Shiv Purana -ભગવાન શંકરે એક શ્રાપના કારણે કાપ્યુ હતું ગણપતિનું શીશ
Shiv Purana અનુસાર ભગવાન શંકરને ભોળાનાથ મહાદેવના નામથી ઓળખવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ છે કે, જ્યારે પણ કોઇ દેવતા, અસૂર અથવા મનુષ્ય કષ્ટમાં હોય તયારે તેઓ ભગવાન શિવનું સ્મરણ કરી પોતાના દુઃખોનો અંત કરવાની પ્રાર્થના કરે છે. પરંતુ શું તમે જાણો છો કે, ભગવાનને પોતાના ભક્તના કષ્ટોનું નિવારણ દરમિયાન જ એક વખત શ્રાપ ભોગવવો પડ્યો હતો?
દેવી પાર્વતીએ માટીથી એક દ્વારપાળ બનાવ્યો
Shiv Purana અનુસાર વેદ-પુરાણ કથા અનુસાર, દેવી પાર્વતી કોઇ કાર્ય માટે એકાંત ઇચ્છતાં હતાં. કૈલાશમાં ઉપસ્થિત ભગવાન શંકરના સેવકોને દ્વાર પર ઉભા રાખીને કોઇને અંદર નહીં આવવા દેવાનો નિર્દેશ આપ્યો હતો. પરંતુ આ સેવકો પોતાના પ્રભૂ ભગવાન શિવને ક્યારેય અટકાવતા નહતા. આ પ્રકારે પોતાની આજ્ઞાની અવહેલના જોઇ દેવી પાર્વતીએ માટીથી એક દ્વારપાળ બનાવ્યો, જે માત્ર તેઓના નિર્દેશોનું પાલન કરે. પરંતુ દેવી પાર્વતીના મમતામયી હૃદયના કારણે તે દ્વારપાલ બાળ સ્વરૂપે હતો, માતા પાર્વતીએ તેનું નામ વિનાયક રાખીને પુત્ર જ માની લીધો. જ્યારે પાર્વતી સ્નાન કરવા ગયાં તો વિનાયકને દ્વાર પર ઉભો રાખી કહ્યું કે કોઇને અંદર ના આવવા દે. ધરતી પર થોડી ક્ષણો અગાઉ પ્રગટ થયેલા બીજી બાબતોથી વિનાયક સાવ અજાણ હતા.
વિનાયક ભગવાન શંકરને પણ ઓળખતા નહોતા
ભગવાન શંકરને પણ તેઓ ઓળખતા નહતા, તેથી ભગવાન શિવ દેવી પાર્વતીને મળવા તેમના કક્ષ તરફ ગયા તો વિનાયકે તેમને અટકાવ્યા અને વારંવાર આગ્રહ કરવા છતાં ભગવાન શંકરને અંદર ના જવા દીધા. આ જોઇ શંકર ભગવાનને અપરિચિત બાળક પર ક્રોધ આવ્યો, તેઓએ બાળકની હઠધર્મિતાના કારણે પોતાના ત્રિશૂળથી સ્વંયના પુત્રનું માથુ ધડથી અલગ કરી દીધું.
પાર્વતીના ક્રોધ અને વિલાપથી પસ્તાવાથી તેઓએ બાળકમાં પુનઃ પ્રાણ નાખ્યા અને ગજનું માથું લગાવ્યું. આ વાર્તાને તમે જાણતા જ હશો, પરંતુ શું તમે જાણો છો કે, ભગવાન શિવને એક મહાન ઋષિએ શ્રાપ આપ્યો હતો, જેના પ્રભાવથી સમયને કંઇક એ પ્રકારે આગળ ધપાવ્યો કે ભગવાન શિવે પોતાના જ પુત્રનું માથુ કાપી નાખ્યું. બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર, મહાદેવને કશ્યપ ઋષિએ શ્રાપ આપ્યો હતો.
સૂર્યદેવના શબ્દો અહંકારથી ભરેલા હતા તેથી શિવજીને ક્રોધ આવ્યો
બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર, માલી-સુમાલી નામના બે રાક્ષસો શિવ ભક્ત હતા. એકવાર તેઓ ભગવાન શિવની શરણમાં આવ્યા અને સૂર્યદેવની નિંદા કરવા લાગ્યા. તેઓએ કહ્યું કે, પોતાની રાશિમાં સૂર્યના નકારાત્મક પ્રભાવના કારણે તેઓને શારિરીક કષ્ટ ભોગવવું પડે છે. સૂર્યદેવ ઇચ્છે તો તેઓના કષ્ટ ઘટાડી શકે છે. તેઓએ ભગવાન સંકરને સૂર્યદેવને કષ્ટ નહીં આપવાનું કહ્યું. ભગવાન શંકર સૂર્યદેવને સમજાવવા પહોંચ્યા, પરંતુ સૂર્યદેવે કહ્યું કે, માલી અને સુમાલી શિવભક્ત ચોક્કસથી છે પરંતુ તેઓ ક્રૂર રાક્ષસ છે અને તેઓને પોતાના કર્મોનું ફળ મળી રહ્યું છે. નિયમ અનુસાર, તેઓ તમામ રાશિઓમાં ગોચર કરી રહ્યા છે, તેથી માલી સુમાલી પર વિશેષ કૃપા નહીં કરી શકે. સૂર્યદેવના શબ્દો અહંકારથી ભરેલા હતા આ સાંભળીને શિવજીને ક્રોધ આવ્યો અને તેઓએ સૂર્યદેવ પર ત્રિશૂળથી પ્રહાર કર્યો.
સૂર્યદેવના પિતા કશ્યપ ઋષિનો શાપ
ત્રિશૂળના પ્રહારથી સૂર્યદેવનું માથુ કપાઇને નીચે પડ્યું, સૂર્યદેવના પ્રાણ ત્યાગતા જ ધરતી અંધકારમય થઇ ગઇ. આ જોઇ બ્રહ્માના પૌત્ર અને સૂર્યદેવના પિતા કશ્યપ ઋષિ અત્યંત દુઃખી થયા. પોતાના પુત્રનું કપાયેલું માથું જોઇ કશ્યપ ઋષિનું દિલ પીડાથી ભરાઇ ગયું અને તેઓએ મહાદેવને શ્રાપ આપ્યો કે, જે પ્રકારે આજે એક પિતા થઇને તેઓને પુત્રને આવી સ્થિતિમાં જોઇ જેટલી પીડા થઇ રહી છે, એક દિવસ મહાદેવને પણ પોતાના પુત્રને આ સ્થિતિમાં જોઇ પીડા ઉઠાવવી પડશે અને પુત્રને પીડા આપવાના ઉત્તરદાયી સ્વયં મહાદેવ જ હશે. એક પિતાની પીડા જોઇ ભગવાન શિવ વ્યાકૂળ થઇ ગયા, તમામ દેવતાઓએ પણ ભગવાન શિવને પ્રાર્થના કરી કે સૂર્યદેવ વગર આખી ધરતી અંધકારમય થઇ જશે અને પૃથ્વી પર જીવન સંભવ નહીં બને. આ સાંભળીને શિવજીને સૂર્યદેવના શીતળ પડી ગયેલા તેજને જીવિત કરી દીધું.Shiv Purana માં આ ઉકકેકહ છે.
જ્યારે સૂર્યદેવ જીવિત થયા તો તેઓને પોતાની ભૂલનો પસ્તાવો થયો કે તેઓએ અહંકારમાં આવીને મહાદેવની અવહેલના કરી છે. તેઓએ ભગવાન શિવની ક્ષમા માગી અને પિતાને વાત સમજાવી. તેઓએ પિતા કશ્યપને સમજાવ્યું કે, તેઓએ મહાદેવને આવો શ્રાપ આપવો નહતો. હવે તેઓ શાપના વિનાશને ઘટાડીને તેનો ઉપાય જણાવે. આ સાંભળી કશ્યપ ઋષિએ કહ્યું કે, તેઓના શ્રાપને પરત નહીં લઇ શકાય, પરંતુ જે પ્રકારે મહાદેવે સૂર્યદેવને જીવિત કર્યા છે તેઓ પોતાના પુત્રને પણ જીવિત કરી શકશે અને અલગ સ્વરૂપના કારણે મહાદેવના આ પુત્રની ઘરે-ઘરે પૂજા કરવામાં આવશે અને કોઈ પણ કાર્ય કરતાં પહેલાં દેવતાઓની પૂજા પહેલાં એની પૂજા થશે.
આજે ય ઘેર ઘેર ગણેશજીનું પૂજન થાય છે અને કોઈ પણ ધાર્મિક ક્રિયાઓમાં ગણેશ પૂજન પહેલાં જ થાય છે. એ સુર્ય ભગવાનનું વરદાન છે.
આ પણ વાંચો- Bhagavad Gita-મન ચંગા તો કથારોટમાં ગંગા