Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Hindu Rituals - ઘરમંદિર કેવું રાખવું?

Hindu Rituals.. યથા દેહે તથા દેવે. શક્તિ એવી ભક્તિ કરવી. હિન્દુ ધર્મ ધાર્મિક વિધિવિધાનો માટે ઉદાર છે. જેવી આર્થિક સ્થિતિ એવી વિધિ. આમ તો આ આખો વિષય શ્રદ્ધા અને આર્થિક ક્ષમતાનો છે, પણ એમ છતાં પ્રયાસ થવો જોઈએ કે શાસ્ત્રોક્ત...
hindu rituals   ઘરમંદિર કેવું રાખવું

Hindu Rituals.. યથા દેહે તથા દેવે. શક્તિ એવી ભક્તિ કરવી. હિન્દુ ધર્મ ધાર્મિક વિધિવિધાનો માટે ઉદાર છે. જેવી આર્થિક સ્થિતિ એવી વિધિ. આમ તો આ આખો વિષય શ્રદ્ધા અને આર્થિક ક્ષમતાનો છે, પણ એમ છતાં પ્રયાસ થવો જોઈએ કે શાસ્ત્રોક્ત નીતિ-નિયમોનું પાલન થાય

Advertisement

ઘરમંદિરમાં ભગવાન કેવા રાખવા જોઈએ?

આ પ્રશ્ન ઘણાખરા લોકો પૂછતા હોય છે તો એવું પણ જોવા મળ્યું છે કે મહદંશે લોકોને એ વિશે વધારે જાણકારી પણ હોતી નથી.Hindu Rituals પ્રમાણે  જો ઘરમંદિરમાં ભગવાનને બિરાજમાન કરવા હોય તો પ્રથમ પ્રયાસ એ કરવો જોઈએ કે ભગવાનનો ફોટો નહીં પણ તેમની મૂર્તિ હોય. અહીં એક સ્પષ્ટતા પણ કરું કે શ્રદ્ધાને કોઈ નિયમો હોતા નથી એટલે જો આર્થિક ક્ષમતા ન હોય તો ભગવાનનો ફોટો રાખીને પણ તેમની શ્રદ્ધાપૂર્વક સેવાપૂજા થઈ શકે છે, પણ જો ક્ષમતા હોય તો પ્રથમ પ્રયાસ એ હોવો જોઈએ કે ભગવાનની મૂર્તિ ઉચ્ચ ગુણવત્તાની ધાતુની હોવી જોઈએ.

યથા દેહે તથા દેવે 

મુકેશ અંબાણીના ઘર ઍન્ટિલિયાની વાત કરીએ તો ત્યાં જે મંદિર બનાવાયું છે એમાં ભગવાનની સોના-ચાંદીની મૂર્તિઓ મૂકવામાં આવી છે અને એ ભગવાનને હીરાજડિત વસ્ત્રો અને મુગટ આપવામાં આવ્યાં છે. બહુ સહજ છે કે જો હું કીમતી કપડાં પહેરી શકતો હોઉં તો મારા ભગવાનને તો મારે એનાથી પણ વધારે કીમતી વસ્ત્રો આપવાં જોઈએ. આ નિયમનું પાલન સૌકોઈએ પોતાના જીવનમાં કરવું જોઈએ, કારણ કે ઠાકોરજી સિવાય ભાગ્યે જ બીજા કોઈ ભગવાન એવા છે જેમનાં વસ્ત્રો નિયમિત રીતે બદલવામાં આવતાં હોય કે તેમને શ્રૃંગાર કરવામાં આવતો હોય.

Advertisement

મૂર્તિ કેવી હોવી જોઈએ?

જો ભગવાનને સોના કે ચાંદીની મૂર્તિના સ્વરૂપમાં બિરાજમાન કરી શકાય એમ ન હોય તો પંચધાતુની મૂર્તિ પણ ઘરમંદિરમાં સ્થાપિત કરી શકાય; પણ પંચધાતુની મૂર્તિની સ્થાપના કરવી હોય તો શક્ય હોય તો એ આપણા ઓળખીતા લોકો પાસે બનાવવાનું પસંદ કરવું, કારણ કે ઘણી વાર પંચધાતુની મૂર્તિમાં ભેળસેળ થવાની શક્યતા રહે છે. એવું બને તો એનો દોષ તમારા પર બિલકુલ નથી આવતો એટલે એ બાબતમાં ફિકર કરવી નહીં.

ધાતુ સિવાયની મૂર્તિની વાત કરીએ તો આરસપહાણની મૂર્તિ શ્રેષ્ઠ છે. હવે ઘણા લોકો ઘરમાં માર્બલની મૂર્તિ સ્થાપિત કરતા થઈ ગયા છે. જો એ મૂર્તિ ખરીદવામાં આવતી હોય તો ધ્યાન રાખવું કે એમાં ક્યાંય વા-તડ ન હોય કે પછી એ મૂર્તિનો માર્બલ સંપૂર્ણ સફેદ રંગનો હોય. ભગવાન પોતે જો શ્યામ રંગના હોય તો એવી મૂર્તિ શ્યામ રંગની લાવી શકાય, પણ અન્ય ભગવાન તો શ્વેત માર્બલના જ હોવા જોઈએ એવું શાસ્ત્રો પણ કહે છે.

Advertisement

સ્ફટિકની મૂર્તિ પણ કેટલીક સાવચેતી સાથે

છેલ્લાં થોડાં વર્ષોથી સ્ફટિકની મૂર્તિ પણ બનાવવામાં આવે છે, પણ એ મૂર્તિ પ્રમાણમાં મોંઘી છે એટલે બધાને પોસાય નહીં એવું બની શકે. સ્ફટિક એટલે કે ક્રિસ્ટલમાં પણ અનેક પ્રકારો છે. ક્રિસ્ટલ છે એને અલગ-અલગ રત્નોનાં ઉપરત્ન ગણવામાં આવે છે, જેને લીધે એની કિંમત વધારે છે. જો સારા કારીગર પાસે આ ક્રિસ્ટલની મૂર્તિ તૈયાર થઈ હોય તો એનો દેખાવ અને એ મૂર્તિનો પ્રભાવ બહુ સરસ હોય છે. એ મૂર્તિઓ જોતાં જ એના પર મોહી પડાય. જોકે કહ્યું એમ બધી મૂર્તિમાં એ લાગુ નથી પડતું, કારણ કે ક્રિસ્ટલ સૉફ્ટ હોવાને કારણે એના પર મશીનવર્ક અઘરું છે. એ હાથથી કોતરણી સાથે બનાવવામાં આવે છે જેના કારીગરો આપણે ત્યાં પ્રમાણમાં ઓછા છે.

મૂર્તિ કેવડી રાખવી?

એક વાત ખાસ યાદ રાખવી કે ઘરમંદિરમાં જો મૂર્તિની સ્થાપના કરતા હો તો ૧૩ ઇંચથી મોટી મૂર્તિ મંદિરમાં ન રાખવી. રાખી શકાય, પણ એ માટેના જે નિયમો છે એમનું પાલન પ્રમાણમાં અઘરું છે એટલે શક્ય હોય ત્યાં સુધી ૧૩ ઇંચથી નાની સાઇઝની મૂર્તિ ઘરમંદિરમાં રાખવી જોઈએ.

આ પણ વાંચો- Hey Jagannath-રથયાત્રા નિમિત્તે એક પ્રાર્થના 

Advertisement

.