Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદ બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત : 10ના મોત 

ઇનપુટ---પ્રદિપ કચિયા , અમદાવાદ અમદાવાદ બગોદરા હાઇવે (Ahmedabad Bagodara highway) પર ગમખ્વાર અકસ્માત (accident) સર્જાયો હોવાના મોટા સમાચાર મળી રહ્યા છે.  પ્રાપ્ત માહિતી મુજબ બાવળાના મીઠાપુર પાસે આ અક્સ્માત સર્જાયો છે જેમાં 10 વ્યક્તિના મોત થયા હોવાનું સામે આવી રહ્યું...
અમદાવાદ બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત   10ના મોત 
ઇનપુટ---પ્રદિપ કચિયા , અમદાવાદ
અમદાવાદ બગોદરા હાઇવે (Ahmedabad Bagodara highway) પર ગમખ્વાર અકસ્માત (accident) સર્જાયો હોવાના મોટા સમાચાર મળી રહ્યા છે.  પ્રાપ્ત માહિતી મુજબ બાવળાના મીઠાપુર પાસે આ અક્સ્માત સર્જાયો છે જેમાં 10 વ્યક્તિના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે.
10 લોકોના મોત
હમણાં જ પ્રાપ્ત સમાચાર મુજબ અમદાવાદ બગોદરા હાઇવે પર મીઠાપુર પાસે ટ્રકની પાછળ રિક્ષા ઘુસી જતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે જ્યારે 3 વ્યક્તિને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે તત્તકાળ હોસ્પિટલમાં લઇ જવાયા છે.

Advertisement

 કપડવંજ ના પરિવારને આ અકસ્માત નડ્યો
તમામ લોકો કપડવંજ પાસેના સુંદા ગામના વતની હતા અને  ચોટીલા દર્શન કરીને તમામ લોકો ઘરે પરત ફરી રહ્યા હતા.અકસ્માતમાં 5 મહિલા, 3 બાળકો અને 2 પુરુષના મોત થયા છે. ઘટનામાં ડ્રાઇવર ઇજાગ્રસ્ત થયો છે. ઇજાગ્રસ્તોને સોલા અને અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
પંચર થયેલી ટ્રક પાછળ છોટા હાથી ઘૂસ્યો
અકસ્માતમાં 10 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે. કપડવંજ અને બાલાસિનોરના 23 લોકો છોટા હાથીના લોડિંગ ટેમ્પોમાં બેસીને ચોટીલા દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે બાવળા-બગોદરાની વચ્ચે એક ટ્રક પંચર થયેલી ઊભી હતી. ત્યારે અચાનક ઊભેલી ટ્રકની પાછળ આ લોડિંગ ટેમ્પો ઘૂસી જતા ઘટનાસ્થળે 10 લોકોએ દમ તોડી દીધો હતો. આ અંગે અમદાવાદ જિલ્લા ડીએસપી અમિત વસાવાએ જણાવ્યું હતું કે, હાલ તમામ મૃતકોના પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
 અકસ્માતથી ટ્રાફિકજામની સ્થિતિ 
અકસ્માતના પગલે હાઈવે પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે તેમજ લોકોનાં ટોળાં પણ ઊમટ્યાં છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. હાઈવે પર લોહીની નદી વહી હોય એવું જાણવા મળ્યું છે. હાલ વધુમાં જણાવા મળ્યું છે કે ચોટીલાથી દર્શન કરી પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે ટ્રક પાછળ છોટાહાથી ઘૂસી જતાં 10 વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે.
ઘટનાના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે દુખ વ્યક્ત કર્યું હતું. 
Tags :
Advertisement

.