Ram Mandir: રામ મંદિરના ઉદ્ઘાટનના દિવસે આ રાજ્યોમાં નહીં વેચાય દારૂ, આ રહ્યું લિસ્ટ
Ram Mandir: 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે. જેને લઈને દેશભરમાં તાડમાર તૈયારીઓ ચાલી રહી છે. દેશમાં અનેક જગ્યાઓ પર વિવિધ પ્રકારના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય કેટલાક ખાસ લોકોની હાજરીમાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ કરવામાં આવશે. આ સમારોહ માટે દેશભરમાંથી અનેક લોકોને આમંત્રીત કરવામાં આવ્યા છે. આ સાથે સાથે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનના દિવસને ઉત્તર પ્રદેશ સહિત ભાજપ શાષિત કેટલાક રાજ્યોમાં ડ્રાય ડે પણ ઘોષિત કરવામાં આવ્યો છે. આ ખાસ દિવસને ધ્યાનમાં રાખીને ભાજપ શાષિત કેટલાક રાજ્યોમાં આ દિવસે દારૂના વેચાણ પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે.
ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 22 જાન્યુઆરીએ શાળામાં રજાની ઘોષણા કરવાનો નિર્દેશ કર્યો છે. આ ખાસ દિવસને રાષ્ટ્રીય ઉત્સવ બતાવતા યોગી આદિત્યનાથે કહ્યું કે, ‘22 જાન્યુઆરીએ રાજ્યમાં દારૂની દુકાનો બંધ રહેશે. પ્રાણ-પ્રતિષ્ઠાનો આ ઐતિહાસિક કાર્યક્રમ કરોડો લોકો માટે હર્ષ અને ઉલ્લાસ, ગૌરવ અને આત્મસંતોષનો અવસર છે. આ દિવસે દરેક મંદિરને શણગારમાં આવશે.’
આ પણ વાંચો: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ થશે લાલકૃષ્ણ અડવાણી
છત્તીસગઢ
રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે જેમ લોકોનો ઉત્સાહ પણ વધી રહ્યો છે. આવો જ મહોલ શ્રી રામના મોસાળ છત્તીસગઢમાં પણ જોવા મળી રહ્યો છે. અહીં પણ રામ મંદિરને લઈને લોકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. 22 જાન્યુઆરીના દિવસે દારૂ પણ પ્રતિબંધ લગાવવા વાળું પ્રથમ રાજ્ય છત્તીસગઢ છે. રાજ્યના નવા મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાયે આની ઘોષણા કરી હતી. તેમણે કહ્યું કે, ‘રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે 22 જાન્યુઆરીનો આખો દિવસ ડ્રાઈ ડે રહેશે. આ દિવસે ન માત્ર દુકાનો પરંતુ પબ, રેસ્ટોરેન્ટમાં પણ દારૂના વેચાણ પર પ્રતિંબંધ રહેશે.’
આસામ
આસામ સરકારે પણ એક મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે 22 જાન્યુઆરીને ડ્રાય ડે જાહેર કરવામાં આવ્યો છે. આ દિવસે રાજ્યમાં દારૂની તમામ દુકાનો બંધ રહેશે અને દારૂના વેચાણ પર પણ પ્રતિબંધ રહેશે. ઉલ્લેખનીય છે કે, યુપી અને છત્તીસગઢને જોતા આસામ સરકારે આ નિર્ણય લીધો છે. રાજ્યના પ્રવાસ મંત્રી જયંત મલ્લ બરૂઆએ જાહેરાત કરતા કહ્યું કે, ‘રામ મંદિરના ઉદ્ઘાટનને ધ્યાને રાખીને આસામ સરકારે 22 જાન્યુઆરીને ડ્રાય ડે જાહેર કર્યો છે.
રાજસ્થાન
હમાણાં જ યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં રાજસ્થાનમાં ભાજપની જીત થઈ હતી. ભાજપ શાષિત રાજસ્થાનમાં 22 જાન્યુઆરીના દિવસે કોઈ મોટો નિર્ણય તો લેવામાં નથી આવ્યો પરંતુ એવા નિર્ણય લેવામાં આવ્યો છે કે, જયપુરના નિગમ ક્ષેત્રમાં જેએમસીમાં માંસની દુકારનો 22 જાન્યુઆરીએ બંધ રહેશે.
દિલ્હી
દિલ્હી વિધાનસભામાં વિપક્ષ નેતા રામવીર સિંહ બિધુડીએ મુખ્યમંત્રી કેજરીવાલને અપીલ કરી છે કે, 22 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં માંસ અને દારૂની દુકાનોને બંધ રાખવામાં આવે. રામ મંદિરના ઉદ્ઘાટનને ધ્યાને રાખીને તેમણે સરકારને આ સંબંધે આદેશ કરવાની માંગણી કરી છે.
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રમાં મંત્રી અને ભાજપ નેતા મંગલ પ્રતાપ લોઢાએ મુખ્યમંત્રી એકનાથ શિંદેને પત્ર લખીને વિનંતી કરી છે કે, 22 જાન્યુઆરીના દિવસે જાહેર રજા ઘોષિત કરવામાં આવે. આ સાથે ભાજપના વિધાયક રામ કદમે પણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને આ દિવસે દારૂ અને માંસના વેચાણ પર પ્રતિબંધ કરવાની માંગ કરી છે.