Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Adani Group એ ભારતનો સર્વપ્રથમ ટ્રાન્સનેશનલ પાવર પ્રોજેકટ કાર્યાન્વિત કર્યો

ભારતના ગોડ્ડા ખાતેના અદાણી ગૃપના અલ્ટ્રા સુપર-ક્રિટીકલ થર્મલ પાવર પ્લાન્ટમાંથી બાંગ્લાદેશને સંપૂૂર્ણ લોડ સાથે વીજ પુરવઠો પૂરો પાડવાનું શરૂ કર્યા બાદ અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ શનિવારે ઢાકામાં બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાને મળ્યા હતા. ટ્રાન્સનેશનલ પાવર પ્રોજેક્ટ્સમાં અદાણી સમૂહના...
adani group એ ભારતનો સર્વપ્રથમ ટ્રાન્સનેશનલ પાવર પ્રોજેકટ કાર્યાન્વિત કર્યો

ભારતના ગોડ્ડા ખાતેના અદાણી ગૃપના અલ્ટ્રા સુપર-ક્રિટીકલ થર્મલ પાવર પ્લાન્ટમાંથી બાંગ્લાદેશને સંપૂૂર્ણ લોડ સાથે વીજ પુરવઠો પૂરો પાડવાનું શરૂ કર્યા બાદ અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ શનિવારે ઢાકામાં બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાને મળ્યા હતા. ટ્રાન્સનેશનલ પાવર પ્રોજેક્ટ્સમાં અદાણી સમૂહના પ્રવેશને દર્શાવતા કાર્યાન્વિત કરવામાં આવેલો ભારતનો ગોડ્ડા ખાતેનો USCTPP સર્વ પ્રથમ ટ્રાન્સનેશનલ પાવર પ્રોજેક્ટ છે જેમાંથી 100% ઉત્પાદિત પાવર અન્ય રાષ્ટ્રને સપ્લાય કરવામાં આવે છે.

Advertisement

ત્રણ વર્ષમાં પ્લાન્ટ કાર્યાન્વિત થયો

આ મુલાકાત બાદ શ્રી ગૌતમ અદાણીએ એક ટ્વીટમાં કહ્યું હતું કે, 1600 મેગાવોટના અલ્ટ્રા સુપર ક્રિટિકલ ગોડ્ડા પાવર પ્લાન્ટના સંપૂર્ણ લોડનો આરંભ કરીને સોંપવા પરત્વે બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાને મળવા બદલ સન્માન અનુભવું છું. ભારત અને બાંગ્લાદેશની સમર્પિત ટીમોને હું સલામ કરું છું જેમણે કોવિડના કપરા કાળમાં હિંમતપૂર્વક ત્રણ વર્ષના વિક્રમી સમયમાં પ્લાન્ટને તેની મંજિલે પહોંચાડી કાર્યાન્વિત કર્યો છે.

12 જુલાઈના રોજ ક્ષમતાનું પરિક્ષણ પૂર્ણ

અદાણી પાવર લિ.ની પૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી પાવર ઝારખંડ લિ. (APJL) એ 12 જુલાઈના રોજ ગોડ્ડા પ્લાન્ટની ભરોસાપાત્ર ક્ષમતાનું પરીક્ષણ પૂર્ણ કર્યું હતું. બાંગ્લાદેશ સાથે થયેલા પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) હેઠળ આધારભૂત ક્ષમતા પરીક્ષણની ફરજિયાત જરૂરિયાત અનુસાર વીજ પુરવઠો આપવાનું શરૂ કર્યા બાદ પ્લાન્ટના બંને એકમોની કામગીરીનું એક સાથે મૂલ્યાંકન કરવા માટે નિર્ધારિત છ કલાકના સમયગાળામાં હાથ ધરવામાં આવ્યું હતું.

Advertisement

બાંગ્લાદેશ સાથે પરચેઝ એગ્રીમેન્ટ

ભારતના ઝારખંડ રાજ્યમાં આવેલા ગોડ્ડાના 800 મેગાવોટની ક્ષમતાના પ્લાન્ટના પ્રથમ યુનિટે તા. 6 એપ્રિલના રોજ વ્યાપારી ધોરણે કામગીરી શરૂ કરી હતી અને 800 મેગાવોટની ક્ષમતાના બીજા યુનિટે પણ 26 જૂનના રોજ આ કામકાજ શરુ કર્યું હતું. અદાણી પાવર ઝારખંડ લિ. (APJL) બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડને નવેમ્બર 2017 માં 25 વર્ષના સમયગાળા માટે કરવામાં આવેલા પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ બાંગ્લાદેશ ગ્રીડ સાથે જોડાયેલ 400 kV સમર્પિત ટ્રાન્સમિશન સિસ્ટમને. ગોડ્ડા USCTPP માંથી 1,496 મેગાવોટ સપ્લાય કરશે.

અદાણી જુથે કેપેસીટીનું ઉદાહરણ પુરુ પાડ્યું

ગોડ્ડા USCTPPના કાર્યાન્વયન સાથે અદાણી સમૂહે વિશ્વ-કક્ષાના પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને એસેટ મેનેજમેન્ટ ક્ષમતાઓનું આકર્ષક ઉદાહરણ પુરુ પાડ્યું છે. ફાઇનાન્શિયલ ક્લોઝર અને જરૂરી મંજૂરીઓ પ્રાપ્ત કર્યા પછી ૧૦૫ કિમી-લાંબી ૪૦૦ kV ડબલ સર્કિટ ટ્રાન્સમિશન લાઇનની સ્થાપના સહિત પ્રોજેક્ટ સંબંધિત સમાવિષ્ટ નોંધપાત્ર લોજિસ્ટિકલ પડકારો વચ્ચે માત્ર ૪૨ મહિનાના વિક્રમજનક સમયમાં USCTPPનું કમિશનિંગ સવિશેષ નોંધપાત્ર છે જેમાં ખાનગી રેલ્વે લાઇનનું નિર્માણ અને ગંગામાંથી પાણીની વ્યાપક પાઇપલાઇનનું અમલીકરણ પણ સામેલ હતું.

Advertisement

કોરોનાના કપરા કાળ વચ્ચે કામ પૂર્ણ કર્યું

કોવિડની મહામારીના કપરા કાળમાં આ સિદ્ધિ આડે પ્રોજેક્ટની સમયરેખાના બે વર્ષથી વધુ સમય દરમિયાન નોંધપાત્ર અવરોધો ઊભા કર્યા હોવા છતાં અદાણીની એન્જિનિયરિંગ ટીમે પરિસ્થિતિને અનુરૂપ નવીનતાપૂર્વક તમામ ટેસ્ટિંગ અને કમિશનિંગ પ્રોટોકોલને ટેલી-વાર્તાલાપ અને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હેન્ડલ કર્યા હતા. વિક્રમી સમયમાં પ્રોજેક્ટનું કામકાજ સંપ્પન કરવો એ આ ક્ષેત્રોમાં અદાણીની ક્ષમતાઓ વિશ્વ-કક્ષાની છે તેનો ઉત્તમ પૂરાવો છે, જેણે તેમને વિશ્વભરના ઉદ્યોગમાં શ્રેષ્ઠતા સાથે સમકક્ષ સ્થાને મૂકે છે.

પર્યાવરણને અનુકૂળ કામગીરી

પ્રવાહી બળતણનો ઉપયોગ કરીને ઉત્પન્ન થતી મોંઘી વીજળીના સ્થાને ગોડ્ડાથી પૂરી પાડવામાં આવતી વીજળી બાંગ્લાદેશની વીજળીની સ્થિતિ પર સકારાત્મક અસર કરવા ઉપરાંત આ બદલાવ બાંગ્લાદેશને ખરીદેલી વીજળીની સરેરાશ કિંમત ઘટાડવામાં મદદ કરશે. ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના ધારાધોરણ સાથે તાલમેલ સાધીને ગોડ્ડા પાવર પ્લાન્ટ ભારતમાં સૌ પ્રથમ છે જેણે 100 % ફ્લુ ગેસ ડિસલ્ફ્યુરાઇઝેશન (FGD), સિલેક્ટિવ કેટાલિટીક રિકન્વર્ટર (SCR) અને ઝીરો વોટર ડિસ્ચાર્જ સાથે ઉત્સર્જન ઘટાડવા અને પર્યાવરણને અનુકૂળ કામગીરી શરૂ કરી છે.

બંને દેશોના આર્થિક સંબંધોની દિશામાં નોંધપાત્ર સિમાચિહ્ન

ગોડ્ડા USCTPP ની શરુઆત અદાણી સમૂહ અને બાંગલાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ સાથે બંને રાષ્ટ્રો વચ્ચેના આર્થિક સંબંધોની દીશામાં નોંધપાત્ર સીમાચિહ્ન છે. અદાણી પાવર સ્પર્ધાત્મક ટેરિફ પર અવિરત અને ભરોસાપાત્ર વીજળી પૂરી પાડીને બાંગ્લાદેશની આર્થિક વૃદ્ધિ અને સમૃદ્ધિમાં ભાગીદાર બની છે. આ સહયોગથી ઉદ્યોગના વિકાસને વેગ મળશે અને બાંગ્લાદેશનું અર્થતંત્ર વધુ મજબૂત બનશે.

આ પણ વાંચો : SBI EMI: EMI મોંઘી થઈ, SBIએ લોનના વ્યાજ દરમાં 0.05 ટકાનો વધારો કર્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.