Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

RAM MANDIR ખાતે આરતી સમયે કરાશે પુષ્પવર્ષા, સંગીતકારો એકસાથે તેમના વાદ્યો વગાડશે

ભગવાન શ્રી રામ પોતાની અયોધ્યા નગરીમાં હવે પધારવા જય રહ્યા છે. વિશ્વભરના દરેક સનાતનીઓની 500 વર્ષની પ્રતિક્ષાનો અંત આવવા જય રહ્યો છે. અયોધ્યા ખાતે હાલ રામ ભક્તોનો જમાવડો લાગ્યો છે. થોડા સમયમાં જ ભગવાન રામનો અભિષેક કરવામાં આવશે. RAM MANDIR...
11:41 AM Jan 22, 2024 IST | Harsh Bhatt

ભગવાન શ્રી રામ પોતાની અયોધ્યા નગરીમાં હવે પધારવા જય રહ્યા છે. વિશ્વભરના દરેક સનાતનીઓની 500 વર્ષની પ્રતિક્ષાનો અંત આવવા જય રહ્યો છે. અયોધ્યા ખાતે હાલ રામ ભક્તોનો જમાવડો લાગ્યો છે. થોડા સમયમાં જ ભગવાન રામનો અભિષેક કરવામાં આવશે. RAM MANDIR ખાતે આરતી દરમિયાન સેનાના હેલિકોપ્ટર પુષ્પવર્ષા કરશે. મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર, સેનાના હેલિકોપ્ટર અયોધ્યામાં ફૂલોની વર્ષા કરશે. પ્રાણ પ્રતિષ્ઠામાં રામ જન્મભૂમિ મંદિરમાં આરતી દરમિયાન 30 કલાકારો ભારતીય સંગીતનાં સાધનો વગાડશે. બધા મહેમાનોને ઘંટ આપવામાં આવશે, જે તેઓ આરતી દરમિયાન વગાડશે

ઐતિહાસિક સમારોહમાં દેશના તમામ મુખ્ય આધ્યાત્મિક અને ધાર્મિક સંપ્રદાયોના પ્રતિનિધિઓ હાજરી આપશે

એવું કહેવામાં આવ્યું હતું કે તમામ સંગીતકારો એકસાથે તેમના વાદ્યો વગાડશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી બપોરે લગભગ 12 વાગ્યે અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં શ્રી રામ લલ્લાના અભિષેક સમારોહમાં ભાગ લેશે.

આ ઐતિહાસિક સમારોહમાં દેશના તમામ મુખ્ય આધ્યાત્મિક અને ધાર્મિક સંપ્રદાયોના પ્રતિનિધિઓ હાજરી આપશે. આ સમારોહમાં વિવિધ આદિવાસી સમુદાયોના પ્રતિનિધિઓ સહિત જીવનના તમામ ક્ષેત્રના લોકો પણ ભાગ લેશે. આ પ્રસંગે વડાપ્રધાન આ ખાસ સભાને સંબોધશે.

અભિજીત મુહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે

RAM MANDIR

ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અભિજીત મુહૂર્તમાં કરશે.121 આચાર્યો દ્વારા અનુષ્ઠાન કરાવવામાં આવશે. ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડની દેખરેખ રાખશે. વડાપ્રધાન મોદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં ધાર્મિક વિધિઓ અને પ્રાણ પ્રતિષ્ઠાની તમામ કાર્યવાહીનું સંકલન અને નિર્દેશન કરવામાં આવશે.

રામ મંદિરના અભિષેક બાદ આ રહેશે કાર્યક્રમ

રામ મંદિરનો જે ભવ્ય રીતે અભિષેક થઈ રહ્યો છે તેનો ઘણો શ્રેય પીએમ નરેન્દ્ર મોદી અને સીએમ યોગી આદિત્યનાથને જાય છે. આ ઉપરાંત સંઘ કાર્યકર્તાઓ પણ દેશભરમાં ઘરે-ઘરે જઈને રામ મંદિરના અભિષેકનો સંદેશો આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રામ મંદિરના અભિષેક બાદ પીએમ મોદી, સીએમ યોગી અને સંઘ પ્રમુખ મોહન ભાગવત સંદેશ આપશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું હતું કે પ્રાણ પ્રતિષ્ઠાનો સમગ્ર કાર્યક્રમ બપોરે 1 વાગ્યા સુધીમાં પૂર્ણ થશે.

અયોધ્યામાં કડક સુરક્ષા વ્યવસ્થા

અયોધ્યા રામ મંદિરના અભિષેક માટે સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આજે અયોધ્યા અને તેની આસપાસ દરેક જગ્યાએ પોલીસ અને સુરક્ષાકર્મીઓ નજરે પડે છે. સુરક્ષામાં કોઈ ક્ષતિ ન રહે તે માટે 7 સ્તરની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. અયોધ્યા ધામના દરેક ખૂણે 10,000 સીસીટીવી રૂમ દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો -- રામયણની ‘Sita’ થયા ભાવુક, કહ્યું કે,’આજે અમારી જીત થઈ’

 

 

Tags :
AartiAyodhyaFlowersHistoricIndiaMAHOTSAVpm modipran-pratishtharam mandir
Next Article