Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mukesh Ambani ને મળી ધમકી, ધમકી આપનારે email કરી 20 કરોડની માંગણી કરી

ભારતના ટોપ બિઝનેસમેન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(Reliance Industries)ના ચેરમેન Mukesh Ambani ને ફરી એકવાર ધમકી મળી હોવાનું સામે આવ્યું છે. ધમકી આપનાર વ્યક્તિએ મુકેશ અંબાણી પાસે 20 કરોડ રૂપિયાની માંગ કરી છે અને કહ્યું છે કે જો પૈસા નહીં આપવામાં આવે...
mukesh ambani ને મળી ધમકી  ધમકી આપનારે email કરી 20 કરોડની માંગણી કરી

ભારતના ટોપ બિઝનેસમેન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(Reliance Industries)ના ચેરમેન Mukesh Ambani ને ફરી એકવાર ધમકી મળી હોવાનું સામે આવ્યું છે. ધમકી આપનાર વ્યક્તિએ મુકેશ અંબાણી પાસે 20 કરોડ રૂપિયાની માંગ કરી છે અને કહ્યું છે કે જો પૈસા નહીં આપવામાં આવે તો તેમણે પોતાનો જીવ ગુમાવવો પડશે. સૂત્રોએ જણાવ્યું કે 27 ઓક્ટોબરે એક અજાણ્યા વ્યક્તિએ મુકેશ અંબાણીના ઈમેલ આઈડી પર ધમકીભર્યો ઈમેલ મોકલ્યો હતો.

Advertisement

મુકેશ અંબાણીને પરિવાર સાથે મારી નાખવાની ધમકી

વિશ્વ પ્રસિદ્ધ ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ફરી એકવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. તેમને, તેમના પરિવારને અને તેમના ઘર એન્ટિલિયાને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. કંપનીના અધિકારીઓને એક ઈમેલ મળ્યો છે જેમાં 20 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી છે. એવું પણ લખવામાં આવ્યું છે કે જો 20 કરોડ રૂપિયા નહીં આપવામાં આવે તો મુકેશ અંબાણીને પોતાનો જીવ ગુમાવવો પડશે. પરિવાર સાથે ઉડાવી દેવામાં આવશે. તેમના ઘરને પણ ઉડાવી દેવાની પણ દમકી મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 27 ઓક્ટોબર 2023ના રોજ એક અજાણ્યા વ્યક્તિએ મુકેશ અંબાણીના ઓફિશિયલ ઈમેલ આઈડી પર ધમકીભર્યો ઈમેલ મોકલ્યો હતો.

Advertisement

માર્ચમાં પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી

Advertisement

ઉલ્લેખનીય  છે કે, માર્ચ મહિનામાં પણ મુકેશ અંબાણી અને તેમના પરિવાર સહિત દેશની ત્રણ મોટી હસ્તીઓને જાનથી મારી નાખવાની ધમકીભર્યા ફોન આવ્યા હતા. મુંબઈ પોલીસને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે ધમકી આપી હતી કે તે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, અભિનેતા ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચન અને તેમના પરિવારજનોને મારી નાખશે. તેમના ઘરો પણ બ્લાસ્ટ કરીને નષ્ટ કરવામાં આવશે. આ ધમકી બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. કોલ મુંબઈ નજીક પાલઘરના શિવાજી નગર વિસ્તારમાંથી આવ્યો હતો. કોલ રિસીવ કરનાર પોલીસ અધિકારીએ બે યુવકોને ચર્ચા કરતા સાંભળ્યા કે 25 લોકો અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર અને મુકેશ અંબાણીના બંગલાઓને ઉડાવી દેવા મુંબઈ આવ્યા હતા. આ પછી મામલાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.

પોલીસે શરૂ કરી કેસની તપાસ

ધમકીભર્યા ઈમેલમાં લખવામાં આવ્યું હતું કે, “જો તમે અમને 20 કરોડ રૂપિયા નહીં આપો તો અમે તમને મારી નાખીશું, અમારી પાસે ભારતમાં શ્રેષ્ઠ શૂટર્સ છે” આ ઈમેલ મળ્યા બાદ મુકેશ અંબાણીના સુરક્ષા ઈન્ચાર્જની ફરિયાદના આધારે, ગામદેવી પોલીસે IPC ની કલમ 387 અને 506 (2) હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધીને તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો - Forbes List : મુકેશ અંબાણી ફરી એકવાર ભારતના ટોપ 100 અમીરોમાં નંબર વન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.