Bollywood: અશોક કુમાર...બોલીવુડના પ્રથમ સુપરસ્ટાર
અહેવાલ---કનુ જાની એક સમયે ભાગલપુરમાં એક ધંધાદારી રંગભૂમિ આવેલી.ત્યારે તંબુમાં નાટક ભજવાય.એક દિવસ નવું નાટક મંત્રશક્તિ ઓપન થવાનું હતું. છેલ્લી ઘડીએ રેલ્વે સ્ટેશનના સીનમાં એક જણ બાંકડે બેસી છાપું વાંચતો હોય એ ઉમેરવાનું સુઝ્યું.છેલ્લી ઘડીએ કોને લાવવો? મંડળીનો એક જણ...
Advertisement
અહેવાલ---કનુ જાની
એક સમયે ભાગલપુરમાં એક ધંધાદારી રંગભૂમિ આવેલી.ત્યારે તંબુમાં નાટક ભજવાય.એક દિવસ નવું નાટક મંત્રશક્તિ ઓપન થવાનું હતું. છેલ્લી ઘડીએ રેલ્વે સ્ટેશનના સીનમાં એક જણ બાંકડે બેસી છાપું વાંચતો હોય એ ઉમેરવાનું સુઝ્યું.છેલ્લી ઘડીએ કોને લાવવો? મંડળીનો એક જણ બહાર ગયો અને એક છોકરાને પકડી લાવ્યો. પ્રેક્ષકો નાટક ચાલુ કરાવવા સીટીઓ મારતા હતા, બૂમો પાડતા હતા એટલે એ છોકરાને જ બેસાડી દીધો. પરદો ખુલ્યો. ઓડીયન્સે છોકરાને ઓળખી પાડ્યો ”અરે આતો વકીલબાબુનો કુમુદ..” છોકરાએ છાપાથી મોં ઢાંકી દીધું....આ હતો બોલીવુડના એક મહાન કલાકાર જેમનું નામ પડતા જ શ્રધ્ધાથી માથું નમી જાય એ દાદામુની એટલે કે કુમુદ ગાંગુલી એટલે અશોક કુમાર...
શરૂઆતમાં અશોકકુમારને એક્ટિંગ નહોતી કરવી
પિતા કુમુદલાલ ગાંગુલી ભાગલપુરમાં વકીલાત કરે.એમનું મોટું નામ.એમની માતા ગૌરીદેવી એ જમાનામાં ગ્રેજ્યુએટ. એમને ત્રણ પૂત્રો અને એક પૂત્રી પૂત્રી સતીદેવી મોટી.એનાં લગ્ન શશધર મુકરજી સાથે થયેલા. શશધર મુકરજી બોમ્બે ટોકીઝમાં સાઉન્ડ રેકોર્ડીસસ્ટ. કુમુદ ત્યારે લોનો અભ્યાસ કરે. ગાંગુલી ફેમીલી ખંડવા શિફ્ટ થયું. ત્યાં અશોકકુમારે એક ફિલ્મ જોઈ. મૂંગી ફિલ્મ હતી.પડદાની આગળ હાર્મોનિયમ અને તબલાવાળા બેસે અને સંગીત આપતા જાય અને ડાયલોગ પણ બોલતા જાય.એ જમાનામાં આ નવતર જોણું હતું.અશોકકુમારે મનથી નક્કી કરી લીધું કે ફિલ્મોમાં કામ કરવું જ છે.એ તો ઉપડ્યા મુંબઈ.શશધર મુકરજીએ એમને બોમ્બે ટોકીઝમાં નોકરીએ ગોઠવી દીધા.શરૂઆતમાં અશોકકુમારને એક્ટિંગ નહોતી કરવી.એમણે લેબ ટેકનીશ્યન તરીકે કામ ચાલુ કર્યું.
કુમુદ ગાંગુલી હવે અશોકકુમાર બની ગયા
નસીબે આપણી એક એક ક્ષણની ડીટેઇલમાં સ્ક્રીપ્ટ લખી જ હોય છે.કુમુદલાલ ગાંગુલીને અશોકકુમાર બનવાનું એણે લખ્યું જ હશે પણ એમાય ટ્વીસ્ટ આવ્યો.બોમ્બે ટોકીઝના ડાયરેકશન ડીપાર્ટમેન્ટના જર્મન ઓસ્ટીન સર્વેસર્વા.ઓસ્તીને અશોકકુમારનો ઓડીશન લીધો અને એમણે એ કોઈ એન્ગલથી એ હીરો નથી લાગતા એવો નિર્ણય આપી દીધેલ.લેબમાં નોકરી તો ચાલુ જ હતી.એવામાં એક દિવસે હિમાન્શુરોયે એમને એક્ટિંગ કરવાનું કહ્યું.ફિલ્મ જીવનનૈયા ફ્લોર પર જવાની હતી. કુમુદ ગાંગુલી હવે અશોકકુમાર બની ગયા.ફિલ્મ રીલીઝ થઇ અને ખુબ ચાલી. એમ ત્રણ ફિલ્મોમાં એ હીરો રહ્યા..પણ એમને કામથી સંતોષ નહોતો. લાગતું હતું કૈંક ખૂટે છે. હિમાશુરોયે એમને દિલ ખોલીને એક્ટિંગ કરવાનું કહ્યું...પણ દેવીકારાણીએ અશોકકુમારને ડાયલોગ ડીલીવરી સુધારવા સલાહ આપી .વોઈસ મોડ્યુલેશન માટે અશોકકુમાર સવારે વહેલા દરિયાકિનારે જઈ અવાજ માટે પ્રેક્ટીસ કરવા માંડ્યા. સંવાદ માટે પણ અરીસા સામે ઉભા રહી પ્રેક્ટીસ કરવા લાગ્યા....અને પછીની ફિલ્મોમાં બોલીવુડને એક પૂર્ણ કલાકાર મળ્યો. ફિલ્મ કિસ્મતે તો જે રેકોર્ડ કર્યો તે આજે ય અકબંધ છે. કલકત્તાના એક થીયેટરમાં એ સતત ચાર વર્ષ રોજના ચાર શો ચાલી.
અશોકકુમારે ૩૦૦થી વધુ ફિલ્મ્સ કરી
અશોકુમાંરના લગ્ન પણ એક ફિલ્મી ઢબે જ થયાં. સાવ અચાનક અને એ ય માબાપે પસંદ કરેલી કન્યા સાથે.એ કન્યા એટલે શોભા ગાંગુલી. અશોકકુમારે ૩૦૦થી વધુ ફિલ્મ્સ કરી અને સતત ૫૬ વરસ સુધી...પણ એમના નામે કોઈ ખરાબ વાત કોઈએ સાંભળી નથી. પતિ ફિલ્મોમાં હતા એટલે શોભાદેવીએ પતિ પર વિશ્વાસ હોવા છતાં એમને શુટિંગ પતાવી સાંજે સાડા છ સુધીમાં ઘેર આવવાનો આગ્રહ રાખ્યો જે અશોકકુમારે આજીવન પાળ્યો.
અશોકકુમાર નખશીખ કલાકાર
અશોકકુમાર નખશીખ કલાકાર હતા.કેરિયરમાં પચાસ જેટલી ગોલ્ડન જ્યુબીલી ફિલ્મો આપવી એ નસીબ છે. સ્વભાવે એ શાંત હતા. એક વખત ડાઈનીંગ ટેબલ પર એ ગુસ્સે થયા અને એક વાઝ એમના હાથમાં આવ્યું.ગુસ્સામાં એ છૂટું ફેકવા જતા હતા ત્યાં જ એમની પૂત્રી પ્રીતિએ કહ્યું:અરે,એ બેલ્જીયામનું છે.બહુ મોંઘુ છે. અશોકકુમારે ગુસ્સામાં જ કહ્યું:..તો પછી કોઈ સસ્તું હોય એ આપ....સફળતાના શિખરે પહોંચેલો માણસ આવો બાળક જેવો?
દરેક ફિલ્મમાં એ શ્રેષ્ઠ જ આપતા
અશોકકુમાર બહુમુખી પ્રતિભા ધરાવતા હતા.તેઓ ઉત્તમ પેઈન્ટર હતા,સારા ગાયક હતા અને હોમિયોપેથીક સારવારમાં એક્સપર્ટ હતા. બોલીવુડમાં ઘણા માંધાતા એમની પાસે સારવાર લઇ ચૂક્યા છે.એમની કઇ ફિલ્મની વાત કરવી અને કઈની નહિ? દરેક ફિલ્મમાં એ શ્રેષ્ઠ જ આપતા. આટલાં સીનીયર હોવા છતાં ક્યારે ય એમણે અભિનય સિવાય બીજું કંઈ વિચાર્યું જ નહોતું.એ કહેતા કે કેમેરા સામે એ રાજા છે.
બંને ભાઈઓ અનુપકુમાર અને કિશોરકુમારે પણ બોલીવુડમાં નામ કર્યું
અશોકકુમારના બંને ભાઈઓ અનુપકુમાર અને કિશોરકુમારે પણ બોલીવુડમાં નામ કર્યું.એમાં ય કિશોરકુમાર તો ખુદ ઈતિહાસ બની ગયા.અશોકકુમારે બોલીવુડને ઘણી બધી પ્રતિભાઓ આપી.કોઈ પણ પરિચિતમાં એ થોડી ય ટેલેન્ટ જોઓએ તો એને લાયક કામ એ શોધી જ આપે.
દાદામોનીથી દુનિયા આખી એમને ઓળખે
પ્રાણ,દેવાનંદ,કિશોરકુમાર,મધુબાલા જેવા ધુરન્ધર કલાકારોને એમણે જ Intrduce કરેલા.તો કે.એ.અબ્બાસ,ફણી મજમુદાર,બીમલ રોય જેવા લેખક અને દિગ્દર્શકો અશોકકુમારે જ બોલીવુડને આપ્યા.દાદામોની એટલે દાદા એટલે મોતાભાઈમાં પણ મણી એટેલે દાદામોની.દાદામોનીથી દુનિયા આખી એમને ઓળખે.જ્યાં સંબંધોની ભાષા જ અલગ છે એ બોલીવુડમાં અશોકકુમાર એટલે કે દાદામોની જેટલું સન્માન કોઈ પામ્યું નથી.....