Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રણબીર કપૂરની Animal એ તેની રિલીઝના 4 દિવસ પહેલા કરી કરોડો રૂપિયાની કમાણી

Animal ફિલ્મનું એડવાન્સ બુકિંગ ચાલુ થઈ ગયું છે અને લોકો આ ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સુક છે. તેના ટીઝર અને ટ્રેલરને ખૂબ પસંદ કરવામાં આવ્યું છે. રણબીર કપૂર, અનિલ કપૂર અને બોબી દેઓલના પાત્રોને પડદા પર જોવા માટે દરેક...
રણબીર કપૂરની animal એ તેની રિલીઝના 4 દિવસ પહેલા કરી કરોડો રૂપિયાની કમાણી
Advertisement

Animal ફિલ્મનું એડવાન્સ બુકિંગ ચાલુ થઈ ગયું છે અને લોકો આ ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સુક છે. તેના ટીઝર અને ટ્રેલરને ખૂબ પસંદ કરવામાં આવ્યું છે. રણબીર કપૂર, અનિલ કપૂર અને બોબી દેઓલના પાત્રોને પડદા પર જોવા માટે દરેક લોકો ખૂબ જ ઉત્સુક લાગે છે. તેની અસર એડવાન્સ બુકિંગમાં પણ જોવા મળી રહી છે.હવે આ ફિલ્મના એડવાન્સ બુકિંગના પહેલા દિવસની કમાણીના આંકડા સામે આવ્યા છે.

Advertisement

પ્રથમ દિવસે કેટલી ટિકિટ વેચાઈ ?

આજે જો કોઈ મોટી ફિલ્મ રીલિઝ થવા જઈ રહી હોય તો તેની ધમાલ થોડા દિવસ પહેલાથી જ બોક્સ ઓફિસ પર દેખાવા લાગે છે. રણબીર કપૂરની ફિલ્મ એનિમલમાં પણ કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. તેની ફિલ્મના ટ્રેલરની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે અને ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ જોરદાર ચાલી રહ્યું છે. એડવાન્સ બુકિંગની વાત કરીએ તો રણબીર કપૂરની ફિલ્મે પહેલા દિવસે 3.6 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

Advertisement

રણબીર કપૂરની ફિલ્મના આ નવીનતમ એડવાન્સ બુકિંગ આંકડા હિન્દી, તેલુગુ અને તમિલ ભાષાઓ માટે છે. આ ફિલ્મ વિદેશમાં પણ સારી કમાણી કરશે તેવી આશા છે. રણબીર કપૂરની છેલ્લી કેટલીક ફિલ્મોએ સારી કમાણી કરી છે. આવી સ્થિતિમાં તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર 500 કરોડનો આંકડો પાર કરે છે કે નહીં તે જોવું રહ્યું.

Advertisement

ફિલ્મની વાત કરીએ તો રણબીર કપૂર અને રશ્મિકા મંડન્નાની જોડી પહેલીવાર સાથે જોવા મળશે. ચાહકોના મનમાં એક સવાલ પણ છે કે ફિલ્મમાં રશ્મિકાની ભૂમિકા કેટલી મોટી હશે. કારણ કે ટ્રેલરમાં તેના પાત્રની લંબાઈ વધારે નથી. બોબી દેઓલે ટ્રેલરમાં 10-11 સેકન્ડના સીનમાં જોરદાર વિલનની ભૂમિકામાં નજર આવે છે.

આ પણ વાંચો - રિલિઝ પહેલા જ ANIMAL ફિલ્મ વિવાદમાં, કોપી કરવાનો લાગ્યો આરોપ

આ પણ વાંચો - Alia Bhatt નો આ અવતાર જોઇ તમે પણ કહેશો કે કાશ મારી સાથે પણ…, જુઓ Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×