Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શૈલેન્દ્ર, રાજકપૂરના ચાર સ્તંભોમાંનો એક સ્તંભ, વાંચો રોચક અહેવાલ

અહેવાલ--કનુ જાની રાજકપુર એક મુશાયરામાં પિતા પૃથ્વીરાજ સાથે ગયેલા.એમને એક કવિની રચનાઓએ પ્રભાવીત કર્યા.સમાપન પછી એ પેલા કવિને મળ્યા.શ્યામવર્ણ અને સાવ સામાન્ય લાગતા એ કવિને રાજસાબે પોતાનું વિઝીટીંગ કાર્ડ આપ્યું અને પોતાની ફિલ્મોમાં ગીત લખવા કહ્યું.પેલા કવિએ તો કહી દીધું...
શૈલેન્દ્ર  રાજકપૂરના ચાર સ્તંભોમાંનો એક સ્તંભ  વાંચો રોચક અહેવાલ
અહેવાલ--કનુ જાની
રાજકપુર એક મુશાયરામાં પિતા પૃથ્વીરાજ સાથે ગયેલા.એમને એક કવિની રચનાઓએ પ્રભાવીત કર્યા.સમાપન પછી એ પેલા કવિને મળ્યા.શ્યામવર્ણ અને સાવ સામાન્ય લાગતા એ કવિને રાજસાબે પોતાનું વિઝીટીંગ કાર્ડ આપ્યું અને પોતાની ફિલ્મોમાં ગીત લખવા કહ્યું.પેલા કવિએ તો કહી દીધું કે ફિલ્મોમાં ગીત લખવામાં એને જરાય રસ નથી અને કાર્ડ પરત કરવા ગયો ત્યાં આર.કે.એ કહ્યું કે કાર્ડ રાખો. જરૂર પડ્યે ગમે ત્યારે મળજો.એ હતા શૈલેન્દ્રજી-શંકરદાસ કેસરીલાલ.રેલ્વેમાં ચોથાવર્ગના કર્મચારી.મુંબઈના માટુંગા રેલ્વે ક્વાર્ટર્સમાં રહે.
એક વાર ચોમાસાના દિવસો.મુંબઈનું ચોમાસું.ધોધમાર વરસાદ પડે.દીકરી બિમાર.તાવ સખત.એમાં આંચકી ઉપડી.એક બાજુ વરસાદ અને હોસ્પીટલ જવાના પૈસા ય નહીં.મુંઝવણ હતી.ત્યાં પેલું વિઝીટીંગ કાર્ડ યાદ આવ્યું.એ લઈ ફોન કરવા માટુંગા સ્ટેશને ગયા.ફોન કર્યો.હકીકત કહી.વિશ્વાસ નહોતો પણ એ બિમાર દીકરીનો મજબુર બાપ હતો.સામે છેડેથી સરનામુ મંગાયું.સરનામું લખાવ્યું.થોડી વારમાં તો એક ગાડી આવી.બાળકીને લઈ ગાડી બ્રિચકેન્ડી હોસ્પિટલ પહોંચી.ચાર દિવસની સઘન સારવાર બાદ દીકરી સાજી થઈ.રજા અપાઈ.હિમાલય જેવા ઊપકાર તળે શંકરલાલ દબાયા.ઋણ કેમ ચૂકવવું? એ જાણે કે આર.કે.ફિલ્મ બરસાત બનાવી રહ્યા હતા.એક ગીત લખ્યું અને આર.કે.સ્ટુડીયો પહોંચ્યા.રાજસાબે એમને સન્માન આપ્યું.શંકરલાલે ગીત આપ્યું.રાજ્કપુરે કહ્યું બરસાતનું શુટીંગ તો પુરૂં થઈ ગયું છે.ફિલ્મ એડીટીંગ ટેબલ પર છે....ફરી કોઇ વાર જોઇશું.એ ભાંગેલા પગે પાછા ફર્યા.એમના ગયા પછી રાજકપુરે ગીત વાંચ્યું.સીધો શંકરજયકિશનને ફોન કરી બોલાવ્યા અને કહ્યું તાક ધિના ધિન ..પૃથ્વી થીયેટરમાં જ્યારે નાટકની અમદાવાદની ટુરમાં રાયપુર મિલ કંપાઊંડ્માં (હાલ ન્યુ ક્લોથ માર્કેટ)ડેરાતંબુ હતા ત્યારે રાતે શૉ પછી રાજ અને શંકર વિગેરે યુવાનો મસ્તી કરતા હતા ત્યારે આ તાક ધિનાધિનની ટ્યુન બનેલ. પણ ફિલ્મમાં આ ગીત રાખવું ક્યાં? આમેય ફિલ્મ લાંબી બની ગયેલ...તો ય એ ગીત રેકોર્ડ કર્યું અને એટલું તો સારૂં બન્યું કે સ્ટુડીયોમાં સેટ ઉભો કરી ફિલ્માવાયું અને ફિલ્મમાં રાખ્યું અને ફિલ્મ એ ગીતથી જ હિટ ગઈ અને બોલિવુડને શૈલેન્દ્ર નામે મહાન ગીતકાર મળ્યો જે રાજકપુરના ચાર સ્તંભોમાંનો એક સ્તંભ મળ્યો.
Advertisement
Tags :
Advertisement

.