Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Sobhita Dhulipalaએ કર્યો મોટો ઘટસ્ફોટ

જાણીતી અભિનેત્રી Sobhita Dhulipala (Ex  Femina Miss India Sobhita Dhulipala)ના નામથી તો પરિચિત હશે જ અને તેનાથી પરિચિત હોવા છતાં તેના ચાહક ન હોય એ શક્ય જ નથી. કારણ કે વેબ સિરીઝ બાદ બોલીવુડની ફિલ્મોમાં  પણ શોભિતાએ પોતાનો જાદુ પાથર્યો...
sobhita dhulipalaએ કર્યો મોટો ઘટસ્ફોટ

જાણીતી અભિનેત્રી Sobhita Dhulipala (Ex  Femina Miss India Sobhita Dhulipala)ના નામથી તો પરિચિત હશે જ અને તેનાથી પરિચિત હોવા છતાં તેના ચાહક ન હોય એ શક્ય જ નથી. કારણ કે વેબ સિરીઝ બાદ બોલીવુડની ફિલ્મોમાં  પણ શોભિતાએ પોતાનો જાદુ પાથર્યો અને પોતાના બોલ્ડ લુક અને ટોપ ક્લાસ અભિનયથી એક મોટો ચાહક વર્ગ ઊભો કર્યો છે.

Advertisement

બોલીવુડથી સીધી હોલીવુડ

 Sobhita Dhulipala એ મોટી છલાંગ મારી છે અને બોલીવુડથી સીધી હોલીવુડ પહોંચી ગઇ છે. બે જ દિવસ બાદ શોભિતા પોતાનો જન્મદિવસ ઉજવશે ત્યારે તેના વિશે ઘણી રસપ્રદ માહિતી તમને જણાવીએ. હોલીવુડ સુધી પહોંચવાની સફર શોભિતા માટે જરાય સહેલી નહોતી. 1000થી વધારે ઑડિશનમાં રિજેક્શન, સ્કીન કલર ડાર્ક હોવાના કારણે થતો ભેદભાવ આ બધી જ પરેશાનીઓથી ઝઝૂમ્યા બાદ શોભિતા હોલીવુડ પહોંચી અને તેનો સંઘર્ષ રંગ લાવ્યો.

શોભિતાનો જન્મ 31 મે, 1992ના રોજ આંધ્ર પ્રદેશના તેનાલીમાં એક તેલુગુ કુટુંબમાં થયો હતો. તેના પિતા વેણુગોપાલ રાવ મર્ચન્ટ નેવીમાં એન્જિનિયર રહી ચૂક્યા છે જ્યારે તેની માતા પ્રાઇમરી સ્કૂલમાં ટીચર હતી. શોભિતાએ કોમર્સ અને ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને તેણે લૉનો અભ્યાસ  પણ કર્યો છે. શોભિતાએ કૉલેજનો અભ્યાસ  મુંબઈ યુનિવર્સિટીથી પૂરો કર્યો. શોભિતા કુચીપુડી અને ભારતનાટ્યમમાં  પણ પારંગત છે.

Advertisement

મિસ અર્થ 2013માં ભારતનું પ્રતિનિધિત્વ

શોભિતાની કૉલેજની એક ફ્રેન્ડે તેને મોડેલ બનવાની સલાહ આપી હતી જ્યાર બાદ તેણે મિસ અર્થ 2013માં ભારતનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. તેણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે શરૂઆતમાં તેણે અનેક રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો અને તેના કારણે તે ઘણી નિરાશ થઇ જતી હતી. તેણે લગભગ એક હજાર ઑડિશન આપ્યા હતા અને છતાં તેને કોઇ ચાન્સ મળતો નહોતો જેના કારણે તે ઘણી હતાશ ઘઇ ગઇ હતી.

ઇન્ડસ્ટ્રીમાં એક આઉટસાઇડર થઇને આવવું એ ઘણું જ મુશ્કેલ

 Sobhita Dhulipala એ જણાવ્યું કે “ઇન્ડસ્ટ્રીમાં એક આઉટસાઇડર થઇને આવવું એ ઘણું જ મુશ્કેલ છે અને તેણે લગભગ 3 વર્ષ સુધી ઑડિશન આપ્યા હતા. આ ઉપરાંત કાળા રંગના કારણે  પણ ઘણા રોલ ગુમાવવા પડ્યા હોવાનું શોભિતાએ જણાવ્યું હતું. તે કહે છે કે મારો રંગ ગોરો ન હોવાથી હું રોલમાં ફીટ નહીં બેસું એમ કહી મને રિજેક્ટ કરી દેવામાં આવતી હતી.”

Advertisement

“જોકે અનુરાગ કશ્યપની ફિલ્મ ‘રાઘન રમન 2.0’ ફિલ્મ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં દેખાડવામાં આવી તેમાં ત્યારે મારા પાત્રને ખૂબ જ પ્રશંસા મળી અને તે  પણ આંતરરાષ્ટ્રીય સ્તરે. ત્યાર બાદ શોભિતાએ ‘મેડ ઇન હેવન’ વેબ સિરીઝમાં પણ લીડ રોલ ભજવ્યો હતો.”

પછી તો શોભિતાને મણિરત્નમની ‘પેન્નિયન સેલ્વન ચેપ્ટર-2’માં રોલ મળ્યો અને તેણે કો-લીડ એક્ટ્રેસ તરીકે ભૂમિકા ભજવી હતી. આ બંને ફિલ્મે લગભગ 800 કરોડ રૂપિયાનો વકરો કર્યો હતો. ત્યાર બાદ શોભિતાએ દેવ પટેલ દ્વારા બનાવવામાં આવેલી હોલીવુડ ફિલ્મ ‘મંદકી’માં  પણ કામ કર્યું હતું. બે જ દિવસ બાદ જન્મદિવસ ઉજવનારી શોભિતાને આગળ પણ આવી જ સફળતા મળે તેવી તેના ચાહકોની વીશ છે.

આ પણ વાંચો- casting couch-દિગ્દર્શકે 50 વર્ષની અભિનેત્રીને પણ ન છોડી 

Advertisement

.