Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બોલિવૂડની આ અભિનેત્રીઓ પાસે નથી ભારતની નાગરિકતા, એક નામ સાંભળી ચોંકી જશો તમે

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારને આજે કેનેડાની નાગરિકતામાંથી ભારતીય નાગરિકતા મળી છે. જે બાદ એવી ચર્ચાઓ પણ સાંભળવા મળી કે એવા કેટલા બોલિવૂડ કલાકારો છે કે જેમની પાસે ભારતીય નાગરિકતા નથી. તો તેનો જવાબ છે કે બોલિવૂડમાં એવા ઘણા સ્ટાર્સ છે, જેમની...
બોલિવૂડની આ અભિનેત્રીઓ પાસે નથી ભારતની નાગરિકતા  એક નામ સાંભળી ચોંકી જશો તમે

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારને આજે કેનેડાની નાગરિકતામાંથી ભારતીય નાગરિકતા મળી છે. જે બાદ એવી ચર્ચાઓ પણ સાંભળવા મળી કે એવા કેટલા બોલિવૂડ કલાકારો છે કે જેમની પાસે ભારતીય નાગરિકતા નથી. તો તેનો જવાબ છે કે બોલિવૂડમાં એવા ઘણા સ્ટાર્સ છે, જેમની નાગરિકતા ભારતની નથી. પરંતુ તે ભારતમાં જ રહે છે. ભારતમાં રહેવાના કારણે લોકો પણ આ કલાકારોને ભારતીય માને છે. પરંતુ આજે અમે તમને જણાવીશું કે આ કલાકારો ભલે ભારતમાં રહેતા હોય પણ તેઓ ભારતના નાગરિક નથી.

Advertisement

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં એવા ઘણા સેલેબ્સ છે જેમણે પોતાની એક્ટિંગના આધારે નામ કમાવ્યું છે, જેઓ જોરદાર એક્ટિંગ કરે છે પરંતુ તેઓ ભારતના નાગરિક નથી. આ સેલેબ્સે ભલે પોતાની જોરદાર એક્ટિંગને કારણે ભારતના લોકોના દિલમાં એક અલગ જ સ્થાન બનાવ્યું હોય, પરંતુ તેઓ પોતાને ભારતીય નથી કહી શકતા. આ સેલેબ્સ પાસે ભારત સિવાય અન્ય કોઈ દેશનો પાસપોર્ટ અથવા નાગરિકતા છે.

નોરા ફતેહી

Advertisement

નોરા ફતેહી તેના ડાન્સિંગ કૌશલ્યના કારણે લાંબા સમયથી બોલિવૂડમાં ધૂમ મચાવી રહી છે. નોરા ફતેહીનો જન્મ કેનેડામાં થયો હતો અને તેની પાસે ભારતીય નહીં પણ કેનેડિયન પાસપોર્ટ છે. નોરા ફતેહીનો પરિવાર મોરોક્કોનો છે.

Advertisement

જેકલીન ફર્નાન્ડીઝ

જેકલીન ફર્નાન્ડીઝ બોલિવૂડમાં પોતાની કારકિર્દી શરૂ કરતા પહેલા શ્રીલંકન ફિલ્મોમાં અભિનેત્રી હતી. જેકલીન ફર્નાન્ડીઝનો જન્મ શ્રીલંકામાં થયો હતો. તેણીએ શ્રીલંકાથી એક મોડેલ તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે વર્ષ 2006માં મિસ યુનિવર્સ શ્રીલંકાનો ખિતાબ જીત્યો હતો. જેકલીન ફર્નાન્ડિઝે વર્ષ 2009માં બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો પરંતુ તેમ છતાં તે શ્રીલંકાની નાગરિક છે.

નરગીસ ફખરી

બોલીવૂડ અભિનેત્રી નરગીસ ફખરી પણ ભારતની નાગરિક નથી. તેના માતા-પિતા બંને પાકિસ્તાની અને ચેક મૂળના છે. નરગીસ ફખરીનો જન્મ અમેરિકામાં થયો હતો અને તે લાંબા સમયથી બોલિવૂડમાં કામ કરી રહી છે. નરગીસ ફખરી અમેરિકન નાગરિકતા ધરાવે છે.

સની લિયોન

બોલિવૂડ અભિનેત્રી કરનજીત કૌર એટલે કે સની લિયોનીની માતા કેનેડિયન હતી અને પિતા અમેરિકન નાગરિકતાના હતા. સની લિયોને પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી. તેણે ઘણી એડલ્ટ ફિલ્મોમાં પણ કામ કર્યું. આ પછી તે ભારત આવી અને બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું. જોકે તેની પાસે હજુ પણ કેનેડાની નાગરિકતા છે.

કેટરીના કૈફ

બોલિવૂડની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંની એક, કેટરિના કૈફનો જન્મ હોંગકોંગમાં એક સમૃદ્ધ પરિવારમાં થયો હતો. તેમના પિતા એક બિઝનેસમેન હતા જેમની પાસે બ્રિટિશ પાસપોર્ટ હતો. જોકે, તે કાશ્મીરી મૂળના હતા. જ્યારે કેટરીના કૈફની માતા બ્રિટિશ કોર્ટમાં વકીલ હતી. કેટરિના કૈફ પાસે યુકેની નાગરિકતા છે.

આલિયા ભટ્ટ

બોલિવૂડની શક્તિશાળી અભિનેત્રીઓમાંની એક આલિયા ભટ્ટ પાસે ભારતીય નાગરિકતા નથી. આલિયા ભટ્ટ પાસે તેની માતા સોની રાઝદાનની જેમ જ બ્રિટિશ પાસપોર્ટ છે. જોકે આલિયા ભટ્ટના પિતા બોલિવૂડના પ્રખ્યાત ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ ભારતીય નાગરિક છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.