Batool Zahra: કાશ્મીરની મુસ્લિમ છોકરીએ મોદીના વખાણ કરતા ગાયું રામ ભજન
Batool Zahra: જમ્મુ-કાશ્મીરના ઉરીમાં રહેનારી બતુલ ઝહરા ફરી એકવાર સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહી છે. જહરાએ અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પહાડી બોલીમાં એક ભજન ગાયું છે, જે અત્યારે ખુબ જ વાયરલ થઈ રહ્યું છે. એટલું જ નહીં પરંતુ તે પ્રધાનમંત્રીના વખાણ કરતી પણ જોવા મળી રહી છે.
રામ ભજનથી વાયરલ થઈ રહી છે ઝહરા
આ વીડિયોના વાત કરવામાં આવે તો ઝહરા કાશ્મીરની પહાડી બોલીમાં કહે છે કે, ‘આપણાં પ્રધાનમંત્રીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા 11 દિવસનું વ્રત રાખ્યું છે. પીએમ મોદીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સંકલ્પ પણ કર્યો છે. આજે આખો દેશ રામમય થઈ ગયો છે. દરેક વિસ્તારોમાં રામના ગીતો ગવાઈ રહ્યા છે. અમારૂ જમ્મુ-કાશ્મીર પણ તેમા પાછળ નથી.’
ઉલ્લેખનીય છે કે,આ વીડિયોમાં જહરા પહાડી ગીતમાં ગાય છે કે, ‘સીતાજી કે સાથ શ્રી રામ પધારેંગે’ બધા સ્વાગતમાં ઢોલ વગાડો, શ્રીરામ સાથે ભક્ત હનુમાનજી પધારી રહ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
નંબરે પાસ થઈને પહેલી વાર ચર્ચામાં આવી હતી
નોંધનીય છે કે, ઉરીમાં રહેતી બતુલ ઝહરા ઇન્ટરમીડિએટની પરીક્ષામાં સારા એવા નંબરે પાસ થઈને પહેલી વાર ચર્ચામાં આવી હતી. ઝહારા, જે પહાડી જનજાતિની હતી, તે ઘણીવાર પગપાળા શાળાએ જતી હતી. આવી સ્થિતિમાં, મૂળભૂત સુવિધાઓનો અભાવ હોવા છતાં, ધોરણ 12 માં સારો સ્કોર કરવા બદલ તેના ખૂબ વખાણ થયા.
આ પણ વાંચો: પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે કેવા વસ્ત્રો પહેરશે શ્રી રામ? આ રહીં વિગતો…
આઈએએસ બનવા માંગે છે ઝહરા
ઝહરાએ કહ્યું હતું કે, તે આઈએએસ અધિકારી બનવા માંગે છે. તે જે પહાડી જનજાતિમાંથી આવે છે તે જાતિ સાંસ્કૃતિક ધરોહરને જાળવી રાખવા માટે ઓળખાય છે. ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં થઈ રહેલ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભારત સહિત વિશ્વભરના હિંદુઓમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત થવાના છે.