Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Nargis Dutt -રેખા પર અશ્લીલ આરોપો

Nargis Dutt. બોલીવુડમાં આદરથી લેવાતું નામ. પોતાની ઉજ્જવળ કારકિર્દીમાં પણ એ મીડિયાથી ખાસ અંતર રાખતાં પણ એકવાર 1976 માં એક ઇન્ટરવ્યૂમાં એમણે રેખા વિષે એક સ્ફોટક ખૂલાસો કરી ખળભળ મચાવી દીધી.નરગિસ એક પત્ની હતી અને એક માં પણ હતી. રેખાના...
nargis dutt  રેખા પર અશ્લીલ આરોપો
Advertisement

Nargis Dutt. બોલીવુડમાં આદરથી લેવાતું નામ. પોતાની ઉજ્જવળ કારકિર્દીમાં પણ એ મીડિયાથી ખાસ અંતર રાખતાં પણ એકવાર 1976 માં એક ઇન્ટરવ્યૂમાં એમણે રેખા વિષે એક સ્ફોટક ખૂલાસો કરી ખળભળ મચાવી દીધી.નરગિસ એક પત્ની હતી અને એક માં પણ હતી. રેખાના પતિ સુનિલદત્ત અને પૂત્ર સંજય દત્ત સાથેના સુંવાળા સંબંધો અંગે જિંદગીમાં પહેલીવાર નરગિસ દત્તે મીડિયામાં ઇન્ટરવ્યૂમાં મોટો ધડાકો કર્યો. 

Nargis Dutt એ કહ્યું- રેખા પુરુષોને સિગ્નલ આપે છે...કેટલાક તેને ડાકણ પણ માને છે. હા, એક સમયે  રેખા પર સુનીલ દત્તની પત્ની અને  સંજય દત્તની માતા નરગીસજી દ્વારા આ ચોંકાવનારી ટિપ્પણીઓ અને આ અશ્લીલ આરોપો લગાવવામાં આવ્યા હતા.

Advertisement

રેખા અને સંજયદત્તના સંબંધની બોલીવુડમાં ચર્ચા  

નરગીસજીએ વર્ષ 1976માં આપેલા એક ઈન્ટરવ્યુમાં રેખા માટે પૂછ્યું હતું.. એક સમય એવો આવ્યો હતો જ્યારે રેખાનું નામ સંજયદત્ત સાથે જોડવામાં આવતું હતું.. અગાઉ એક સમય એવો પણ હતો જ્યારે રેખાનું નામ જોડવામાં આવ્યું હતું-સુનીલ દત્તસાહબ સાથે... અને નરગીસને આ વાતની પહેલાથી જ જાણ હતી... ખરેખર, બજારમાં તે દિવસોમાં રેખા અને સુનીલ દત્તના અફેરની ગપસપ જોરશોરથી ચાલી રહી હતી અને બંનેના સમાચાર બજારમાં આડેધડ ફેલાઈ રહ્યા હતા.

Advertisement

બોલિવૂડ મેગેઝીનની ગોસિપ કોલમમાં સુનીલ દત્ત

સુનીલ દત્ત અને રેખાએ કેટલીક ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું અને કેટલીક આગામી ફિલ્મોમાં પણ કામ કરવાના હતા. પરંતુ થોડા દિવસો પછી રેખાનું નામ બોલિવૂડ મેગેઝીનની ગોસિપ કોલમમાં સુનીલ દત્ત સાથે જોડાવા લાગ્યું. આનાથી નરગીસ ખૂબ જ પરેશાન થવા લાગી. કારણ કે તેણે રેખાના અફેરની વાતો અગાઉ પણ સાંભળી હતી. રેખાની આ હરકતોને કારણે નરગીસજીને રેખા બિલકુલ પસંદ ન હતી. અને પછી એક દિવસ નરગીસજી પણ રેખા પર ગુસ્સે થઈ ગઈ.. ખરેખર એક ઈન્ટરવ્યુ માર્કેટમાં આવ્યો..

નરગીસે ​​રેખાની ઝાટકણી કાઢી

એ વર્ષ હતું 1976.  1976માં આપેલા એક ઈન્ટરવ્યુમાં નરગીસે ​​રેખાની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું ક:”રેખા અન્ય પુરૂષોને એવા સંકેત આપે છે કે જાણે તે સરળતાથી ઉપલબ્ધ હોય.” નરગીસજીએ વધુમાં કહ્યું હતું કે “હું રેખાની સમસ્યા સમજી ગઇ  છું. કારણ કે મારી કારકિર્દીમાં મેં ઘણા એવા લોકો સાથે કામ કર્યું છે જેમને માનસિક સમસ્યા છે.”

રેખાને એક સારા અને મજબૂત પુરુષની જરૂર 

નરગીસજીએ આગળ શું કહ્યું તે પણ સાંભળવા જેવું છે.. રેખાને જજ કરતી વખતે નરગીસજી કહે છે કે :”રેખા પણ ખોવાયેલી રહે છે. તેને એક સારા અને મજબૂત પુરુષની જરૂર છે.” રેખાને આ વાત ફક્ત નરગીસ જ કહી શકે અને બીજા કોઈમાં હિંમત ન હોય..

.વાસ્તવમાં સંજય દત્તે રેખા સાથે 1984માં આવેલી ફિલ્મ ‘જમીન આસમાન”માં કામ કર્યું હતું. તે ફિલ્મમાં રેખા ઉપરાંત શશિ કપૂર, રાખી ગુલઝાર અને અનિતારાજ પણ હતા. હવે એવું પણ કહેવાય છે કે તે દરમિયાન સંજય કેટલીક અંગત સમસ્યાઓના કારણે પરેશાન હતો.. અને રેખા સંજયને ભાવનાત્મક ટેકો આપતી હતી પરંતુ તેમની વચ્ચેની નિકટતા જોઈને તેમના અફેરના સમાચાર મીડિયામાં ફેલાઈ ગયા હતા.. આ દરમિયાન , રેખા તેની માંગ પર સજયના નામ પર સિંદૂર પણ લગાવતી એવી વાત પણ ચર્ચાના ચાકળે હતી.

આ પણ વાંચો- Shabana Azmi-શશિકપુર માટે હ્રદયનો એક ખૂણો અનામત 

Advertisement

Related News

featured-img
મનોરંજન

'તે સિંગલ...' પાકિસ્તાનની વહુ બનશે Ameesha Patel? એક્ટ્રેસે તોડ્યું મૌન

featured-img
મનોરંજન

Saif Ali Khan: બંધ રૂમમાંથી આ રીતે ભાગ્યો આરોપી, સૈફના સ્ટાફ અંગે નવા ખુલાસા

featured-img
મનોરંજન

Saif Ali Khan ટૂંક સમયમાં ઘરે પરત ફરશે, બહેન સોહાએ આપી અપડેટ, કહ્યું- હું ભાગ્યશાળી છું કે...

featured-img
મનોરંજન

સૈફ અલી ખાન પર હુમલો કરનાર આરોપી મુંબઈમાં કોના સંપર્કમાં હતો? તેણે પહેલા પણ ગુનો કર્યો છે?

featured-img
મનોરંજન

સની દેઓલે 'ગદર 2'માં જે ન કર્યું, તે 'જાટ'માં કરશે, શાહરૂખ-રણબીર, બધાને છોડશે પાછળ

featured-img
મનોરંજન

લગ્નના બંધનમાં બંધાયો સિંગર દર્શન રાવલ, લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

×

Live Tv

Trending News

.

×