Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Baby Bump-બોલીવુડમાં એક વરવા વેપલાની શરમજનક વાત

Baby Bump-કોઈ સગર્ભા મહિલાના પેટ પરથી સાડી સહેજ સરકે તો ય એ શરમાઈ જાય એ છે-ભારતીય સંસ્કાર અને મર્યાદા.   બોલીવુડીયા કલ્ચરે તો સંસ્કાર અને મર્યાદાનો દાટ વાળ્યો છે.  ખ્યાતનામ અભિનેત્રીઓ હંમેશાં ખબરમાં રહેતી હોય છે અને રહેવા માગતી પણ...
baby bump બોલીવુડમાં એક વરવા વેપલાની શરમજનક વાત
Advertisement

Baby Bump-કોઈ સગર્ભા મહિલાના પેટ પરથી સાડી સહેજ સરકે તો ય એ શરમાઈ જાય એ છે-ભારતીય સંસ્કાર અને મર્યાદા.  

Advertisement

બોલીવુડીયા કલ્ચરે તો સંસ્કાર અને મર્યાદાનો દાટ વાળ્યો છે.  ખ્યાતનામ અભિનેત્રીઓ હંમેશાં ખબરમાં રહેતી હોય છે અને રહેવા માગતી પણ હોય છે. હવે તો અભિનેત્રીઓ બેજીવી બને તો તેમના પેટ દેખાડવાનું જાણે એન્જોય કરે છે. આ પ્રસંગનો લાભ લઇ તેઓ માત્ર એન્જોય નથી કરતાં પરંતુ બિઝનેસ પણ કરી જાણે છે.

Advertisement

અર્ધઉત્તેજક તસવીરો  વેબસાઇટોને રાતોરાત માલામાલ કરી દે

માત્ર મોટા પડદાની ખ્યાતનામ હિરોઇન જ નહીં, પણ નાની મોટી કે પછી ટીવી અભિનેત્રીઓ હોય પણ તેમનો સોશિયલ મીડિયા પર  દર્શક વર્ગ મોટો હોય તો તેમને માત્ર નવા આઇડિયા જ નહીં, પણ ખાસ્સી એવી રકમ પણ ઓફર થાય છે, કારણ કે તેમને ખબર છે કે આવી Baby Bump જેવી અર્ધઉત્તેજક તસવીરો પણ વેબસાઇટોને રાતોરાત માલામાલ કરી દેશે.

Advertisement

બેબી બમ્પવાળી તસવીરો માટે કરોડો દર્શક મળે છે

બિપાશા બસુ હોય કે અનુષ્કા શર્મા, સોનમ કપૂર હોય કે યામી ગૌતમ, કરીના કપૂર હોય કે આલિયા ભટ કે પછી હાલમાં જ પ્રેગ્નન્ટ બનેલી દીપિકા પદુકોણ કેમ ન હોય? આ બધી તો ખ્યાતનામ અભિનેત્રીઓ છે પણ પા પા પગલી કરતી હિરોઇનોને પણ બેબી બમ્પવાળી તસવીરો માટે કરોડો દર્શક મળે છે. આ કારણથી જ વેબસાઇટો કોઇ પણ કિંમત પર બેબી બમ્પવાળી અભિનેત્રીઓની તસવીરો મેળવવા તલપાપડ હોય છે.

ગ્લેમરનું પ્રદર્શન પૈસા કમાવવા માટે જ

આ એક ઝડપથી વિકસેલો ડિજિટલ યુગનો નવો બિઝનેસ છે. માત્ર બૉલીવૂડ જ નહીં, હોલીવૂડમાં પણ ડૉલર કમાવા માટે આ એક સરળ ધંધો બની ગયો છે. આ જ કારણે ભારતીય હિરોઇનોની જેમ એન્જેલિના જૉલીથી માંડીને ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ જેવી અનેક સેલિબ્રિટિઝ પણ પોતાના બેજીવા મોટા પેટને વાજતે ગાજતે પ્લાન્ટ કરે છે. આખરે બૉલીવૂડ હોય કે હોલીવૂડ મહિલાઓ પોતાના ગ્લેમરનું પ્રદર્શન પૈસા કમાવવા માટે જ કરે છે.

ગર્ભવતી મહિલા સેલિબ્રિટીઝને Baby Bump બતાવીને જ  કરીને કરોડો કમાવા મળે છે. આ તેમનો હક પણ છે કારણ કે તેમના લાખોની સંખ્યામાં ચાહકો પણ હોય છે જે તેમની નાની હકીકતોથી પણ વાકેફ રહેવા માગતા હોય છે. આ જ કારણથી અભિનેત્રીઓ માત્ર પોતાનું પેટ દેખાડીને જ નહીં, પોતાની વ્યક્તિગત લાઇફમાં બનતી ઘટનાઓને નાની મોટી ઘટનાઓને પણ ચાહકો સાથે શૅર કરીને કરોડો કમાવા માગતી હોય છે.

લગ્નની જાહેરાતથી લઈ Baby Bump સુધી કમાણી 

પાછલાં કેટલાંક વર્ષો પર ધ્યાન દેવામાં આવે તો કેટલીય અભિનેત્રીઓ પોતાના લગ્નની જાહેરાતથી લઇને સગર્ભા બને ત્યાં સુધીની ઘટનાઓને શૅર કરીને કોઇ એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ સાથે પૈસા કમાવા માટે સમજૂતી કરતી હોય છે.

વારંવાર પોતાના લગ્નની એટલી જૂઠી વાતો ફેલાવવામાં આવે છે કે ચાહકો એ જાણવા માટે ઘણા ઉત્સુક બની જાય છે કે ક્યારે મારી ફેવરિટ અભિનેત્રી આખરે લગ્નના બંધનમાં બંધાશે?

આવી જિજ્ઞાસાનો વ્યવસ્થિત ઉપયોગ આ વ્યવસાયિક અભિનેત્રીઓ રૂપિયા ખંખેરી લેવામાં કરે છે. હવે તો હનીમૂન દરમ્યાન કરવામાં આવેલી મસ્તીના ફોટા કે વીડિયો શૅર કરીને પૈસા કમાવાનું શરૂ થઇ ગયું છે. હનીમૂન ક્યાં મનાવવા જવું એ બાબતોનો પણ ખુલાસો કરીને પૈસા ઓળવી લે છે.

માત્ર Baby Bumpના  ફોટા જ નહીં, પોતાની અંગત જાણકારી અને કામુક ભાવભંગિમાવાળી તસ્વીરો પણ શૅર કરવાનું વલણ વધ્યું છે. અભિનેત્રીઓના જીવનનું સત્ય એ જ છે કે તેમની દરેક પળો કારોબારની પળો છે જેને તેઓ વ્યર્થ જવા દેવા નથી માગતી.

એ અકારણ નથી જ કે આજકાલ દીપિકા પદુકોણને બેબી બમ્પવાળા ડ્રેસમાં જોવા કે તેની એક ઝલક પામવા તેમના કરોડો ચાહકો બેચેન હોય છે.

આ કારણથી હિરોઇનોમાં એ સાબિત કરવાની પણ હોડ લાગી રહી છે કે તેનો બેબી બમ્પ બીજી અભિનેત્રીના બમ્પ કરતા પોતાનો Baby Bump વધુ મોટો, વધુ આકર્ષક અને વધુ ચર્ચામાં રહેે છે.

આ પણ વાંચો-Neha Sargam Boldness: ધાર્મિક કિરદાર કર્યા બાદ Mirzapur માં આ અભિનેત્રીએ  Boldness ની વટાવી હદ

Advertisement

Related News

featured-img
મનોરંજન

Aamir Khan : લાડો,લગ્ને લગ્ને કુંવારો રે..

featured-img
મનોરંજન

તૈયાર થઈ જાવ વર્ષ 2025માં આવનારી ધમાકેદાર એકશન્સથી ભરપૂર 5 હોલીવૂડ બ્લોકબસ્ટર્સ માટે !!!

featured-img
મનોરંજન

Amal Malik:પરિવારથી છેડો ફાડ્યાની ઘટનામાં આવ્યો વળાંક, અમાલ મલિકની માતાએ આપી પ્રતિક્રિયા

featured-img
મનોરંજન

Sneha Desai : IIFAનો બેસ્ટ સ્ક્રીનપ્લે રાઇટર -એક ગુજરાતી યુવતી

featured-img
મનોરંજન

Amaal Mallik ની એક ચોંકાવનારી પોસ્ટ સોશિયલ મીડિયામાં થઈ વાયરલ

featured-img
મનોરંજન

Sikandar: સિકંદર ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું, સલમાન ખાને સપરિવાર ફિલ્મ એન્જોય કરી

Trending News

.

×