Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rule Change: આજથી બદલાયા આ મોટા નિયમો, તમારા ખિસ્સાને કરશે અસર!

Rule Change: આજથી મે મહિનો પ્રારંભ થયો છે ત્યારે મહિનાની પ્રથમ તારીખે દેશમાં ઘણા  ફેરફારો (Rule Change)જોવા મળી રહ્યા છે. તેથી 1લી મે 2024 થી ઘણો બદલાવ થવા જઈ રહ્યો છે. જે સીધો તમારા ખિસ્સા પર અસર કરી શકે છે....
rule change  આજથી બદલાયા આ મોટા નિયમો  તમારા ખિસ્સાને કરશે અસર
Advertisement

Rule Change: આજથી મે મહિનો પ્રારંભ થયો છે ત્યારે મહિનાની પ્રથમ તારીખે દેશમાં ઘણા  ફેરફારો (Rule Change)જોવા મળી રહ્યા છે. તેથી 1લી મે 2024 થી ઘણો બદલાવ થવા જઈ રહ્યો છે. જે સીધો તમારા ખિસ્સા પર અસર કરી શકે છે. તેમાં LPG સિલિન્ડર(LPG Price)ની કિંમતથી લઈને ક્રેડિટ કાર્ડ (Credit Card) દ્વારા બિલની ચુકવણી સુધીની દરેક બાબતોનો સમાવેશ થાય છે. આનો અર્થ એ છે કે આવતીકાલથી લાગુ થનારા આ ફેરફારો તમારા રસોડાથી લઈને શોપિંગ સુધીની દરેક વસ્તુને અસર કરી શકે છે. ચાલો જાણીએ આવા 5 મોટા ફેરફારો વિશે...

Advertisement

ICICI બચત ખાતાનો ચાર્જ

ICICI બેંકે ગ્રાહકોના બચત ખાતા પરના શુલ્કમાં ફેરફાર કર્યો છે અને તે 1 મે, 2024થી લાગુ થવા જઈ રહ્યો છે. આ અંતર્ગત ડેબિટ કાર્ડ પર વાર્ષિક ફી વધારીને 200 રૂપિયા કરવામાં આવી છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં તે 99 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ સિવાય બેંકે ચેકબુક અંગેના નિયમો (Rule Change) માં પણ ફેરફાર કર્યો છે અને 1 મે પછી 25 પેજવાળી ચેકબુક આપવા પર કોઈ ચાર્જ નહીં લાગે, પરંતુ આ પછી દરેક પેજ માટે 4 રૂપિયાનો ચાર્જ લગાવવામાં આવ્યો છે. એટલું જ નહીં, IMPS ટ્રાન્ઝેક્શન પર 2.50 રૂપિયાથી 15 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે.

Advertisement

યસ બેંકમાં ઘણા નિયમોમાં ફેરફાર

બીજા મોટા ફેરફારની વાત કરીએ તો તે યસ બેંકના ગ્રાહકો સાથે સંબંધિત છે. બેંકે 1 મે, 2024 થી બચત ખાતા પર લઘુત્તમ સરેરાશ બેલેન્સ ચાર્જમાં ફેરફાર કર્યો છે. આ અંતર્ગત સેવિંગ્સ એકાઉન્ટનો પ્રો મેક્સ MAB 50,000 રૂપિયા હશે, જેના પર મહત્તમ 1,000 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે. સેવિંગ એકાઉન્ટ પ્રો પ્લસ, યસ એસેન્સ એસએ અને યેસ રિસ્પેક્ટ એસએમાં લઘુત્તમ બેલેન્સ 25,000 રૂપિયા હશે અને આ એકાઉન્ટ પર 750 રૂપિયાનો ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. સેવિંગ એકાઉન્ટ પ્રોમાં મિનિમમ 10,000 રૂપિયાનું બેલેન્સ રાખવું પડશે અને તેનો ચાર્જ પણ વધુમાં વધુ 750 રૂપિયા હશે. સેવિંગ વેલ્યૂ માટે 5000 રૂપિયાની મર્યાદા છે અને મહત્તમ 500 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે.

બિલની ચુકવણી મોંઘી થશે

ત્રીજો ફેરફાર ક્રેડિટ કાર્ડ યુઝર્સ સાથે સંબંધિત છે, ખાસ કરીને જેઓ યુટિલિટી બિલ પેમેન્ટ માટે આ કાર્ડનો ઉપયોગ કરે છે, તો તેમના પર બોજ વધશે. 1 મેથી, યસ બેંક ક્રેડિટ કાર્ડ પર 15,000 રૂપિયાથી વધુની વીજળી અથવા અન્ય ઉપયોગિતા બિલની ચૂકવણી પર 1% વધારાનો ચાર્જ લાદવામાં આવ્યો છે, જ્યારે IDFC ફર્સ્ટ બેંક ક્રેડિટ કાર્ડ્સ પર, 20000 તેનાથી વધુના બિલની ચુકવણી પર 1% વધારાનો ચાર્જ લાદવામાં આવ્યો છે અને 18% ટકાવારી GST વસૂલવામાં આવશે.

બેંક 14 દિવસ માટે બંધ

મે 2024માં બેંકોમાં બમ્પર રજાઓ છે અને આખા મહિનામાં કુલ 14 દિવસ બેંકોમાં કોઈ કામ નહીં થાય એટલે કે બેંકમાં રજા રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા બેંક હોલીડે લિસ્ટ મુજબ, મે મહિનામાં આવતી આ રજાઓમાં અક્ષય તૃતીયા, મહારાષ્ટ્ર દિવસ, રવિન્દ્રનાથ ટાગોર જયંતિ અને અન્ય રજાઓનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં, બેંકિંગ કામ માટે ઘરેથી નીકળતા પહેલા, કૃપા કરીને એકવાર આ સૂચિ તપાસો. બીજા અને ચોથા શનિવાર ઉપરાંત, આ રજાઓમાં રવિવારની સાપ્તાહિક રજાનો પણ સમાવેશ થાય છે.

PLG ના ભાવ ઘટાડો

1 એપ્રિલે, દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી પહેલા. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કર્યો હતો અને 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 32 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. જો કે, લાંબા સમયથી ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી, હવે 1લી મેના રોજ સામાન્ય લોકો એલપીજી સિલિન્ડરના ભાવમાં રાહત મળી છે અને ભાવમાં 19 રૂપિયા જેટલો ઘટાડો કરવામાં આવ્યો છે.

આ પણ  વાંચો - LPG Cylinder Price: મોંઘવારીમાં મોટી રાહત! LPG સિલિન્ડર થયું સસ્તું, જાણો નવો ભાવ

આ પણ  વાંચો - Maharashtra : નાસિક હાઈવે પર જોરદાર અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે ટક્કર, 5 લોકોના મોત…

આ પણ  વાંચો - Amit Shah Fake Video Case : 8 રાજ્યોમાં અત્યાર સુધીમાં 16 લોકોને નોટિસ, આજે દિલ્હીમાં કરાશે પૂછપરછ…

Tags :
Advertisement

Related News

featured-img
ટેક & ઓટો

ChatGPT ડાઉન,યૂઝર્સ થયા પરેશાન,સોશિયલ મીડિયા પર કાઢી ભડાસ

featured-img
ગુજરાત

BZ Group Scam : સરકારી શિક્ષકે એજન્ટ બની 1300 લોકોનાં 70 કરોડનું રોકાણ કરાવ્યું

featured-img
રાષ્ટ્રીય

15 લાખનું દેવું કરી પત્નીને બિનકાયદેસર સરકારી નોકરી અપાવી, પત્નીએ કર્યો કાંડ

featured-img
એક્સક્લુઝીવ

Coldplay Concert માં કાળા બજારીયા રોવે તેવી સ્થિતિનું નિર્માણ, ટિકિટ ખરીદારો શોધે છે

featured-img
રાષ્ટ્રીય

દુલ્હને કહ્યું મારી હલ્દી છે મને જવા દો, પંજાબ પોલીસે કહ્યું મોઢું તો મીઠુ કરાવવું જ પડશે

featured-img
ટેક & ઓટો

Smartphone: આવી રહ્યો છે ધાંસૂ મોબાઇલ, 6500mAh બેટરી સાથે Realmeનો આ ફોન થશે લૉન્ચ

×

Live Tv

Trending News

.

×