Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Superstar રાજેશ ખન્ના સલીમ ખાનથી કેમ નારાજ હતા?

રાજેશ ખન્ના જ્યારે સંજીવ કુમારના વખાણ કરવાને કારણે સલીમખાન પર ગુસ્સે થઈ ગયા અને બંનેના સંબંધ વણસ્યા. રાજેશ ખન્નાએ પોતાની ફિલ્મી કરિયરમાં સુપરહિટ ફિલ્મોની લાઇન લગાવી હતી. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતાની સાથે જ તે સુપરસ્ટાર બની ગયા હતા. ફિલ્મ હાથી મેરે...
superstar રાજેશ ખન્ના સલીમ ખાનથી કેમ નારાજ હતા
Advertisement

રાજેશ ખન્ના જ્યારે સંજીવ કુમારના વખાણ કરવાને કારણે સલીમખાન પર ગુસ્સે થઈ ગયા અને બંનેના સંબંધ વણસ્યા. રાજેશ ખન્નાએ પોતાની ફિલ્મી કરિયરમાં સુપરહિટ ફિલ્મોની લાઇન લગાવી હતી.

Advertisement

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતાની સાથે જ તે સુપરસ્ટાર બની ગયા હતા. ફિલ્મ હાથી મેરે સાથીએ Superstar રાજેશ ખન્નાની કારકિર્દીમાં એક નવું પરિમાણ ઉમેર્યું. આ ફિલ્મની વાર્તા સલીમ જાવેદે લખી હતી. આવી સ્થિતિમાં રાજેશ ખન્ના અને સલીમખાન મિત્રો બની ગયા પરંતુ સંજીવ કુમારના કારણે તેમની વચ્ચે અંતર આવી ગયું.

Advertisement

રાજેશ ખન્ના સલીમ ખાનથી કેમ નારાજ હતા?

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના Superstar રાજેશખન્નાની સ્થિતિ અને ખ્યાતિ વિશે ઘણી વાતો સાંભળવા મળે છે. ચાહકોના દિલ પર રાજ કરનાર રાજેશખન્ના કોઈની સામે ઝૂકવાવાળા ન હતા. સેટ પર મોડા આવવા માટે જ્યારે તેમને અટકાવવામાં આવ્યા ત્યારે તેમણે ફિલ્મ છોડવાની વાત કરી. ઘણી વખત કાકાનું આ વલણ તેમના નિર્માતાઓ સાથેના સંબંધો વચ્ચે પણ આવ્યું હતું. આવી જ એક ઘટના સલીમ ખાન સાથે રાજેશ ખન્નાની છે, જ્યારે સંજીવ કુમારના વખાણ કરતા તેઓ ગુસ્સે થઈ ગયા હતા.

Advertisement

વાત કેવી રીતે શરૂ થઈ?

રાજેશ ખન્ના અને સલીમ ખાન વચ્ચેની મિત્રતામાં ખટાશ ત્યારે પડી જ્યારે એક મેગેઝિનમાં સંજીવ કુમારનો લેખ પ્રકાશિત થયો અને તેમાં સલીમખાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. બીબીસીના અહેવાલ મુજબ, એકવાર રાજેશ ખન્ના બાંદ્રાના મહેબૂબ સ્ટુડિયોમાં તેમની એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. આ સમય દરમિયાન એક મેગેઝિન પત્રકાર એમને મળ્યો અને એમનો ઇંટરવ્યૂ લઈ સંજીવકુમાર પર કવર સ્ટોરી કરી હતી, જેમાં સલીમ જાવેદે તેમની પ્રશંસા કરી હતી અને તેમને એક પીઢ કલાકાર કહ્યા હતા.

સલીમખાનને કોલ મોકલ્યો

રાજેશ ખન્નાએ મેગેઝિન વાંચતાની સાથે જ પોતાના ડ્રાઈવરને સલીમખાનને બોલાવી લાવવા કહ્યું. તેમનું ઘર મહેબૂબ સ્ટુડિયો પાસે હતું. ડ્રાઈવર તેમને લેવા આવ્યો અને કહ્યું કે કાકાએ તમને બોલાવ્યા છે. આના પર સલીમખાને કહ્યું કે ઠીક છે, હું તૈયાર થઈને આવીશ, પરંતુ ડ્રાઈવરે જીદ કરી કે તમારે મારી સાથે જ આવવું પડશે.

કારના બોનેટ પર બેસી રાહ જોતો હતો

સલીમખાન રાજેશ ખન્નાના ડ્રાઈવર સાથે મહેબૂબ સ્ટુડિયો પહોંચ્યા. તે સમયે Superstar કાકા પાસે બીજી લક્ઝરી કાર હતી, જેના બોનેટ પર બેસીને તેઓ મેગેઝિન વાંચતા હતા. જ્યારે સલીમ ખાન તેમની પાસે પહોંચ્યા તો રાજેશ ખન્નાએ પહેલા તેમની તરફ જોયું અને પછી મેગેઝિન તરફ જોયું. આ પછી તેણે તેમના પર સવાલ ઉઠાવ્યા.

કાકા સલીમ ખાનથી નારાજ

રાજેશ ખન્નાએ સલીમ જાવેદને પૂછ્યું, શું તમને લાગે છે કે સંજીવ કુમાર સારા અભિનેતા છે? જવાબ આપતા સલીમ ખાને કહ્યું- હા, અલબત્ત. જો કોઈ મેગેઝિન તમારા પર કવર સ્ટોરી કરે તો હું પણ તમારા વખાણ કરીશ. આ સાંભળીને રાજેશ ખન્ના ત્યાંથી ઉભા થઈ ગયા. આ પછી તેણે 6 મહિના સુધી Superstarએ સલીમ ખાન સાથે વાત કરી ન હતી અને સંબંધનો અંત લાવી દીધો હતો.

Advertisement

Trending News

.

×