મોટા પડદે એકવાર ફરી સુશાંતસિંહ રાજપૂત આવશે નજર, એક્ટરની આ ફિલ્મ જલ્દી જ સિનેમાઘરોમાં મળશે જોવા
સુશાંતસિંહ રાજપૂત એક એવો એક્ટર જેણે ખૂબ જ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાનું અલગ જ નામ કમાવ્યું હતું. તેણે ઓછા સમયમાં ઘણી સુપરહિટ ફિલ્મો પણ આપી હતી. ભલે આજે આ અભિનેતા આ દુનિયામાં નથી પરંતુ આજે પણ તેના ફેન્સ તેને યાદ કરે છે. તેના ફેન્સ માટે હવે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે.
માહી એકવાર ફરી મોટા પડદે આવી રહ્યો છે
બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે પોતાની મહેનતના દમ પર ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવ્યું હતું. જોકે, સુશાંત સિંહ રાજપૂત હવે આ દુનિયામાં નથી, પરંતુ આજે પણ ફેન્સ તેને એટલો જ પ્રેમ કરે છે. હવે આ એક્ટર મોટા પડદા પર જોવા ન મળતા તેના ફેન્સ દુઃખી પણ થાય છે. પરંતુ જો હવે સુશાંત સિંહ રાજપૂતના ફેન્સ તેને મોટા પડદા પર જોવા માંગતા હોય તો હવે તેમની આ ઈચ્છા પૂરી થઇ શકે છે. તેની એક ફિલ્મ ફરી એકવાર સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. જણાવી દઈએ કે, ભારતના સૌથી સફળ ક્રિકેટ કેપ્ટન અને સ્પોર્ટ્સ દિગ્ગજ એમ.એસ. ધોની ઘણા લોકો માટે પ્રેરણા છે અને તેના ચાહકો માટે આ અદભૂત સમાચાર છે. તેમની બ્લોકબસ્ટર એમ.એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી, જેણે 2016માં દર્શકોના દિલ જીતી લીધા હતા, તે ફરી એકવાર હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં 12 મેના રોજ ભારતીય સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
Jab Mahi phir pitch pe aayega, pura India sirf "Dhoni! Dhoni! Dhoni!" chilaayega. M.S. Dhoni: The Untold Story Re-Releasing in cinemas on 12th May@msdhoni #SushantSinghRajput @advani_kiara @DishPatani @AnupamPKher @bhumikachawlat @FFW_Official pic.twitter.com/bfpn3JiD7h
— Star Studios (@starstudios_) May 4, 2023
આ દિવસે રિલીઝ થશે ફિલ્મ
2016માં આવેલી ફિલ્મ એમ.એસ. ધોનીની સ્ટોરીઃ ધ અનટોલ્ડ સ્ટોરી પૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર આધારિત છે. જેણે 2016માં દર્શકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મે સુશાંત સિંહ રાજપૂતના કરિયરમાં યુ-ટર્ન લાવ્યો અને તેને ઘણી મોટી ફિલ્મોની ઓફર મળવા લાગી. જોકે, આજે આ અભિનેતા આપણી વચ્ચે નથી. સુશાંત સિંહ રાજપૂતને ફરી એકવાર મોટા પડદા પર જોવો એ ફેન્સ માટે કોઈ ભેટથી ઓછું નથી. જણાવી દઈએ કે ફિલ્મ એમ.એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી 12 મેના રોજ સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ થઈ રહી છે. નીરજ પાંડે દ્વારા નિર્દેશિત, આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત, કિયારા અડવાણી, દિશા પટણી, ભૂમિકા ચાવલા અને અનુપમ ખેર મુખ્ય ભૂમિકામાં હતા.
જાણો શું કહે છે ડિઝની સ્ટાર-સ્ટુડિયોના હેડ
આ ફિલ્મ જે આપણા સૌથી સફળ ક્રિકેટ કેપ્ટનની પ્રેરણાદાયી સફર દર્શાવે છે. ડિઝની સ્ટાર-સ્ટુડિયોના હેડ બિક્રમ દુગ્ગલે જણાવ્યું હતું કે, "રી-રિલીઝનો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાં અમારા પ્રશંસકોને ક્રિકેટની સૌથી જાદુઈ ક્ષણોને મોટા પડદા પર ફરીથી જીવંત કરવાની બીજી તક આપવાનો છે." નીરજ પાંડે દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત, કિયારા અડવાણી, દિશા પટણી, ભૂમિકા ચાવલા અને અનુપમ ખેર છે. એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી 12 મેના રોજ હિન્દી, તમિલ અને તેલુગુમાં સિનેમાઘરોમાં ફરી રીલિઝ થશે.
આ પણ વાંચો - સની દેઓલના ઘરે જલ્દી જ આવી શકે છે ખાસ પ્રસંગ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ