેકેટ સામે પારથી તણાઇ આવ્યા હોવાનું સામે આવ્યું

નોંધનીય છે કે, અહી કચ્છ (Kutch)ના દરિયાઈ વિસ્તારમાંથી છેલ્લા 10 દિવસમાં 30થી વધુ ચરસના પેકેટો મળી આવ્યા છે. જો કે, પ્રાથમિક તપાસમાં ચરસના પેકેટ સામે પારથી તણાઇ આવ્યા હોવાનું સામે આવ્યું છે. પરંતુ ઘટનાને ગંભીરતાથી લેતા હજુ પણ દરિયાઇ વિસ્તારમાં સર્ચ ઓપરેશન યથાવત છે. નોંધનીય છે કે, આ દરિયા કિનારેથી અનેક વખત ચરસના પેકેટ મળી આવ્યા છે.

જખૌ પરથી પાંચ કરોડની કિંમતના 10 ચરસના પેકેટ મળી આવ્યા

ઉલ્લેખનીય છે કે, મોટા ભાગે ગુજરાતમાં ડ્ર્ગ્ય દરિયાઈ વિસ્તારથી લાવવામાં આવે છે. અત્યાર સુધી અહીં કરોડો રૂપિયાનું ડ્રગ્ય પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. છતા પણ અહીંથી ડ્રગ્ય મળી આવવાનો સિલસિલો યથાવત જોવા મળતો રહે છે. અત્યારે પણ કચ્છ (Kutch)ના દરિયાઈ વિસ્તાર જખૌ પરથી પાંચ કરોડની કિંમતના 10 ચરસના પેકેટ મળી આવ્યા છે. જે મામલે અત્યારે કાર્યવાહી પણ ચાલી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ બંદર જાણે ડ્રગ્સ માટેન પ્રવેશ દ્વાર બની ગયો છે. તેમ વારે ઘડિયે અહીંથી ચરસ મળી આવે છે.અત્યારની વાત કરવામાં આવે તો પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે, ચરસના આ 10 પેકેટ સામે પારથી તણાઈને આવ્યા છે. જો કે, આ વાતમાં કેટલું સત્ય છે તે અંગે સવાલો થયા તે સ્વાભાવિક છે!

Advertisement

આ પણ વાંચો: Bharuch: ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું કૌભાંડ, નરેશ જાનીનો CM કરતા વધારે દબદબો?

આ પણ વાંચો: Amreli : બોરવેલમાં 45-50 ફૂટના અંતરે બાળકી હોવાનાં અનુમાન, 108 અને ફાયર ટીમની રેસ્ક્યૂ કામગીરી

આ પણ વાંચો: VADODARA : 350 બાળકોને જ્ઞાન સાથે મેળવી જવાબદાર નાગરિક બનવાની તાલીમ

Tags :
Advertisement

.