Ram Mandir Ayodhya: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અતૂટ અને અથાક રામ ભક્તિ
Ram Mandir Ayodhya: વડાપ્રધાન મોદી 11 દિવસના અનુષ્ઠાન પર છે અને તેમણે અન્ન-જળનો પણ ત્યાગ કરેલો છે. અત્યારે તેઓ માત્ર નારિયેળનું પાણી જ પીવે છે. રામ મંદિરને લઈને તેમને 50 વર્ષ પહેલા એક પ્રતિજ્ઞા લીધી હતી કે, હવે રામ મંદિર બનાવ્યા પછી જ અયોધ્યા આવીશ. હવે તેમની એ પ્રતિજ્ઞા પૂરી થવા આવી છે. જેથી વડાપ્રધાન મોદી અત્યારે રામ ભક્તિમાં મગ્ન થઈ ગયા છે. તેઓ બ્રહ્મ મુહૂર્ત એટલે કે, રાત્રી પછીના અને સૂર્યોદય પહેલાના સમયમાં જાગી જાય છે.
જમીન પર જ શયન કરે છે વડાપ્રધાન મોદી
સવારે વહેલા જાગ્યા બાદ તેમની દિવસની શરૂઆત ધ્યાન અને સાધનાથી થાય છે. આ સાથે સાથે તેઓ ત્યારે ગૌસેવા પણ કરી રહ્યા છે. જેની કેટલીક તસવીરો પણ સામે આવી હતી. પ્રધાનમંત્રી અત્યારે માત્ર જમીન પર જ શયન કરે છે. તેમની રામ ભક્તિ સ્પષ્ટ દેખાઈ રહી છે. એટલું જ નહીં પરંતુ તેઓ સાથે સાથે દેશના વડાપ્રધાન હોવાનું કર્તવ્ય પણ નિભાવી રહ્યા છે. એવું નથી કે, રામ ભક્તિમાં છીએ તો ઓફિસ નહીં જવાનું અને વડાપ્રધાનની જવાબદારી નહીં નિભાવવાની!
પ્રધાનમંત્રી 11 દિવસના અનુષ્ઠાન પર છે
ઉલ્લેખનીય છે કે, મંદિર (Ram Mandir Ayodhya)ની હવે બે જ દિવસમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. પરંતુ રામ ભક્તો એ ચોક્કસ રીતે જાણે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અતુટ રામ ભક્તિ અને આસ્થાના કારણે આ શક્ય બન્યું છે. એટલું જ નહીં પરંતુ અત્યારે શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પીએમ મોદી 11 દિવસના અનિષ્ઠા પર બેઠા છે. તેની સાથે સાથે તેઓ તેમાં આવતા તમામ કઠોર રીતિરિવાજનું પણ પાલન કરી રહ્યાં છે.
આ પણ વાંચો: રામ જન્મભૂમિ પર આવી ઐતિહાસિક ફિલ્મ '6 9 5', નામમાં જ છે રહસ્ય
આ મંદિરોના દર્શને પહોચ્યા પીએમ મોદી
વડાપ્રધાને અનુષ્ઠાન શરૂ કર્યા ત્યારથી જ દેશભરના મંદિરોના દર્શને જઈ રહ્યા છે જેમંદિરો શ્રીરામ ભગવાનની માન્યતાઓ સાથે સંકળાયેલા છે. પ્રધાનમંત્રીએ શરૂઆત નાસિકના રામકુંડ અને કલા મંદિરથી કરી હતી. જે મંદિર મા શબરી અને પંચવટી સાથે સંકળાયેલા છે. ત્યાર બાદ તેઓ આંધ્રપ્રદેશના પુટુપર્થીના વીરભદ્ર મંદિરે ગયા હતા. જે મંદિર રામયાણના જટાયું સાથે સંકળાયેલું છે. તે બાદ પીએમએ કેરળના ગુરૂવાયુર મંદિર, શ્રીરામાસ્વામી મંદિરે જઈને પૂજા કરી હતી. પછી તેઓ તમિલનાડુના શ્રી રંગનાથ સ્વામી મંદિર ગયાં હતા. હજું પણ પીએમ મોદી અનેક મંદિરોના દર્શને જવાના છે. જેમાં મુખ્યત્વે શ્રી અરૂણમિગુ રામનાથસ્વામી મંદિર, ધનુષકોડીનું કોથાંડરામાસ્વામી મંદિર, અરિચલ મુનાઈના રામ-સિતા મંદિરમાં જવાના છે. આ દરેક મંદિરનો શ્રી રામ સાથે કંઈક નાતો જોડાયેલો છે.