ayodhya : ન્યુઝીલેન્ડના મંત્રીએ PM મોદીના કર્યા વખાણ
ayodhya : અયોધ્યામાં (ayodhya) સોમવારે (22 જાન્યુઆરી)ના રોજ યોજાનાર રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને દેશ અને દુનિયામાં ઉત્સાહ છે. ન્યુઝીલેન્ડના રેગ્યુલેશન મિનિસ્ટર ડેવિડ સીમોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. તેમને મોકલવામાં આવેલા સંદેશમાં મંત્રી સીમોરે કહ્યું કે તેમના નેતૃત્વમાં 500 વર્ષ બાદ અયોધ્યામાં (ayodhya) શ્રી રામ મંદિરનું નિર્માણ શક્ય બન્યું છે.
મોદીના નેતૃત્વના કારણે જ શક્ય બન્યું
ન્યુઝીલેન્ડના મંત્રી ડેવિડ સીમોરે 'જય શ્રી રામ'ના નારા લગાવીને વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે આ ભવ્ય મંદિર અયોધ્યામાં 500 વર્ષ પછી જ બનાવવામાં આવ્યું છે, જે આગામી 1000 વર્ષ સુધી ચાલશે. આ માટે PM તેમજ તમામ ભારતીયોને શુભકામનાઓ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હિંમત અને બુદ્ધિમત્તાની પણ પ્રશંસા કરી હતી અને આશા વ્યક્ત કરી હતી કે તેમનો આત્મવિશ્વાસ અને શક્તિ વધુ વધશે
#WATCH | On Pran Pratishtha ceremony, New Zealand Minister for Regulation, David Seymour says "Jai Shree Ram...I want to congratulate everyone in India including PM Modi for his leadership that has made this construction (Ram Temple) possible after 500 years, ready to last… pic.twitter.com/hRPE3cANzn
— ANI (@ANI) January 21, 2024
અયોધ્યા રામ મંદિરમાં અભિષેક સમારોહ પર ખુશી વ્યક્ત કરતા મંત્રી સીમોરે એમ પણ કહ્યું કે તેઓ રામ મંદિરના દર્શન કરીને ખૂબ જ ખુશ થશે. PM મોદીના કાર્યક્ષમ નેતૃત્વની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે તેઓ ભારતની એક અબજથી વધુ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે અને વિશ્વને તમામ પડકારોનો સામનો કરવામાં તેમની મદદ કરે છે.
#WATCH | On Pran Pratishtha ceremony, New Zealand Minister for Ethnic Communities, Melissa Lee says "I wish the Indian diaspora around the world for the celebration of the inauguration of Ram Mandir in Ayodhya. Congratulations to PM Modi and the people of Bharat on the… pic.twitter.com/zAGR9vSHuH
— ANI (@ANI) January 21, 2024
PM મોદી ખૂબ જ સારું કામ કરી રહ્યા છે
એથનિક કોમ્યુનિટી મિનિસ્ટર મેલિસા લીએ કહ્યું કે રામ મંદિર વડાપ્રધાન મોદીના નેતૃત્વ અને કાર્યનું પરિણામ છે. તેમણે કહ્યું કે હું રામ મંદિરના ઉદ્ઘાટન માટે વિશ્વભરના ભારતીયોને શુભેચ્છા પાઠવું છું. PM મોદીનું સમગ્ર વિશ્વમાં સન્માન કરવામાં આવે છે. તેઓ ભારતના લોકો માટે ખૂબ જ સારું કામ કરી રહ્યા છે.
આ પણ વાંચો - Lata Mangeshkar : ‘રામ આયેંગે લતા મંગેશકરની અવાજમાં AI નો Video Viral
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ