શાહરૂખ ખાને તેના જન્મદિવસ ઉપર આપી મોટી ભેટ, મચ અવેટેડ ડંકીનું ટીઝર થયું રીલીઝ
વર્ષ 2023નું વર્ષ શાહરૂખ ખાન માટે ઘણું સફળ રહ્યું છે. છેલ્લા દાયકામાં આવેલી તેની ફિલ્મો 300 કરોડની કમાણી પણ માંડ માંડ કરતી હતી. પરંતુ વર્ષ 2018 માં ઝીરો ફિલ્મ ફ્લોપ થયા બાદ શાહરૂખે ચાર વર્ષનો લાંબો બ્રેક લીધો હતો. વર્ષ 2023 માં જાન્યુઆરીમાં પઠાણ સાથે શાહરૂખે ધમાકેદાર કમબેક કર્યું હતું. પરંતુ પઠાણ તો બસ શુરુઆત હતી, અસલી ધમાકો તો હાજી પણ આવવાનો બાકી હતો. સપ્ટેમ્બરમાં આવી એટલી કુમાર દ્વારા નિર્દેશિત જવાન. આ ફિલ્મે તો જુના બધા જ રેકોર્ડ તોડીને નવો વિક્રમ સર્જ્યો હતો.
કિંગ ખાને આપી તેના જન્મદિવસની ભેટ
પરંતુ આ વર્ષે શાહરુખ ખાનની હજી પણ એક ફિલ્મ આવવાની બાકી છે. રાજકુમાર હીરાનીની ફિલ્મ ડંકી ડિસેમ્બર મહિનામાં રૂપેરી પડદે આવવા માટે તૈયાર છે. આજ રોજ શાહરુખ ખાનના જન્મદિવસના નિમિતે કિંગ ખાને તેના જન્મદિવસની ભેટ ડંકીના ટીઝરના રૂપમાં તેના ફેન્સને આપી છે.
કેવી છે ફિલ્મની વાર્તા
શાહરુખ અને રાજકુમાર હીરાનીની ડંકીનું પહેલું ટીઝર આવી ગયું છે. જેની જનતા આતુરતાથી રાહ જોઈ રહી હતી. આ પહેલું ટીઝર છે, ટૂંક સમયમાં બીજું ટીઝર આવશે. ચાલો હવે આ ટીઝર વિશે વાત કરીએ. ફિલ્મના ટીઝરમાં આપણને રાજકુમાર હિરાણીની છાપ દેખાય છે. તેની જૂની ફિલ્મોની જેમ જ આ ફિલ્મમાં પણ ઈમોશન, ડ્રામા અને કોમેડીનું મિશ્રણ છે.
ડંકીમાં, શાહરૂખ ખાન હાર્ડી નામના યુવકનું પાત્ર બજવી રહ્યો છે. એક માણસ તેના નજીકના સાથીઓ સાથે લંડનમાં સ્થળાંતર કરવાનું સ્વપ્ન ધરાવે છે. તાપસી પન્નુ મનુની ભૂમિકામાં છે, જ્યારે વિકી કૌશલ સુખીનું પાત્ર ભજવે છે. વાર્તા પંજાબની છે તેવું ટીઝર જોતા આપણને જણાય છે. જ્યાં યુવાનોનું એક જૂથ વિદેશમાં ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટેની ઝખના કરે છે.
SRK એ ટીઝર શેર કરતા લખ્યું - 'આ પ્રવાસનો ભાગ બનવું એ સન્માનની વાત'
A story of simple and real people trying to fulfill their dreams and desires. Of friendship, love, and being together… Of being in a relationship called Home!
A heartwarming story by a heartwarming storyteller. It's an honour to be a part of this journey and I hope you all come… pic.twitter.com/AlrsGqnYuT— Shah Rukh Khan (@iamsrk) November 2, 2023
વિડિયો શેર કરતાં, SRKએ X પર લખ્યું, “સાદા અને વાસ્તવિક લોકોની વાર્તા જે તેમના સપના અને ઇચ્છાઓને પૂર્ણ કરવાનો પ્રયાસ કરે છે. મિત્રતા, પ્રેમ અને સાથે રહેવું … ! હૃદયસ્પર્શી વાર્તાકારની હૃદયસ્પર્શી વાર્તા. આ પ્રવાસનો ભાગ બનવું એ સન્માનની વાત છે અને મને આશા છે કે તમે બધા અમારી સાથે આવશો."
આ પણ વાંચો -- નિષ્ફળતાઓને નેવે મૂકી, 58 વર્ષે પણ વટથી “જવાન” શાહરૂખ ખાન
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે