Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તમે જાણો છો Ayodhya પર ચૂકાદો આપનાર પાંચ ન્યાયધીશો અત્યારે શું કરે છે?

Ayodhya: સમગ્ર ભારતવર્ષ માટે 22 જાન્યુઆરીએ ઐતિહાસિક દિવસ સાબિત થવાનો છે. 500થી પણ વધારે વર્ષોના સંઘર્ષ બાદ અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેદ્ર મોદી સહિત વિશ્વભરના તમામ માન્યગણ લોકો હાજરી આપી આ ઐતિહાસિક ક્ષમના...
તમે જાણો છો ayodhya પર ચૂકાદો આપનાર પાંચ ન્યાયધીશો અત્યારે શું કરે છે

Ayodhya: સમગ્ર ભારતવર્ષ માટે 22 જાન્યુઆરીએ ઐતિહાસિક દિવસ સાબિત થવાનો છે. 500થી પણ વધારે વર્ષોના સંઘર્ષ બાદ અયોધ્યામાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેદ્ર મોદી સહિત વિશ્વભરના તમામ માન્યગણ લોકો હાજરી આપી આ ઐતિહાસિક ક્ષમના સાક્ષી થવાના છે. એટલું નહીં પરંતુ આ શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સુપ્રીમ કોર્ટના એ પાંચ જજોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમણે 2019માં રામ જન્મભૂમિ પર ઐતિહાસિત ચુકાદો આપ્યો હતો.

Advertisement

પાંચ ન્યાયધીશોમાંથી ચાર નિવૃત્ત થઈ ગયા

રામ જન્મભૂમિ પર 2019માં ઐતિહાહિક ચુકાદો આપનાર પાંચ જજોની પેનલમાં જસ્ટિટ રંજન ગોગોઈ, જસ્ટિટ એસ.એ બોબડે, જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિટ અબ્દુલ નઝીર સામેલ હતા. શું તમને ખબર છે આ પાંચ જજો અત્યારે ક્યા છે અને શું કરી રહ્યા છે? મળતી વિગતો પ્રમાણે આ પાંચ જજોમાંથી ચાર જજ નિવૃત્ત થઈ ગયા છે, જ્યારે એક જજ અત્યારે પણ સુપ્રીમ કોર્ટમાં છે.

જસ્ટિસ રંજન ગોગોઈ

ઉલ્લેખનીય છે કે, 2019માં રામ જન્મભૂમિ મામલે ઐતિહાસિક ચૂકાદો આવ્યો હતો. ત્યારે જજોની એ પેનલમાં જસ્ટિસ રંજન ગોગોઈ મુખ્ય ન્યાયધીશ હતા. તેઓ 2019માં જ નિવૃત્ત થઈ ગયા હતા. મળતી વિગતો પ્રમાણે સેવાનિવૃત્ત થયાના ચાર મહિના પછી તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેઓ રાજ્યસભા માટે નોમિનેટ થયા હતા.

Advertisement

જસ્ટિસ અરવિંદ બોબડે

સુપ્રીમ કોર્ટના એ પાંચ ન્યાયધીશોમાં જસ્ટિસ શરદ અરવિંદ બોબડે પણ સામેલ હતા. રંજન ગોગોઈની નિવૃત્તિ બાદ તેઓ સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયધીશ બન્યા હતા. ત્યાર બાદ 23 એપ્રિલ 2021માં નિવૃત્તિ લીધી હતી. નિવૃત્તિ લીધા બાદ તેઓ મહારાષ્ટ્ર નેશનલ લો યુનિવર્સિટીમાં ચાન્સેલર બન્યા હતા. અત્યારે તેમનું નામ યુનિવર્સિટીના પ્રોફેસર એમેરિટસમાં સામેલ છે.

જસ્ટિસ અશોક ભૂષણ

ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ અશોક ભૂષણ (Justice Ashok Bhushan) પણ ન્યાયધીશોની તે પેલનમાં સામેલ હતા. જસ્ટિસ અશોક ભૂષણે જુલાઈ 2021માં સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયા હતા. ત્યારે કેન્દ્ર સરકારે તેમને નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (NCLAT)ના અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા હતા.

Advertisement

જસ્ટિસ અબ્દુલ નઝીર

અયોધ્યા રામ જન્મભૂમિ મામલે ચૂકાદો આપવાવાળી ન્યાયધીશોના પેનલમાં જસ્ટિસ એસ. અબ્દુલ નઝીર પણ સામેલ હતા. તેઓ પણ જાન્યુઆરી 2023માં નિવૃત્ત થઈ ગ્યા હતા. નિવૃત્તિના એક મહિના બાદ તેમને આંધ્ર પ્રદેશના રાજ્યપાલ બનાવી દેવામાં આવ્યા હતા. જો કે, તે મામલે ઘણા વિવાદો પણ થયા હતા.

આ પણ વાંચો: Ram Mandir Ayodhya: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અતૂટ અને અથાક રામ ભક્તિ

જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચુડ

જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચુડ (CJI DY Chandrachud) પણ અયોધ્યા પર ચુકાદો આપનાર ન્યાયધીશોની પેનલમાં સામેલ હતા. અત્યારે તેઓ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ છે અને તેઓ હજી 2024ના નવેમ્બર મહિના સુધી તે પદ પર રહેવાના છે.

Tags :
Advertisement

.