ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શાળાઓમાં રામાયણ ભણાવવા ટીવીના રામ 'Arun Govil' ની ખાસ સલાહ

Arun Govil: રામાનંદ સાગરની રામાયણના ભગવાન શ્રીરામનું પાત્ર નિભાવીને ભારતભરના હિંદુમાં પોતાના આગવું સ્થાન ધરાવનાર અરુણ ગોવિલ વર્ષો પછી પણ લોકોનો દિલો પર રાજ કરી રહ્યા છે. અત્યારે પણ લોકો તેમને રામ તરીકે જોવે છે. અયોધ્યામાં થયેલી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા...
05:43 PM Feb 06, 2024 IST | VIMAL PRAJAPATI
Arun Govil

Arun Govil: રામાનંદ સાગરની રામાયણના ભગવાન શ્રીરામનું પાત્ર નિભાવીને ભારતભરના હિંદુમાં પોતાના આગવું સ્થાન ધરાવનાર અરુણ ગોવિલ વર્ષો પછી પણ લોકોનો દિલો પર રાજ કરી રહ્યા છે. અત્યારે પણ લોકો તેમને રામ તરીકે જોવે છે. અયોધ્યામાં થયેલી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પણ તેઓ સામેલ થયા હતા. આ દરમિયાન અરુણ ગોવિલે આપણાં ધાર્મિક ગ્રંથ રામાયણને શાળાના પાઠ્યક્રમમાં સામેલ કરવાની વાત કરી હતી.

અરુણ ગોવિલ ઘણીવાર રામાયણ પર વાત કરતા રહે છે.શાળામાં રામાયણ ભણાવવી જોઈએ કે, નહીં તેના પર અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે. આ બાબતે તેઓએ પોતાના નિવેદનમાં શાળામાં રામાયણ ભણાવવાની વાતને સમર્થન આપ્યું હતું. સમર્થન આપતાની સાથે તેના ફાયદા પણ જણાવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, શા માટે શાળામાં રામાયણ ભણાવવી જોઈએ.

મીડિયા એજન્સી દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં અરૂણ ગોવિલ જણાવી રહ્યા છે કે, ‘રામાયણને આપણી શાળાઓના અભ્યાક્રમાં સામેલ કરવો જોઈએ કારણ કે, આ રામાયણને માત્ર ધાર્મિક કહેવાનો કોઈ અર્થ નથી, રામાયણ આપણાં જીવનનું દર્શન છે.’

અભિનેતાએ વધુમાં કહ્યું કે, ‘રામાયણ આપણને તે સિખવાજે છે કે આપણે કેવી રીતે જીવવું જોઈએ. સંબંધો કેવા હોવા જોઈએ, કેટલું ધૈર્ય રાખવું જોઈએ અને વ્યક્તિને કેવી રીતે શાંતિ મળે છે? આ બધી બાબતો રામાયણ શિખવાડે છે. રામાયણ માત્ર સનાતનીઓ માટે નથીં પરંતુ રામાયણ દરેક માટે છે તેથી તેને પાઠ્યક્રમમાં સામેલે કરવી જ જોઈએ.’

ઉલ્લેખનીય છે કે, શાળાઓ માટે સામાજિક વિજ્ઞાનના અભ્યાસક્રમમાં સુધારો કરવા માટે રચાયેલી NCERTની સામાજિક વિજ્ઞાન સમિતિએ પુસ્તકોમાં ભારતીય જ્ઞાન પ્રણાલી, વેદ અને આયુર્વેદનો સમાવેશ કરવા સહિત અનેક પ્રસ્તાવો આપ્યા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: કવિ Kumar Vishwas રાજ્યસભામાં જશે! BJP એ તૈયાર કર્યું 35 લોકોનું લિસ્ટ

Tags :
actor arun govilactor arun govil uparun govilarun govil 695arun govil in indian idolramayanRamayan SerialRamayana themeWorld's largest Ramayana book
Next Article