Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મૈંને કૌન સી તુઝસે જન્નત માંગ લી??

અય માલિક તેરે બંદે હમ...તુમ્હી હો માતા પિતા તુમ હી હો...તું પ્યાર કા સાગર હૈ...જેવા જૂનાં ફિલ્મી ગીતો આજે ય પ્રાર્થના સ્વરૂપે ગવાય છે. એક નવી ફિલ્મ આવી-‘લવ આજકલ’.એનું એક ગીત હૃદય સ્પર્શી છે.   જો મેરા હૈ, જાતા ક્યા...
મૈંને કૌન સી તુઝસે જન્નત માંગ લી

અય માલિક તેરે બંદે હમ...તુમ્હી હો માતા પિતા તુમ હી હો...તું પ્યાર કા સાગર હૈ...જેવા જૂનાં ફિલ્મી ગીતો આજે ય પ્રાર્થના સ્વરૂપે ગવાય છે.

એક નવી ફિલ્મ આવી-‘લવ આજકલ’.એનું એક ગીત હૃદય સ્પર્શી છે. 

Advertisement

 જો મેરા હૈ, જાતા ક્યા તેરા હૈ મૈંને કૌન સી તુઝસે જન્નત માંગ લી

ભગવાનને પણ એક વખત બધી વાત માનવાનું મન થાય એવી ફીલિંગ્સ આ ગીતમાં છે તો ભગવાનને પણ ઈર્ષ્યા આવી જાય એવો પ્રેમ આ સૉન્ગમાં ઝળકે છે

કાનસેન કનેક્શન

માંગા જો મેરા હૈ, જાતા ક્યા તેરા હૈ મૈંને કૌન સી તુઝસે જન્નત માંગ લી

Advertisement

આજ દિન ચડેયા... સૉન્ગને બધા રોમૅન્ટિક ટ્રૅક તરીકે જુએ છે પણ હકીકત એ છે કે આ સૉન્ગમાં પ્રાર્થના છે, આજીજી, વિનવણી, કાકલુદી છે. આ વિલાપ છે, ઈશ્વરને પોકાર છે. ઈશ્વર સાથે એકપક્ષીય વાર્તાલાપ છે. એમાં રિક્વેસ્ટ પણ છે તો બીજી તરફ ભક્તનો ભગવાનને અધિકારભર્યો હુકમ પણ છે. 

ભગવાનને લાંચ આપવાથી માંડીને આશીર્વાદ આપવાનું કામ ઇર્શાદ કામિલે ‘લવ આજકલ’નું આજ દિન ચડેયા... સૉન્ગમાં અદ્ભુત રીતે કર્યું છે. ભગવાનને પણ એક વખત બધી વાત માનવાનું મન થાય એવી ફીલિંગ્સ આ ગીતમાં છે તો ભગવાનને પણ ઈર્ષ્યા આવી જાય એવો પ્રેમ આ સૉન્ગમાં ઝળકે છે

Advertisement

ગોલ્ડન વર્ડ‍્સ:
ભૂલવું નહીં કે આપવામાં આવતી ફેવર હક નહીં પણ કોઈની લાગણીનું પરિણામ
આસ વો પ્યાસ વો,

ઉસકો દે ઇતના બતા
વો જો મુઝકો દેખ કે હંસે
પાના ચાહૂં, રાત દિન જિસે...
રબ્બા મેરે નામ કર ઉસે
તેનૂ દિલ દા વાસ્તા...
ફિલ્મ ‘ગુલામી’માં એક સીક્વન્સ છે.
રાજસ્થાનના રેગિસ્તાનમાં વણઝારાના પહેરવેશમાં અનીતા રાજ અને બે ખિસ્સાવાળા લાંબી બાંયના બૉટલ ગ્રીન બુશકોટમાં સજ્જ પાતળી મૂછોવાળો મિથુન ચક્રવર્તી એક બસના છાપરે બેઠાં-બેઠાં ગીત ગાય છે. ઝિહાલ-એ-મિસ્કીન... જો તમે ઑડિયો આલબમ કે પછી રેકૉર્ડ પર જોશો તો તમને ટાઇટલ પણ આ જ વાંચવા મળશે, ‘ઝીહાલ-એ-મિસ્કીન.’
અમીર ખુસરોના એક શેર પરથી પ્રેરણા લઈને આપણા ફેવરિટ ગુલઝારસાહેબે ‘ગુલામી’નું આ સૉન્ગ લખ્યું હતું. અમીર ખુસરોનો એ શેર હતો.
જિહાલ-એ-મિસ્કીં મકૂન તગાફુલ
દુરાય નૈના બનાય બતિયાં
કિતાબે હિજ્રાં, ન દરામ એ જાં
ન લેહુ કાહે લગાય છતિયાં
એની સામે ગુલઝાર સાહેબે શું લખ્યું...
જિહાલે મિસ્કિન મકુન બ રંજિશ
બહારે હિજરાં બેચારા દિલ હૈ
સુનાઈ દેતી હૈ જિસકી ધડકન
તુમ્હારા દિલ યા હમારા દિલ હૈ...
દરેક કવિના મન પર એણે કવિતાના ગુલિસ્તાનની લટાર મારતાં-મારતાં સૂંઘેલાં બેનમૂન ફૂલોની ખુશ્બૂની અસર હોય જ છે. વર્ષો પહેલાં ખીલેલાં કાવ્યપુષ્પોની સુગંધમાંથી કવિનું મન રસ ઘૂંટી-ઘૂંટીને નવું અત્તર બનાવે છે અને ભાવકના મન પર પડેલા એના છાંટા એકધારી સુવાસ પ્રસરાવવાનું કામ કરે છે. જેમ ગુલઝારસાહેબે અમીર ખુસરોના શેરમાં પોતાના શબ્દો ઉમેરીને લક્ષ્મીકાંત-પ્યારેલાલના મ્યુઝિકમાં તૈયાર થયેલા શબ્દો વહેતા મૂક્યા એવી જ રીતે ઇર્શાદ કામિલે ‘લવ આજકલ’માં કામ કર્યું અને લખ્યું આજ દિન ચડેયા...
સુપરહિટ સૉન્ગ. આજે પણ જો ક્યાંય વાગતું સાંભળો તો ક્ષણવાર માટે તમારા હાથ કે પગ અટકી જાય. આંખો સામે તમારી ગર્લફ્રેન્ડ કે બૉયફ્રેન્ડનો ચહેરો આવી જાય અને ચહેરા પર સહેજ આછુંસરખું સ્માઇલ. મનમાં રોમૅન્સ ભરી દે અને દિલમાં પ્રેમની બૌછાર કરી દે એવા આ સૉન્ગની વાત હવે આપણે કરવાના છીએ.


આજ દિન ચડેયા... ગીતનું આ મુખડું પંજાબના જાણીતા કવિ શિવકુમાર બટાલવીના ગીત પરથી લેવામાં આવ્યું છે. ગુલઝાર અને અમૃતા પ્રીતમ બન્ને શિવકુમાર બટાલવીના ચાહકો, જબરદસ્ત ફૅન એમ કહું તો પણ ચાલે. કવિ શિવકુમારને જાણીતા પંજાબી લેખક ગુરુબક્ષસિંહ પ્રીતલાદીની અત્યંત સુંદર દીકરી સાથે પ્રેમ થયો પણ જુદી કાસ્ટના હોવાને કારણે એમનાં લગ્ન શક્ય બન્યાં નહીં. બન્યું એ જ જે અગાઉ બનતું. છોકરીને યુકેના સિટિઝન સાથે જબરદસ્તીથી પરણાવી દેવામાં આવી અને બટાલવીને પ્રણયભંગનું આજીવન દર્દ મળ્યું. બટાલવી દારૂની લત પર લાગ્યા અને શરાબમાં સહારો શોધતાં-શોધતાં તેમણે અદ્ભુત પંજાબી કવિતાઓ આપી. ‘વાહ’ અને સાથોસાથ ‘આહ’ પણ નીકળી જાય એવાં એ અદ્ભુત પંજાબી કાવ્યોમાંનું એક જબરદસ્ત પૉપ્યુલર ગીત એટલે આજ દિન ચડેયા...
ઓરિજિનલની થોડી લાઇન વાંચો.
અજ્જ દિન ચડિયા, તેરે રંગ વરગા
તેરે ચુંમન પિછલી સંગ વરગા
હૈ કિરનાં દે વિચ નશા જેહા
કિસે છીંબે સપ્પ દે ડંગ વરગા
અજ્જ દિન ચડિયા તેરે રંગ વરગા
પંજાબી તો આપણને આવડે નહીં પણ સંગીતને કોઈ ભાષા હોતી નથી. એ તો ભાવનાનો વિષય છે. બટાલવી કહે છે કે આજે જે દિવસ ઊગ્યો છે એ ડિટ્ટો તારા રંગ જેવો છે, તને પહેલી વાર ચૂમ્યા પછીના એ સંગ જેવો છે અને સૂરજનાં કિરણો નશો ચડાવે છે, અદ્દલોઅદ્દલ કોઈ ઝેરી સાપના ડંખ જેવો...
તમે કોઈ પણ પંજાબી અંકલ-આન્ટીને પૂછી જુઓ કે તેમણે આ ગીત સાંભળ્યું છે તો જવાબ હા અને માત્ર હામાં જ મળે.
બટાલવીના આ ગીતના મુખડાથી પ્રેરાઈને શાયર ઇર્શાદ કામિલે નવું ગીત લખ્યું અને આખા ગીતનો રંગ જ બદલી નાખ્યો. રંગ બદલવામાં તેમને સાથ મળ્યો મ્યુઝિક ડિરેક્ટર પ્રીતમનો અને એ રંગમાં નશો ભરવાનું કામ કર્યું રાહત ફતેહ અલી ખાન સાહેબે. તેમનો ઘૂંટાયેલો અવાજ, ઇર્શાદના હૈયું ચીરી નાખે એવા શબ્દો અને એ બન્નેના કામને વધારે સરળ કરે એવું કામ કરે છે પ્રીતમનું મ્યુઝિક.
‘લવ આજકલ’નું આ આખેઆખું ગીત તમે સાંભળો તો પણ તમારા ધ્યાનમાં એક વાત ન આવે અને એ વાત છે ગીત જેને સંબોધીને લખવામાં આવ્યું છે. આ આખું ગીત ઈશ્વરને, ભગવાનને સંબોધીને લખવામાં આવ્યું છે. ખુદાની સાથે વાત કરતાં-કરતાં હીરો કહે છે, ‘હે ભગવાન, આ તારા જ રંગમાં રંગાયેલો દિવસ ઊગ્યો છે. રબ્બા આ તારો રંગ છે, તારો રંગ એટલે શુદ્ધ પ્રેમનો રંગ અને આ દિવસ કેમેય કરીને ઢળતો નથી, પૂરો થતો નથી. સંધ્યા થતી નથી. હું સતત જેના પ્રેમમાં ઓતપ્રોત છું એ મને હંમેશ માટે મળી જાય એવી ખ્વાહિશ છે. તને અરજ કરું છું કે મારું અને હું જેમાં તારી ખુદાઈ જોઉં છું એવા મારા એ મારા પ્રિય પાત્રનું મિલન થાય. કર કંઈક એવું કે મારી આ અરજ પૂરી થાય.’
આપણો હીરો ખુદાને દોસ્તી દાવે દુહાઈ પણ આપે છે કે ‘મારી મનોકામના તું પૂરી કર, તને દિલની દુહાઈ છે. દુનિયાની બીજી બધી પળોજણ – માયા, ઇચ્છાઓ છોડીને હું સાચા પ્રેમના, સાચી મોહબ્બતના શરણે આવ્યો છું. મારી આંખે તેં આ સપનું આંજ્યું હતું, હવે આ જ આંજેલાં સ્વપ્નો સાકાર કરી દે. તેનૂ દિલ દા વાસ્તા...’

મનમાં રોમૅન્સ જગાડતા, પ્રેમની બૌછાર કરી દેતા આ ગીતની સૌથી મોટી ખાસિયત એ છે કે આ ગીત રોમૅન્ટિક સૉન્ગ નથી. હા, બધા એને રોમૅન્ટિક ટ્રૅક તરીકે જ જુએ છે પણ હકીકત એ છે કે આ આખા ગીતમાં પ્રાર્થના છે, આજીજી છે, વિનવણી છે, કાકલુદી છે. આ વિલાપ છે, ઈશ્વરને પોકાર છે. ઈશ્વર સાથે એકપક્ષીય વાર્તાલાપ છે. એમાં રિક્વેસ્ટ પણ છે તો બીજી તરફ ભક્તનો ભગવાનને અધિકારભર્યો હુકમ પણ છે. હદ તો ત્યાં છે જ્યારે પોતાના પ્રેમને ખાતર ખુદાને ખખડાવી પણ નાખે છે અને પછી ભગવાનને ટૉન્ટ પણ મારે છે અને છેલ્લે ભક્ત ભગવાનને આશીર્વાદ આપે એવું હિન્દી ફિલ્મ સંગીતમાં જ નહીં, પણ ઇતિહાસમાં પણ કદાચ પહેલી વાર થયું હશે! જુઓ...
જીતી રહી સલ્તનત તેરી
જીતી રહે આશિકી મેરી
દે દે મુઝે ઝિંદગી મેરી
તેનૂ દિલ દા વાસ્તા...

આ પણ વાંચો:

Tags :
Advertisement

.