Ayodhya News: રામ ભક્તો માટે સરકાર વધુ એક સવલત લાગુ કરશે
Ayodhya News: Ayodhya માં 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગને લઈ Ayodhya સહિત દેશમાં તાડમાર તૈયારીઓ શરું કરવામાં આવી છે. તો ત્યારે Ayodhya માં પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે ઉપસ્થિતિને લઈને વધુ એક ખાસ સવલત જાહેર કરવામાં આવી છે.
તેના અંતર્ગત આગ્રા અને મથુરા બાદ હવે ટૂંક સમયમાં Ayodhya માં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે Helicopter સેવા શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્રવાસન વિભાગની કંપની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરશે. કેટલીક ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી, 22 જાન્યુઆરી પહેલા Ayodhya માં Helicopter સેવાઓનું સંચાલન શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.
25 ડિસેમ્બરથી આગ્રા અને મથુરામાં Helicopter સેવા શરૂ કર્યા બાદ CM Yogi આદિત્યનાથે તેને Ayodhya માં વહેલી તકે શરૂ કરવાની સૂચના આપી હતી. ગયા વર્ષે ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 32 કરોડ સ્થાનિક પ્રવાસીઓ આવ્યા હતા.
श्री राम जन्मभूमि मंदिर का भव्य सिंहद्वार#ayodhyarammandir pic.twitter.com/ShSPPnOH69
— Ayodhya Development Authority (@ayodhyadevauth) January 4, 2024
સરકાર ઝડપથી કામ કરી રહી છે
Ayodhya માં 22 જાન્યુઆરીએ શ્રી રામ મંદિરના રાજ્ય અભિષેક બાદ દેશ-વિદેશથી રાજ્યમાં આવનારા પ્રવાસીઓની સંખ્યામાં વધુ વધારો થવાની ખાતરી છે. તેને ધ્યાનમાં રાખીને સરકાર તમામ મુખ્ય પ્રવાસન સ્થળોને રોડ અને એર કનેક્ટિવિટી આપવા માટે ઝડપથી કામ કરી રહી છે.
Ayodhyaમાં 3 જાન્યુઆરીએ Helicopter સેવાઓ ચલાવવામાં રસ ધરાવતી કંપનીઓ સાથે વિભાગની બેઠક યોજાઈ હતી. ત્યારે હવે, 8 મી જાન્યુઆરીએ ફરી મળનારી બેઠકમાં કંપનીનું નામ નક્કી કરવામાં આવશે. ત્યાર પછી કેટલીક ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી, Ayodhya માં Helicopter સેવાઓનું સંચાલન શરૂ કરવામાં આવશે.
અધિકારીઓને ખાસ સૂચના આપવામાં આવી
પર્યટન મંત્રી જયવીર સિંહે કહ્યું કે Ayodhya માં Helicopter સેવા પૂરી પાડવાની પ્રક્રિયા વહેલી તકે પૂરી કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આગામી સપ્તાહે એ પણ નક્કી કરવામાં આવશે કે Ayodhya થી Helicopter ની સુવિધા ક્યાં સ્થળ પર ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો: