Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rashmika Mandanna પર ભડકી Congress Party,

Rashmika Mandanna આજે એ અભિનેત્રીઓની હરોળમાં આવી ગઇ છે, જે લગભગ દરેક યુવા હૈયાના દિલ પર રાજ કરે છે અને તેને નેશનલ ક્રશનું બિરૂદ પણ આપવામાં આવ્યું છે. તેમાં પણ ખાસ કરીને ‘એનિમલ’ ફિલ્મ રિલીઝ થઇ ત્યાર બાદ રશ્મિકા (Rashmika...
rashmika mandanna પર ભડકી congress party

Rashmika Mandanna આજે એ અભિનેત્રીઓની હરોળમાં આવી ગઇ છે, જે લગભગ દરેક યુવા હૈયાના દિલ પર રાજ કરે છે અને તેને નેશનલ ક્રશનું બિરૂદ પણ આપવામાં આવ્યું છે. તેમાં પણ ખાસ કરીને ‘એનિમલ’ ફિલ્મ રિલીઝ થઇ ત્યાર બાદ રશ્મિકા (Rashmika Mandana)ના ચાહકોમાં અનેકગણી વૃદ્ધિ થઇ છે. જોકે, ચૂંટણીની મોસમ ચાલી રહી છે ત્યારે રશ્મિકા મંદાના વિના કારણ રાજકીય પક્ષોની ફાયરિંગ લાઇનમાં આવી ગઇ છે.

Advertisement

કૉંગ્રેસ રશ્મિકા પર ભડકી

વાત એમ છે કે Rashmika Mandannaએ પોતાના એક્સ (પહેલા ટ્વિટર) એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો અને એ વીડિયોના કારણે કૉંગ્રેસ રશ્મિકા પર ભડકી ગઇ હતી. રશ્મિકાએ પોતાના એકાઉન્ટ પર અટલ બિહારી ન્હાવા-શેવા એટલે કે અટલ સેતુનો પ્રમોશનલ વીડિયો શેર કર્યો હતો. હવે ભાજપ-મહાયુતિની સરકાર દ્વારા બનાવવામાં આવેલા આ સેતુનો વીડિયો શેર કરતા કૉંગ્રેસ પાર્ટી (Congress Party) નારાજ થઇ હતી.

કેરળ કોંગ્રેસે ટ્રોલ કર્યું

કેરળ કૉંગ્રેસે રશ્મિકા મંદાનાના વીડિયોને ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા સૂચવેલો વીડિયો ગણાવ્યો હતો અને લખ્યું હતું કે ડિયર રશ્મિકાજી, દેશે પહેલા પણ પેઇડ એડ્સ અને સરોગેટ એડ્સ જોઇ છે, પરંતુ પહેલી જ વખત ઇડી ડાયરેક્ટેડ એડ જોઇ રહી છે. સારું છે. આ ખૂબ સારું છે. અમે જોયું કે તમારી એડમાં અટલ સેતુ ખાલી દેખાઇ રહ્યો છે. કેરળથી હોવાના કારણે અમે વિચાર્યું કે  મુંબઈમાં ટ્રાફિક કદાચ આટલો ઓછો હોતો હશે. એટલે અમે અમારા મિત્રો પાસેથી જાણકારી મેળવી.

Advertisement

રાજીવ ગાંધી બાંદ્રા-વરલી સી-લિંક પર અટલબ્રિજ કરતાં વધુ ટ્રાફિક

આટલું લખ્યા બાદ કેરળ કોંગ્રેસે એક્સ એકાઉન્ટ પર રાજીવ ગાંધી બાંદ્રા-વરલી સી-લિંકનો વીડિયો શેર કર્યો હતો અને લખ્યું હતું કે ‘જુઓ, અટલ સેતું ખાલી દેખાઇ રહ્યો છે જ્યારે રાજીવ ગાંધી બાંદ્રા-વરલી સી-લિંક પર તેના કરતાં વધુ ટ્રાફિક છે. તમે આ વીડિયો જોઇ શકો છો.’

ઉલ્લેખનીય છે કે રશ્મિકાએ શેર કરેલા વીડિયોમાં અટલ સેતુના વખાણ કર્યા હતા અને ટ્રાન્સ-હાર્બર લિંકના કારણે લોકોને કેટલો ફાયદો થઇ રહ્યો છે તે પણ જણાવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રશ્મિકાના ટ્વિટ પર રિપ્લાય આપ્યો હતો. આ પહેલા પણ એક ઇન્ટરવ્યૂમાં રશ્મિકાએ અટલ સેતુના વખાણ કર્યા હતા.

Advertisement

આ પણ વાંચો- Shammi Kapoor-યાહૂ.. બસ એક જ શબ્દે ગીતને અમર કરી દીધું

Advertisement

.