Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિવાદોમાં સપડાઈ 'સિર્ફ એક બંદા કાફી હૈ' ફિલ્મ, આસારામ બાપુ ટ્રસ્ટે મોકલી નોટિસ

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ બાજપેયી (Manoj Bajpayee) ની આગામી ફિલ્મ 'સિર્ફ એક બંદા કાફી હૈ' (Sirf ek Bandaa Kafi hai) આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. ફિલ્મને લઈને અનેક પ્રતિબંધો હોવા છતાં પણ તે જોવા મળી રહી છે. અને હવે તાજેતરમાં...
વિવાદોમાં સપડાઈ  સિર્ફ એક બંદા કાફી હૈ  ફિલ્મ  આસારામ બાપુ ટ્રસ્ટે મોકલી નોટિસ

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ બાજપેયી (Manoj Bajpayee) ની આગામી ફિલ્મ 'સિર્ફ એક બંદા કાફી હૈ' (Sirf ek Bandaa Kafi hai) આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. ફિલ્મને લઈને અનેક પ્રતિબંધો હોવા છતાં પણ તે જોવા મળી રહી છે. અને હવે તાજેતરમાં આ ફિલ્મને આસારામ બાપુ (Asaram Bapu) ટ્રસ્ટ તરફથી લીગલ નોટિસ મળી છે.

Advertisement

'સિર્ફ એક હી બંદા કાફી હૈ' ફિલ્મ મુશ્કિલમાં

અભિનેતા મનોજ બાજપેયીની આગામી ફિલ્મ 'સિર્ફ એક હી બંદા કાફી હૈ' તેના ટ્રેલરને લઈને વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં મનોજ બાજપેયી એક વકીલની ભૂમિકામાં છે જે સ્વયંભૂ ગોડમેનના વિરોધમાં કેસ લડે છે, જેના પર સગીર પર દુષ્કર્મનો આરોપ છે, જેને લઇને લોકોએ અનુમાન લગાવ્યું છે કે આ ફિલ્મ આસારામ બાપુ પર છે કારણ કે ફિલ્મમાં મનોજ બાજપેયીનું નામ પીસી સોલંકી છે જે વાસ્તવિક જીવનમાં આસારામ સામે લડી રહ્યા છે. જે પછી 8 મે ના રોજ ટ્રેલર રિલીઝ થયા બાદ આસારામ બાપુ ટ્રસ્ટે આ ફિલ્મ પર નોટિસ જાહેર કરી દીધુ છે. ટ્રસ્ટનું કહેવું છે કે, આ ફિલ્મની વાર્તા આસારામ બાપુની વાર્તા છે. તે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન અગેન્સ્ટ સેક્સ્યુઅલ ઓફેન્સ (પોસ્કો) એક્ટ હેઠળ સગીર છોકરીનો કેસ લડી રહ્યો છે. તેના પર એક પાખંડી દ્વારા જાતીય શોષણનો આરોપ લગાવવામાં આવ્યો છે. મનોજ જ્યારે એકલા હાથે સગીર બાળકી પર દુષ્કર્મનો કેસ લડે છે ત્યારે તેને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે આ દર્શાવે છે.

Advertisement

મનોજ બાજપેયી પીસી સોલંકીની ભૂમિકામાં

ફિલ્મનું ટ્રેલર દર્શાવે છે કે, ફિલ્મ વાસ્તવિક જીવનની ઘટનાઓથી પ્રેરિત છે. આ ટ્રેલરને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. અટકળો ચાલી રહી છે કે ફિલ્મમાં ગોડમેન બીજું કોઈ નહીં પણ આસારામ બાપુ છે. મનોજ બાજપેયી પીસી સોલંકીની ભૂમિકા ભજવી રહ્યા છે. પીસી સોલંકી એ જ વકીલ છે જેમણે આસારામ સામે કેસ લડ્યો હતો અને તેમને જેલમાં મોકલી દીધા હતા. હવે આસારામ બાપુના ચેરિટેબલ ટ્રસ્ટે ફિલ્મના નિર્માતાઓને કાનૂની નોટિસ મોકલી છે. જેમાં કોર્ટને ફિલ્મના પ્રમોશન અને રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરવામાં આવી છે. ઉપરાંત, આસારામ બાપુ ટ્રસ્ટના વકીલોએ દલીલ કરી હતી કે આનાથી તેમના ભક્તો અને અનુયાયીઓની ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે.

Advertisement

આ પણ વાંચો - જે લોકો બેંગકોક ફ્લાઈટમાં જૂઠ્ઠુ બોલીને આવ્યા છે તેમને ભાભીજી… જુઓ આ પાયલોટનું એનાઉન્સમેન્ટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.