Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Film Teesri Manzil-આર. ડી. બર્મનના નામે

Film Teesri Manzil ના નિર્માણની 1965-66ની વાત છે. પ્રખ્યાત નિર્દેશક નાસિર હુસૈન બનાવી રહ્યા હતા જેનું નિર્દેશન દેવ સાહેબના ભાઈ વિજય કરવાના હતા. દેખીતી રીતે જ ફિલ્મના હીરો તરીકે તેમની પ્રથમ પસંદગી દેવ આનંદ હતા અને પ્રથમ સંગીત નિર્દેશનનું નામ...
film teesri manzil આર  ડી  બર્મનના નામે

Film Teesri Manzil ના નિર્માણની 1965-66ની વાત છે. પ્રખ્યાત નિર્દેશક નાસિર હુસૈન બનાવી રહ્યા હતા જેનું નિર્દેશન દેવ સાહેબના ભાઈ વિજય કરવાના હતા. દેખીતી રીતે જ ફિલ્મના હીરો તરીકે તેમની પ્રથમ પસંદગી દેવ આનંદ હતા અને પ્રથમ સંગીત નિર્દેશનનું નામ એસ.ડી. બર્મન હતું.

Advertisement

 દેવ સાહેબની જગ્યાએ શમ્મી કપૂર

હવે બે મુસીબતો એક સાથે આવી ગઈ...દેવ સાહેબ 'ગાઈડ'ના અંગ્રેજી વર્ઝનમાં વ્યસ્ત હતા અને બર્મન દાદાની તબિયત ખરાબ હતી...એવા સમાચાર એવા પણ છે કે અભિનેત્રી સાધનાની સગાઈમાં દેવ સાહેબ અને નાસિર હુસૈન વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થયો હતો. તેથી દેવ સાહેબે આ ફિલ્મ છોડી દીધી..તેથી દેવ સાહેબની જગ્યાએ શમ્મી કપૂરને લેવામાં આવ્યા, જેમણે અગાઉ હુસૈનની બે મોટી હિટ ફિલ્મો ‘તુમસા (1957) નહીં દેખ’ અને ‘દિલ દેખે દેખો (1959)’ માં કામ કરેલું હતું.

નાસિર હુસૈન જેવો દિગ્ગજ શમ્મી કપૂરની જ સલાહ લે કેમ?

હીરો ફાઈનલ પછી, સંગીતકારના નામ પર ચર્ચા શરૂ થઈ... એસ.ડી. બર્મન સાહેબે નાસિર સાહેબને તેમના પુત્ર પંચમ એટલે કે આર.ડી. બર્મનને તક આપવા વિનંતી કરી 'તીસરી મંઝિલ' એક મર્ડર મિસ્ટ્રી હતી જે સંપૂર્ણ સંગીત પર આધારિત હતી, આવી સ્થિતિમાં એસડી બર્મન જેવા દિગ્ગજ સંગીતકરને બદલે નવોદિત સંગીતકાર આર.ડી.બર્મન પર છૂટકે ભરોસો કરવો એક જોખમ હતું. તેથી તેણે શમ્મી કપૂરની સલાહ લેવું જરૂરી સમજ્યું. હવે વિચારો કે નાસિર હુસૈન જેવો દિગ્ગજ શમ્મી કપૂરની જ સલાહ લે કેમ?

Advertisement

આપણે બધા જાણીએ છીએ કે શમ્મી કપૂરની ફિલ્મોના સંગીતે શમ્મી કપૂરની કારકિર્દીને ઉંચાઈ પર લઈ જવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી અને સંગીત પ્રત્યેની તેમની સમજ પણ બેજોડ હતી, દરેક ફિલ્મના સંગીતમાં તેમનું સકારાત્મક યોગદાન હોય જ. તેમને પૂછ્યા વગર ફિલ્મનું સંગીત ફાઇનલ કરી શકાતું ન હતું.

 શમ્મીને એક વાર પંચમને સાંભળવાની વિનંતી કરવામાં આવી

શમ્મી કપૂરે મોટાભાગે શંકર-જયકિશન અને ઓ.પી. નય્યર સાહેબ સાથે કામ કર્યું હતું, તેથી શમ્મીને એક વાર પંચમને સાંભળવાની વિનંતી કરવામાં આવી હતી, આ સાથે જ જયકિશન સાહેબ પણ હતા પોતે પણ જોડાયા હતા, જે શમ્મી સાહેબની પહેલી પસંદ હતા, તેથી તેઓ આર.ડી.ને સાંભળવા સંમત થયા. પંચમ શમ્મી કપૂર પાસે ઑડિશન માટે ગયા.... શમ્મી કપૂરે કહ્યું...

Advertisement

“તમે શું કંપોઝ કર્યું છે? મને કહો”

પંચમે પ્રથમ ગીતની ધૂન સંભળાવી...ગીત હતું દિવાના મુઝસા નહીં ઇસ અંબર કે નીચે “

પંચમે ધૂન શરૂ કરતાની સાથે જ શમ્મી સાહેબ અવાક બની ગયા. આરડીએ બીજું કંપોજીશન સંભળાવ્યું આ મૂળ ધૂન નેપાળી ગીત 'ઓ કાંચા' પરથી લેવામાં આવી હતી, તેથી પંચમ થોડો નર્વસ હતો જ્યારે તેણે ગાવાનું શરૂ કર્યું ત્યારે શમ્મી કપૂરે તેને દિલાસો આપ્યો અને કહ્યું...”વાહ,આ જ ધૂન જોઈએ." 

હવે પંચમે ‘ઓ મેરે સોના રે સોના રે સોના’, પછી ‘ઓ હસીના ઝુલ્ફોં વાલી’નું કમ્પોઝિશન સંભળાવ્યું. ગીત હજી લખાયું નહોતું તો ય કંપોજીશન ગજબનું હતું. પછી એક પછી એક બધા ગીતોની ધૂન સંભળાવી, એક કલાકમાં તો પંચમે શમ્મી સાહેબને તમામ ગીતોની ધૂન સંભળાવી,આટલી નાની ઉંમરે તેમની સંગીતની સમજથી પ્રભાવિત થઈ ગયા.

Film Teesri Manzil  માટે અસાધારણ સંગીત

સંગીતકાર એસ.ડી. બર્મનના પુત્ર આર.ડી. બર્મને Film Teesri Manzil માટે અસાધારણ સંગીત આપ્યું. પહેલાં તો બધાં જ ગીત હિટ હતાં. ફિલ્મના ગીતોનું ફિલ્માંકન પણ ઉત્તમ હતું. "ઓહ હસીના ઝુલ્ફોન વાલી" જેવા ઉર્જાથી ભરેલા ગીતો હોય કે "આજા આજા" જેવા ગીતો હોય. ". ગીતો રોક એન રોલ બેઝ સોંગ્સ હતાં...આ ગીતો ખૂબ જ લોકપ્રિય થયા.

માત્ર સંગીતકાર એ.આર. રહેમાન તેની નજીક આવી શક્યા

પછી તો પંચમદાએ ફિલ્મ જબરદસ્ત (1985) સુધી નાસિર હુસૈનની લગભગ તમામ ફિલ્મો માટે સંગીત આપ્યું.....આરડી બર્મને જે રીતે એક નવી શૈલી વિકસાવી તે અદભૂત હતી. વેસ્ટર્ન અને ઈન્ડિયન મ્યુઝિકનું મિશ્રણ કરીને પોતાની સ્ટાઈલ વિકસાવી પરંતુ કોઈ સંગીતકાર તે કરી શક્યો ન હતો, માત્ર સંગીતકાર એ.આર. રહેમાન તેની નજીક આવી શક્યા હતા….

આર.ડી.ના બહાને, બે વધુ દિગ્દર્શકો મનમાં આવે છે - સુભાષ ઘાઈ અને વિધુ વિનોદ ચોપરા... સુભાષ ઘાઈએ તેમના ટોચના દિવસોમાં એક સાથે બે ફિલ્મોની જાહેરાત કરી હતી - એક રામ-લખન અને બીજી અમિતાભ બચ્ચન સાથેની દેવા... દેવામાં રામ-લખન અને લક્ષ્મી-પ્યારેમાં આરડીનું સંગીત હતું... અમિતાભના કારણે ‘દેવા’એ અધવચ્ચે જ બંધ થઈ ગઈ.

સુભાષ ઘાઈને આરડીને જાણ કર્યા વિના, લક્ષ્મી-પ્યારેને રામ-લખનમાં લીધા અને આરડી માટે આ અપમાનજનક હતું.

પંચમના આ આકરા ઉદાસીના દિવસોમાં વિધુ વિનોદે 1942-એ લવ સ્ટોરી માટે આરડીનો સંપર્ક કર્યો. આરડી ડિપ્રેશનમાં હતા. આરડીએ કોઈ બીજાનું સંગીત લેવા કહ્યું, પરંતુ વિધુ વિનોદે સ્પષ્ટ અને ભારપૂર્વક કહ્યું કે “પંચમ જો આ ફિલ્મમાં સંગીત નહીં આપે તો ફિલ્મ જ નહીં બને.” વિધુ વિનોદ ચોપરાએ આરડીના ડામાડોળ આત્મવિશ્વાસને ટેકો આપ્યો અને આરડી, એક યોદ્ધાની જેમ, જીવનના રિંગમાં પડતા પહેલા, તેમનું સૌથી શક્તિશાળી સંગીત "1942-એ લવ સ્ટોરી" માં આપ્યું.

આ ફિલ્મમાં એક ગીત એક ગીત જાવેદ અખ્તરે આરડીને આપ્યું-‘એક લડકી કો દેખ તો ઐસા લગા’

ગીત વાંચી ખુદ વિધુ વિચારમાં પડી ગયા. ‘આ તો ગીત છે કે નિબંધ?” આને મીટરમાં ઢાળવું અશક્ય હતું પણ પંચમ ખુશ હતા.તરત એમણે જાવેદ અખ્તર અને વિધુની હાજરીમાં જ આ ગીતનું મીટર બેસાડયું. વિધુ તો અવાક બની ગયા. આ ગીત ખૂબ જ લોકપ્રિય થયું.  

આર. ડી.બર્મન એક એવા સંગીતકાર હતા જે લોકભોગ્ય સંગીત આપવામાં જ માનતા. 

આ પણ વાંચો- Hamare Baarah: ફિલ્મ માટે અન્નુ કપૂરને મળી ધમકીઓ

Advertisement

.