Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GOLD PRICE HIKE : સોના અને ચાંદીના ભાવમાં ધરખમ વધારો, ભવિષ્યમાં હજુ પણ ભાવ વધવાની સંભાવના

GOLD PRICE HIKE : ભારતમાં આજે સોનાના ભાવમાં વધારો ( GOLD PRICE HIKE ) નોંધાયો છે. ભારતમાં આગમી દિવસોમાં સોનાના આ ભાવમાં હજી પણ વધારો જોવા મળી શકે છે તેવું જાણકારોનું માનવું છે. ભારતમાં સોનાના ભાવ વિશે વાત કરીએ તો...
gold price hike   સોના અને ચાંદીના ભાવમાં ધરખમ વધારો  ભવિષ્યમાં હજુ પણ ભાવ વધવાની સંભાવના

GOLD PRICE HIKE : ભારતમાં આજે સોનાના ભાવમાં વધારો ( GOLD PRICE HIKE ) નોંધાયો છે. ભારતમાં આગમી દિવસોમાં સોનાના આ ભાવમાં હજી પણ વધારો જોવા મળી શકે છે તેવું જાણકારોનું માનવું છે. ભારતમાં સોનાના ભાવ વિશે વાત કરીએ તો આજે ભારતમાં 22 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 69,060 રૂપિયા છે. ગત દિવસે ભાવ 69,050 હતો. મતલબ કે તેમાં વધારો ( GOLD PRICE HIKE ) થયો છે. વધુમાં આપણે 24 કેરેટ સોનાના ભાવ વિશે વાત કરીએ તો તેના ભાવમાં પણ વધારો આપણને જોવા મળી રહ્યો છે. 24 કેરેટ સોનાની કિંમત આજે 75,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ગઈકાલે 24 કેરેટ સોનાનો ભાવ 75,310 રૂપિયા હતો.

Advertisement

એક જ દિવસમાં ચાંદીનો ભાવ 3 હજારથી પણ વધ્યો

સોનાની સાથે સાથે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સોના કરતાં ચાંદીના ભાવમાં વધુ ધરખમ વધારો જોવા મળ્યો છે. ચાંદીના ભાવ વિશે આજે ચાંદીના ભાવમાં રૂ. 3,490નો ઉછાળો જોવા મળ્યો છે, આજે ચાંદી રૂ. 99,990 પ્રતિ કિલોના ભાવે વેચાશે, જ્યારે ગઈકાલે (સોમવાર) સાંજ સુધી ચાંદી રૂ. 96,500ના ભાવે વેચાતી હતી.

Advertisement

કેવી રીતે પારખી શકાશે સોનાની શુદ્ધતા

સોનાની શુદ્ધતા ઓળખવા માટે હોલ માર્કસ ઉપર ધાન આપવું પડે છે. તેની ચકાસણી માટે માટે ISO દ્વારા હોલ માર્કસ આપવામાં આવે છે. 24 કેરેટ સોનાના દાગીના પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલું છે.

મિસ્ડ કોલથી જાણો સોનાની કિંમત

22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કૉલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે.

Advertisement

આ પણ વાંચો : EPFO એ બદલ્યા નિયમો, હવે PF ખાતાધારકના મૃત્યુ પર નોમિનીને સરળતાથી મળશે પૈસા!

Tags :
Advertisement

.