Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Police કમિશનર ઓફિસની ખુરશી પર ગેરકાયદેસર કબજો, સરકારનો હુકમ છતાં IPS અધિકારી કારકૂન સામે લાચાર

કારકૂન કક્ષાનો એક શખ્સ અમદાવાદ પોલીસને ગુલામ બનાવી બેઠો છે. અમદાવાદ શહેરના IPS અધિકારીઓ આ ખઈબદેલા કારકૂનના ઈશારે નાચે છે. તત્કાલિન Ahmedabad Police Commissioner સંજય શ્રીવાસ્તવ અને તેમના મળતીયા કારકૂન દિનેશ રાવલ ઉર્ફે ડી. ડી. રાવલે અમદાવાદમાં અનેક કાંડ સર્જયા...
police કમિશનર ઓફિસની ખુરશી પર ગેરકાયદેસર કબજો  સરકારનો હુકમ છતાં ips અધિકારી કારકૂન સામે લાચાર

કારકૂન કક્ષાનો એક શખ્સ અમદાવાદ પોલીસને ગુલામ બનાવી બેઠો છે. અમદાવાદ શહેરના IPS અધિકારીઓ આ ખઈબદેલા કારકૂનના ઈશારે નાચે છે. તત્કાલિન Ahmedabad Police Commissioner સંજય શ્રીવાસ્તવ અને તેમના મળતીયા કારકૂન દિનેશ રાવલ ઉર્ફે ડી. ડી. રાવલે અમદાવાદમાં અનેક કાંડ સર્જયા હોવાની વાતો જોરશોરથી હવે ચર્ચા રહી છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે શહેર પોલીસ કમિશનરને ગત મે મહિનામાં રહસ્ય સચિવ ફાળવી આપ્યા છે. રહસ્ય સચિવનો હુકમ થયાને દોઢ મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં નિવૃત્ત કારકૂન દિનેશ રાવલ પોલીસ કમિશનરના Personal Secretary ના પદ પરથી હટવાનું નામ નથી લેતા. CMO ના આદેશમાં સવા વર્ષ અગાઉ ખેલ ખેલનાર દિનેશ રાવલને ખુરશીમાંથી હટાવવાની કોઈનામાં હિંમત નથી. સરકારના હુકમના અનાદર બદલ કોણ જવાબદાર છે ? તેની ચર્ચાએ શહેર પોલીસ બેડામાં જોર પકડ્યું છે.

Advertisement

સત્તાવાર રહસ્ય સચિવ ખુરશીથી વંચિત

Advertisement

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે (GAD) અમદાવાદ પોલીસ કમિશનરના રહસ્ય સચિવ તરીકે જેસલ પટેલ (Jaisal Patel) ની નિયુક્તિનો હુકમ દોઢ મહિના અગાઉ કરી દીધો છે. જેસલ પટેલ ગત મે મહિનાની શરૂઆતમાં અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે હાજર થઈ ગયા હતા. આમ છતાં જેસલ પટેલને સત્તાવાર રીતે કમિશનરના અંગત સચિવ તરીકે હાજર કરાયા નથી. આ કારણોથી તેમનો એક મહિનાનો પગાર પે એન્ડ એકાઉન્ટ ઓફિસે અટકાવી દીધો હતો. આખરે તેમની રજૂઆત બાદ પગાર તો મળી ગયો છે, પરંતુ હજી સુધી તેમનું સત્તાવાર સ્થાન ગેરકાયદેસર PS દિનેશ રાવલ સોંપતા નથી. IPS અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવા છતાં જેસલ પટેલને તેમની જ ઓફિસમાં સ્થાન નથી મળી રહ્યું.

ગોપનીયતાનો ભંગ થાય તો કોણ જવાબદાર ?

Advertisement

લગભગ 2 લાખ પગાર લેતો ડી. ડી. રાવલ વર્ષ 2020માં નિવૃત્ત થયા. વાસ્તવમાં દિનેશ રાવલની સુરક્ષા સેતુ પ્રોજેક્ટ કન્સલટન્ટ તરીકે માસિક વીસેક હજારના પગારથી કરાર આધારિત નોકરી છે. Suraksha Setu Project Consultant તરીકે નિમણૂંક પામેલા દિનેશ રાવલને તત્કાલિન પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે રહસ્ય સચિવ તરીકે વર્ષ 2020ના અંતમાં ગેરકાયદેસર નિમણૂંક આપી હતી. નોકરીની શરૂઆતથી અમદાવાદમાં વર્ષોથી ચીટકી રહેલા ડી. ડી. રાવલે નિવૃત્તિ બાદ તત્કાલિન Ahmedabad Commissioner of Police સંજય શ્રીવાસ્તવ (Sanjay Srivastava IPS) ની સાંઠગાંઠથી પોલીસ કમિશનર કચેરી પર કબજો મેળવી લીધો અને હાલમાં પણ તે યથાવત છે. પોલીસ કમિશનર ઓફિસમાં અતિ સંવેદનશીલ માહિતીની ફાઈલો આવતી-જતી રહે છે અને તેની માહિતી ગોપનીય રહે તે ખૂબ જરૂરી છે. અતિ ગોપનીય બાબતોની જાણકારી ધરાવતા રાવલ ગેરકાયદેસર રીતે રહસ્ય સચિવ તરીકે નોકરી કરી રહ્યાં છે તેની જાણકારી સમગ્ર શહેરના કોન્સેટબલથી લઈને IPS અધિકારી સુધી સૌ કોઈને છે. ક્યાંક ગોપનીયતાનો ભંગ થશે તો ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સાથ આપતા IPS અધિકારીઓ દિનેશ રાવલ કરતા વધુ જવાબદાર ગણાશે તેવો પણ ગણગણાટ હવે શરૂ થઈ ગયો છે.

PCB ની બોલેરોનો ટેક્સીની જેમ ઉપયોગ

છેલ્લાં દોઢેક વર્ષથી દિનેશ રાવલ લાઈટ-સાઈરનવાળી PCB ની સરકારી બોલેરોની મજા ભોગવી રહ્યો છે. અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં શાયોના બંગ્લોઝમાં રહેતો દિનેશ રાવલ પોલીસ ઈન્સ્પેક્ટરની સરકારી બોલેરોનો ઉપયોગ ઘરે આવવા-જવા તેમજ વ્યક્તિગત કામે કરી રહ્યો છે. સરકારી ગાડીના ઉપભોગની વાતો પોલીસ કમિશનર કચેરીના પટાવાળાથી લઈને IPS અધિકારીઓ સુધીના સૌ કોઈ જાણે છે. તત્કાલિન પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સાથે એક અલગ જ નાતો હોવાથી તેને બોલેરો વાપરવાની હિંમત મળી હતી અને તેનો દુરઉપયોગ હાલમાં પણ જારી છે. ગેરકાયદેસર PS દિનેશ રાવલને સરકારી બોલેરોનો અંગત ઉપયોગ કરતા રોકવાની તેમજ ખુરશીમાંથી ઉભા કરવાની હિંમત IPS અધિકારી કેમ નથી કરતા તે એક ગંભીર બાબત છે.

CMO નો આદેશ છતાં ખેલ ખેલાયો

'મને અહીંથી હટાવવાની કોઈનામાં તાકાત નથી' તેવી ખુલ્લેઆમ ચેલેન્જ ફેંકનારા દિનેશ રાવલ અનેક IPS અધિકારીઓના રાઝદાર છે. IPS અધિકારીને તમામ સેવાઓ પૂરી પાડવાની વાત હોય કે, તોડ કરવાના નવા રસ્તા બતાવવાની આવી અનેક બાબતોમાં દિનેશ રાવલ માહેર હોવાની ચર્ચાઓ આજે પણ પોલીસ બેડામાં થાય છે. 4-5 મહિના અગાઉ રિવરફ્રન્ટ પર થયેલા એક તોડકાંડમાં પોલીસની સાથે દિનેશ રાવલના મેળાપીપણાની ભૂમિકા સામે આવી હતી, પરંતુ તત્કાલિન પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે તેને ફાઈલોમાં દફન કરી દીધી હોવાની વાતો પણ આજે છાનેછપને ચર્ચામાં છે. અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા PI અને તેમના વહીવટદાર દિનેશ રાવલના શરણે ના આવે તો તેમના વિરૂદ્ધ અરજીઓ કરાવવાની પણ એક રીતસરની સાજીશ પૂર્વ પોલીસ કમિશનર શ્રીવાસ્તવના કાર્યકાળ દરમિયાન અનેક વખત રમાઈ ચૂકી હોવાની વાતો CP ની નિવૃત્તિ બાદ શરૂ થઈ છે. દિનેશ રાવલ અને સંજ્ય શ્રીવાસ્તવના સંબંધો 90ના દાયકાથી છે. અત્રે નોંધનીય છે કે, સવા વર્ષ અગાઉ પશ્ચિમ અમદાવાદના એક PI ને પોલીસ સ્ટેશનમાંથી ખસેડવા માટે CMO માંથી આદેશ છૂટ્યા ત્યારે દિનેશ રાવલે તત્કાલિન પોલીસ કમિશનરને પટ્ટી પઢાવીને ગાઢ સંબંધોવાળા પોલીસ ઈન્સ્પેક્ટરને તુરંત મલાઈદાર પોસ્ટીંગ અપાવી દીધું. જો કે, આ મામલો CMO સાથે જોડાયેલો હોવાથી ગણતરીના કલાકોમાં PI ને કાયદા વિભાગ સાથે જોડાયેલી બ્રાંચમાં ખસેડી દેવાયા હતા.

આ પણ વાંચો - ક્યા સવાલનો જવાબ આપવાનો અંબાલાલ પટેલે ઇન્કાર કરી દીધો..? વાંચો વિગતવાર…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.