Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Indoreનું અનોખું ગણેશ મંદિર-ભક્તો દાદા સાથે મોબાઈલ પર વાત કરે છે.

ગણપતિના અષ્ટવિનાયક સ્વરૂપ તો આપણે જાણીએ જ છીએ અને મુંબઈના ભક્તો માટે સિદ્ધિવિનાયક હાજરાહજૂર સ્થાન ગણાય છે, દેશમાં એવા કેટલાક ગણપતિ મંદિરો છે જેમાં ભક્તોની ખૂબ ઊંડી શ્રદ્ધા છે. આવું જ એક મંદિર મધ્ય પ્રદેશ (Indore)માં છે. મધ્ય પ્રદેશના ઇન્દોર...
indoreનું  અનોખું ગણેશ મંદિર ભક્તો દાદા સાથે મોબાઈલ પર વાત કરે છે

ગણપતિના અષ્ટવિનાયક સ્વરૂપ તો આપણે જાણીએ જ છીએ અને મુંબઈના ભક્તો માટે સિદ્ધિવિનાયક હાજરાહજૂર સ્થાન ગણાય છે, દેશમાં એવા કેટલાક ગણપતિ મંદિરો છે જેમાં ભક્તોની ખૂબ ઊંડી શ્રદ્ધા છે. આવું જ એક મંદિર મધ્ય પ્રદેશ (Indore)માં છે. મધ્ય પ્રદેશના ઇન્દોર નજીક એક શ્રી ગણેશ મંદિર આવેલું છે. ત્યાં આવેલું ગણેશ મંદિર જૂના ચિંતામન ગણેશ તરીકે સુખ્યાત છે. આ મંદિર લગભગ 1200 વર્ષ પુરાણું હોવાનું કહેવાય છે. 

Advertisement

ભક્તોની અરજી ચિઠ્ઠી અને મોબાઈલ ફોન ઉપર પણ સાંભળે છે!

Indoreના આ મંદિરની એક ખાસિયત આપણને આશ્ચર્ય ચકિત કરી દે તેવી છે. તે છે, ભક્તોની ગણપતિ બાપ્પાને પોતાની વિનંતી પહોંચાડવાની રીત. જી હા, અહીં અન્ય મંદિરોની જેમ ભગવાનના દર્શને જઈને હાથ જોડીને ભક્તો પોતાની વિનંતી તો રજૂ કરે જ છે, પરંતુ એ સિવાય આ ગણપતિ બાપ્પા ભક્તોની અરજી ચિઠ્ઠી અને મોબાઈલ ફોન ઉપર પણ સાંભળે છે!

છે ને નવાઈની વાત? તર્કશાસ્ત્રીઓ માટે આ કદાચ અંધશ્રદ્ધા હોઈ શકે, પણ શ્રદ્ધા તર્કથી પર છે. આસ્તિકો સ્વયંના અનુભવને પોતાના વિશ્વાસનો આધાર બનાવે છે.

Advertisement

જૂના ચિંતામન મૂળ મંદિર (Indore) 1200 વર્ષ જૂનું હોવાની માન્યતા છે. મુજબ ત્રણ કરતાં વધુ દાયકાથી આ મંદિરમાં ભક્તો ચિઠ્ઠી લખીને પોતાની અરજી ભગવાન સુધી પહોંચાડતા અને તેમની ઈચ્છાપૂર્તિ થતાં ભગવાનના દર્શન કરવા આવતા રહ્યા છે.

ભગવાનને ચિઠ્ઠી લખવાની પરંપરા

લગભગ 32 વર્ષ પહેલા ધારના એક વ્યક્તિએ ભગવાન ગણેશને સૌથી પહેલા પત્ર મોકલ્યો હતો. વ્યક્તિએ પત્રમાં પોતાની તમામ સમસ્યાઓ લખી હતી. ભગવાનને પ્રસાદ તરીકે સવા મણ લાડું અર્પણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમની ઈચ્છા પૂરી થઈ જેના પછી તેણે ફરીથી ભગવાન ગણેશને પત્ર લખ્યો અને આ વખતે તેણે પત્રમાં પોતાની ઈચ્છા વ્યક્ત કરી કે તે મંદિરમાં પ્રસાદ આપવા આવવા માગે છે. ભગવાને તેની એ ઈચ્છા પણ પૂરી કરી અને તે વ્યક્તિ ઈન્દોરના ભગવાનના મંદિરે પહોંચી ગયો. ધીરેધીરે ભક્તોમાં આ ચમત્કારની વાત ફેલાઈ ગઈ અને ભક્તો દ્વારા ભગવાનને ચિઠ્ઠી લખવાની પરંપરા શરૂ થઇ.

Advertisement

ગણપતિદાદા સાથે મોબાઈલ પર વાત 

દેશમાં મોબાઈલ ફોન આવી ગયા બાદ એક વખત 2007માં એક વિચિત્ર ઘટના બની. એક વખત જમર્નીમાં રહેતા ઈંદોરના એક ભક્તે ભગવાન પાસે ફોન પર પ્રાર્થના કરવા આગ્રહ કર્યો. પૂજારીએ તેના અતિઆગ્રહને વશ થઈને આ વિદેશી ભક્તની વિનંતી પર ભગવાન પાસે ફોન લઇ જઈને તેની “ભગવાન સાથે વાત” કરાવી. સહુના આશ્ચર્ય વચ્ચે થોડા દિવસો બાદ એ ભક્તનો ફરીવાર ફોન આવ્યો કે મારી ઈચ્છા ફળી છે. ત્યારથી ભગવાનને ફોન કરવાનો સિલસિલો ચાલુ થઇ ગયો છે. પૂજારી જણાવે છે કે ભગવાન પોતાના મિત્ર હોય તેમ ભક્તો ફોન પર તેમની સામે પોતાનું હૃદય ખોલીને વાત કરે છે અને તેમની ઈચ્છાઓ પૂર્ણ પણ થાય છે. ભક્તનો ભગવાન સાથે વાત કરવા ફોન આવે એટલે પૂજારી ફોન લઈને ભગવાનના કાન પાસે ધરે અને ફોન કરનાર ભક્ત પોતાની વાત ભગવાન પાસે રજૂ કરે. આમ તો ભગવાનના વાહન મૂષકના કાનમાં ભક્તો કહેતા હોય છે, “મૂષકરાજ, ભગવાનને અમારા વતી વિનંતી કરજોને કે અમારી ઈચ્છા પૂરી કરે.” પણ હવે મૂષકરાજની મોનોપોલી મોબાઇલે તોડી નાખી છે!

મહારાણી અહિલ્યાબાઇ આ મંદિરે દર્શન કરવા આવતાં. છત્રપતિ શિવાજી મહારાજ અને સ્વામી રામદાસ સમર્થ પણ અહીં ભગવાન પાસે પોતાની હાજરી પુરાવી ચૂક્યા છે. મંદિરમાં સ્થાપિત હનુમાનજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા સ્વયં સ્વામી રામદાસ સમર્થે કરી હોવાનું કહેવાય છે.

લોકડાઉન દરમિયાન ભગવાનના દર્શન કરવા માટે વીડિયો કોલ પણ

જર્મની, ઓસ્ટે્રલિયા, અમેરિકા, ન્યૂ યોર્ક, યુએસએ ઉપરાંત હરિયાણા, નેપાળ, કોલકાતા, બેંગ્લોર, મુંબઈ, દિલ્હી સહિતના દેશના અન્ય રાજ્યોમાંથી લોકો ભગવાન ગણેશને પત્રો લખે છે અને ફોન પણ કરે છે. મંદિર વ્યવસ્થાપકો જણાવે છે કે તેમણે કહ્યું કે કેટલાક એવા ભક્તો છે જે લોકડાઉન દરમિયાન ભગવાનના દર્શન કરવા માટે વીડિયો કોલ પણ કરતા હતા. તેમની આસ્થાનો આદર કરતા તેમને વીડિયો પર દર્શન કરાવાતા પણ હતા. 

આ પણ વાંચો- Ayodhya રામનવમી-કઈ રીતે રામલલાના ભાલે સૂર્યકિરણ તિલક થશે ? 

Advertisement

.