Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમદાવાદમાં વેચાતુ હતું 100 રૂપિયામાં ઘરના ઘરનું સ્વપ્ન!, વાંચો આ અહેવાલમાં..

અહેવાલ--ઉમંગ રાવલ, બંકિમ પટેલ,  અમદાવાદ ગુજરાત ફર્સ્ટે કર્યો જનતાના હિતમાં વધુ એક પર્દાફાશ અમદાવાદમાં વેચાતુ હતું 100 રૂપિયામાં ઘરના ઘરનું સ્વપ્ન! ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ પોલીસે પાડ્યાં દરોડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી જપ્ત કર્યાં દસ્તાવેજ ઘરના ઘરનું સપનું મળશે માત્ર 100...
અમદાવાદમાં વેચાતુ હતું 100 રૂપિયામાં ઘરના ઘરનું સ્વપ્ન   વાંચો આ અહેવાલમાં
અહેવાલ--ઉમંગ રાવલ, બંકિમ પટેલ,  અમદાવાદ
  • ગુજરાત ફર્સ્ટે કર્યો જનતાના હિતમાં વધુ એક પર્દાફાશ
  • અમદાવાદમાં વેચાતુ હતું 100 રૂપિયામાં ઘરના ઘરનું સ્વપ્ન!
  • ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ પોલીસે પાડ્યાં દરોડા
  • પોલીસે ઘટનાસ્થળે પહોંચી જપ્ત કર્યાં દસ્તાવેજ
  • ઘરના ઘરનું સપનું મળશે માત્ર 100 રૂપિયામાં વેચાતુ?
  • નવનિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટ નામથી ભરાવ્યાં ફૉર્મ
  • પ્રત્યેક ફૉર્મ માટે 100-100 રૂપિયાનું કરાવ્યું ઉઘરાણું
  • મકાન માટેના સરવે ફૉર્મના નામે લાખો રૂપિયાનું ઉઘરાણું
  • ગુજરાત ફર્સ્ટના ઓપરેશન બાદ જનતાનો ફૂટ્યો ગુસ્સો
  • લોકોએ પોતાના 100-100 રૂપિયા માગ્યા પરત
  • આશ્રમ રોડના પ્રતિષ્ઠિત કોમ્પ્લેક્ષમાં ખોલી છે ઓફીસ
  • ફૉર્મ પર છાપેલાં નોંધણી ક્રમાંકનો નથી મળતો ડેટા
  • નોંધણી ક્રમાંક પણ ખોટો હોવાની પૂરી શક્યતા
  • ઘર ક્યારે આપશોના જવાબમાં કહ્યું દોઢ વર્ષ પછી!
  • કેવી રીતે ઘર અપાશે? શું છે યોજના? કોઈ સ્પષ્ટતા નહીં
અમદાવાદના આશ્રમ રોડ પર આવેલા પ્રતિષ્ઠીત કોમ્પલેક્ષ સ્થિત ઓફિસમાં લોકોને ઘરનું સપનું બતાવીને 100-100 રુપિયા ઉઘરાવવામાં આવતા ભારે હોબાળો મચ્યો હતો.  ગુજરાત ફર્સ્ટે સમગ્ર મામલો ઉજાગર કરતાં જનતાનો રોષ ફાટી નિકળ્યો હતો. સમગ્ર મામલાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને ઓફિસની ઝીણવટભરી તપાસ કરીને ઓફિસમાં હાજર આરોપીઓને પકડીને પોલીસ સ્ટેશન લવાયા હતા.
ભેજાબાજો 100 રુપિયામાં ફોર્મ ભરાવતા હતા
પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદના ભેજાબાજોએ ગરીબ અને શ્રમીક લોકોને ઘરના ઘરનું સપનું બતાવીને લાખો રુપિયાનું કૌંભાડ આચર્યું હોવાનું જણાઇ રહ્યું છે. ગુજરાત ફર્સ્ટે સમગ્ર મામલાને ઉજાગર કર્યો છે. અહેવાલ મુજબ અમદાવાદના આશ્રમ રોડ પર આવેલા પ્રતિષ્ઠીત કોમ્પ્લેક્ષના 12મા માળે નવનિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટ નામની ઓફિસ આવેલી છે. આ ઓફિસના સંચાલકોએ લોકોને ઘરના ઘરનું સપનું બતાવીને એજન્ટો રોક્યા હતા.
એજન્ટો ગરીબ અને શ્રમીકોને બ્રેઇનવોશ કરતા
 આ એજન્ટો ગરીબ અને શ્રમીકના રહેણાંક વિસ્તારમાં જઇને લોકોને ઘરનું સપનું બતાવતાં હતા અને તેમને જણાવાતું હતું કે તમારે ઘરનું ઘ જોઇતું હોય તો ઓફિસે આવીને 100 રુપીયા ભરીને ફોર્મ ભરવાનું છે. ગરીબ વિધવા મહિલાઓને માત્ર 10 રુપિયામાં ઘરનું સપનું બતાવામાં આવ્યું હતું. લોકોને જણાવાતું હતું કે તમારે 100 રુપિયામાં ફોર્મ ભરવાનું છે અને ત્યારબાદ સર્વે કરવામાં આવશે અને સર્વે કરીને તમને મકાન આપવામાં આવશે.
લોકોએ ઓફિસે જઇ 100 રુપિયા પણ ભર્યા
સામાન્ય અને ગરીબ શ્રમીક વર્ગના લોકોને માત્ર 100 રુપિયામાં ઘર મળશે તેવી લાલચ અપાતા મોટી સંખ્યામાં લોકો આ ઓફિસે પહોંચ્યા હતા અને 100 રુપિયામાં ફોર્મ ભર્યા હતા. સંચાલકોએ નવનિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટ નામથી ફોર્મ ભરાવ્યાં હતા.  પ્રત્યેક ફૉર્મ માટે 100-100 રૂપિયાનું કરાવ્યું ઉઘરાણું હતું.  મકાન માટેના સરવે ફૉર્મના નામે લાખો રૂપિયાનું ઉઘરાણું કરાયું હોવાનો આરોપ લગાવાયો હતો.
ગુજરાત ફર્સ્ટે કર્યો પર્દાફાશ
સમગ્ર મામલા અંગે ગુજરાત ફર્સ્ટે અહેવાલ દર્શાવ્યો હતો. અહેવાલ જોતાં જ જનતાનો આક્રોષ ફાટી નિકળ્યો હતો અને તેઓએ આ ઓફિસ ખાતે આવીને પોતાના 100 રુપિયા પરત માગ્યા હતા. મામલાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી જ્યાં તપાસ કરાતા ભરાયેલા ફોર્મ પર છાપેલા નોંધણી ક્રમાંકનો ડેટા પણ મળ્યો ન હતો જેથી નોંધણી ક્રમાંક પણ ખોટો હોવાની શંકા વ્યક્ત કરાઇ રહી છે.
ઘર કઇ રીતે અપાશે, શું યોજના છે તેની કોઇ સ્પષ્ટતા નહીં
ઓફિસમાં હાજર કર્મચારીઓ પાસે લોકોને ઘર ક્યારે મળશે તેવું જાણવાનો પ્રયાસ કરાતા ઓફિસમાંથી દોઢ વર્ષ પછી ઘર મળશ તેવો જવાબ આપવામાં આવ્યો હતો. જો કે લોકોને ઘર કેવી રીતે અપાશે અને તે માટે શું યોજના છે તે અંગે કોઇ સ્પષ્ટતા આપવામાં આવી ન હતી.
પોલીસે તપાસ શરુ કરી 
પોલીસે ઓફિસમાંથી અગત્યના દસ્તાવેજો કબજે કર્યા હતા અને આરોપીઓને પકડીને પોલીસ સ્ટેશનમાં લવાયા હતા અને સમગ્ર કૌંભાડની ઝીણવટભરી તપાસ આદરી હતી. જો કે સંચાલકો ફરાર થઇ ગયા હોવાથી તેમની પણ શોધખોળ શરુ કરાઇ હતી.
Advertisement
Tags :
Advertisement

.