Postage Stamp: પીએમ મોદીએ જાહેર કરી રામ મંદિરની ટપાલ ટિકિટ, કહ્યું કે આ...
Postage Stamp: ભારતભરમાં અત્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. સાથે સાથે આ કાર્યક્રમને ખાસ બનાવવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. પીએમ નરેન્દ્ર મોદીએ શ્રી રામ જન્મભૂમિ મંદિર પર ટપાલ ટિકિટ અને વિશ્વભરમાં ભગવાન રામ પર ટિકિટોનું એક પુસ્તક જાહેર કર્યું છે. વડાપ્રધાન મોદીએ કુલ છ ટપાલ ટિકિટો જાહેર કરી તેમાં રામ મંદિર, ભગવાન ગણેશ, ભગવાન હનુમાન, જટાયુ, કેવટરાજ અને શબરી માતાની ટિકિટ સામેલ છે.
કુલ છ ટિકિટ જાહેર કરવામાં આવી
ઉલ્લેખનીય છે કે,આ ટપાલ ટિકિટોમાં રામ મંદિર, ચૌપાઈ ‘મંગલ ભવન અમંગલ હારી’, સૂર્ય, સરયૂ નદી અને મંદિરમાં તેની આપ પાસની મૂર્તિઓની આકૃતિ બનાવાઈ છે.સ્ટામ્પ પુસ્તક વિવિધ સમાજો પર શ્રી રામની સત્તા અપિલ પ્રદર્શિત કરવાનો એક પ્રયાસ છે. 48 પાનાની આ પુસ્તકમાં અમેરિકા, ન્યૂઝીલેન્ડ, સિંગાપુર, કનેડા, કંબોડિયા અને સંયુક્ત રાષ્ટ્ર જેવા સંગઠનો સહિત 20 વઘારે દેશો દ્વારા જાહેર કરવામાં આવેલી ટપાલ ટિકિટ સામેલ છે.
Prime Minister Narendra Modi releases Commemorative Postage Stamps on Shri Ram Janmbhoomi Mandir and a book of stamps issued on Lord Ram around the world. Components of the design include the Ram Mandir, Choupai 'Mangal Bhavan Amangal Hari', Sun, Sarayu River and Sculptures in… pic.twitter.com/ISBKLFORG4
— ANI (@ANI) January 18, 2024
ટપાલ ટિકિટને લઈને મોદીએ કરી મોટી વાત
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘આ ટપાલ ટિકિટ વિચારો, ઇતિહાસ અને ઐતિહાસિક અવસરોને આવનારી પેઢી સુધી પહોચાડવાનું માધ્યમ હોય છે.જ્યારે કોઈ ટપાલ જાહેર થાય છે, જ્યારે કોઈ ટપાલ મોકલે છે. ત્યારે તે માત્ર પત્ર નથી મોકલતા પરંતુ પત્રના માધ્યમથી ઇતિહાસને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોચાડે છે. આ માત્ર કાગળનો ટુકડો નથી. આ ઇતિહાસના પુસ્તકોના રૂપો અને ઐતિહાસિક ક્ષણોના નાનું એવું સ્વરૂપ છે. આનાથી યુવા પેઢીને ઘણું બધું શિખવા અને જાણવા મળશે. આ ટિકિટમાં રામ મંદિરનું ભવ્ય ચિત્ર છે.’
PM મોદીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે 20 દેશોની ટપાલ ટિકિટનું પુસ્તક લોંચ કર્યું#AyodhyaRamMandir #RamMandirPranPratishta #PMModi #postalstamps #GujaratFirst@sanghaviharsh @HMOIndia @PMOIndia @CMOGuj @BJP4Gujarat @BJP4India @AmitShah @narendramodi @Bhupendrapbjp @CRPaatil… pic.twitter.com/vGvjBBXiXI
— Gujarat First (@GujaratFirst) January 18, 2024
આ પણ વાંચો: Ram Mandir Ayodhya: 22 જાન્યુઆરીએ આ રાજ્યમાં શાળા-કોલેજ રહેશે બંધ
ટપાલ વિભાગને સંતોનું માર્ગદર્શન: પીએમ
આ દરમિયાન પીએમ મોદી ને વિડિયો સંદેશ પણ ચાલુ રાખ્યો. પીએમ મોદીએ કહ્યું, 'ડાક ટિકિટ મોટી-બડી વિચાર એક નાની બેંક હતી. ટપાલ વિભાગને સંતોનું માર્ગદર્શન. ટપાલ ટિકિટ વિચાર અને હિસ્ટોરી લમ્હેં સંજોતે છે. ટપાલ ટિકિટ તમારા સંદેશો પહોંચાડે છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.