Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

MAHARAJ ફિલ્મના રિલીઝ બાદ પણ વિરોધ યથાવત, NETFLIX હેડક્વાર્ટરમાં ફિલ્મ વિરૂદ્ધ પિટિશન દાખલ કરાઇ

આમિર ખાનના પુત્રની ફિલ્મ MAHARAJ ઉપરથી હવે સંકટના વાદળો હટ્યા છે. ભારે વિરોધ બાદ હવે આખરે મહારાજ ફિલ્મને NETFLIX ઉપર રિલીઝ કરવામાં આવે છે. નોંધનીય છે કે, અગાઉ મેકર્સ આ ફિલ્મ 14 જૂને રિલીઝ કરવા જઈ રહ્યા હતા, પરંતુ વિવાદોને...
maharaj ફિલ્મના રિલીઝ બાદ પણ વિરોધ યથાવત  netflix હેડક્વાર્ટરમાં ફિલ્મ વિરૂદ્ધ પિટિશન દાખલ કરાઇ

આમિર ખાનના પુત્રની ફિલ્મ MAHARAJ ઉપરથી હવે સંકટના વાદળો હટ્યા છે. ભારે વિરોધ બાદ હવે આખરે મહારાજ ફિલ્મને NETFLIX ઉપર રિલીઝ કરવામાં આવે છે. નોંધનીય છે કે, અગાઉ મેકર્સ આ ફિલ્મ 14 જૂને રિલીઝ કરવા જઈ રહ્યા હતા, પરંતુ વિવાદોને જોતા તેની રિલીઝ પર રોક લગાવી દેવામાં આવી હતી. જે બાદ મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. હવે એક સપ્તાહ બાદ કોર્ટે ફિલ્મને મંજૂરી આપીને નિર્માતાઓને રાહતનો શ્વાસ લીધો છે. આ ફિલ્મને ગઇકાલે એટલે કે 21 જૂનના રોજ NETFLIX ઉપર શરૂ કરી દેવામાં આવી છે. ફિલ્મના NETFLIX ઉપર આવ્યા બાદ પણ આ ફિલ્મનો વિરોધ ખૂબ ચાલી રહ્યો છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત

Advertisement

MAHARAJ ફિલ્મને કોર્ટની લીલી ઝંડી

ઉલ્લેખનીય છે કે, MAHARAJ ફિલ્મ પર હિંદુ ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ હતો. મળતી માહિતી અનુસાર, ગુજરાત હાઈકોર્ટની જસ્ટિસ સંગીતા વિશેનની બેન્ચે 'મહારાજ' ફિલ્મ જોયા બાદ પોતાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આ ફિલ્મ જોયા બાદ કહ્યું છે કે, તેમણે તે ફિલ્મ જોઈ જેમાં તેને કંઈપણ વિવાદાસ્પદ કે વાંધાજનક લાગ્યું ન હતું. કોર્ટનું કહેવું છે કે, આ ફિલ્મ ચોક્કસપણે બદનક્ષીના કેસ પર બનાવવામાં આવી છે પરંતુ તેનાથી સમુદાયની ભાવનાઓને કોઈ રીતે ઠેસ પહોંચી નથી. આમ મહારાજ ફિલ્મને કોર્ટ તરફથી એકદમ ક્લીન ચીટ મળ્યા બાદ ફિલ્મને કોર્ટે લીલી ઝંડી બતાવી છે. જો કે આ ફિલ્મ ફક્ત OTT ઉપર જ રીલીઝ કરવામાં આવી છે, આ ફિલ્મ સિનેમાઘરોમાં આવશે નહીં.

Advertisement

રિલીઝ બાદ પણ વિરોધ યથાવત

ફિલ્મના રિલીઝ થયા બાદ ફિલ્મનો વિરોધ હજી પણ યથાવત છે. ફિલ્મના ઉપર હિન્દુઓની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ વિરોધ વચ્ચે વૈષ્ણવાચાર્ય દ્વારકેશલાલજી અમેરિકાના સિલિકોન વેલી સ્થિત નેટફિક્સના હેડક્વાર્ટર પહોંચ્યા હતા. તેમણે આ ફિલ્મના વિરોધમાં નેટફિક્સ હેડક્વાર્ટરમાં જ પિટિશન દાખલ કરી છે. તેમણે ફિલ્મનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, ભગવના કૃષ્ણની ગુરૂ પરંપરાનું ફિલ્મમાં અપમાન કરવામાં આવ્યું છે અને મહારાજ ફિલ્મ સનાતન ધર્મ પર વજ્રઘાત છે.

Advertisement

આમિર ખાનના પુત્રની પહેલી ફિલ્મ

આમિર ખાનના પુત્ર જુનૈદ ખાનની ફિલ્મ 'મહારાજ'ની વાર્તા વર્ષ 1862ના મહારાજ બદનક્ષી કેસ પર આધારિત છે. આ કેસના વિવાદના કારણે આ ફિલ્મને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ ફિલ્મને નિથીલન દ્વારા ડાઇરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મમાં
જુનૈદ ખાનની સાથે, જયદીપ આહલાવત, શાલિની પાંડે અને શર્વરી છે.

આ પણ વાંચો : ‘હું સાચું કહીશ તો તે તેનો ચહેરો બતાવવા લાયક રહેશે નહીં’ ANURAG KASHYAP એ અભય દેઓલ માટે શા માટે કહી આ વાત!

Tags :
Advertisement

.