ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજકોટમાં પૂર્વ પ્રેમીના ત્રાસથી યુવતીની આત્મહત્યા, જાણો ચિઠ્ઠીમાં શું લખ્યું

રાજકોટમાં પૂર્વ પ્રેમીના ત્રાસથી યુવતીએ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ છે. યુવતીએ આ મામલે લખેલી સ્યુસાઇડ નોટ મળી આવતાં પોલીસ દ્વારા મામલાની તપાસ શરુ કરાઇ છે. રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરના નાણાવટી ચોક પાસે આવેલી હરસિધ્ધિ સોસાયટીમાં રહેતી દિપાલી રાજુભાઈ પરમાર નામની યુવતીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ લીધાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલાની જાà
01:16 PM May 14, 2022 IST | Vipul Pandya
રાજકોટમાં પૂર્વ પ્રેમીના ત્રાસથી યુવતીએ આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ છે. યુવતીએ આ મામલે લખેલી સ્યુસાઇડ નોટ મળી આવતાં પોલીસ દ્વારા મામલાની તપાસ શરુ કરાઇ છે. 
રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ શહેરના નાણાવટી ચોક પાસે આવેલી હરસિધ્ધિ સોસાયટીમાં રહેતી દિપાલી રાજુભાઈ પરમાર નામની યુવતીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ લીધાનો બનાવ સામે આવ્યો છે. સમગ્ર મામલાની જાણ યુનિવર્સિટી પોલીસને થતા યુનિવર્સિટી પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લાશને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડી હતી. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસને દિપાલીએ લખેલી સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. 

યુનિવર્સિટી પોલીસે કબજે કરેલ સ્યુસાઇડ નોટમાં દિપાલીએ જણાવ્યું છે કે, હું સ્યુસાઇડ કરું છું, મને સ્યુસાઇડ કરવા માટે મજબૂર સુનિલ કુકડીયાએ કરી છે. એને મને ગારું આપી છે મારા મમ્મી પપ્પા ને પણ આપી છે અને મને મારી પણ છે. સોરી પાપા - દિપાલી

સમગ્ર મામલે મૃતક દિપાલીના પિતા રાજુભાઇ પરમારની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસ દ્વારા તેમના જ વિસ્તારમાં રહેતા સુનીલ રસિકભાઈ કુકડીયા સામે આઈપીસીની કલમ 306 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. યોગાનું યોગ હરસિધ્ધિ સોસાયટીમાં રહેતી દિપાલી પરમારે જે દિવસે આપઘાત કર્યો છે. તેના આગલા જ દિવસે સુનિલની જાન પાટણવાવ ખાતે ગઈ હતી. દિપાલીએ આત્મહત્યા કરી લીધાની જાણ થતા વિવાહિત જોડું ઘરેથી ભાગી ગયાના સમાચાર સૂત્રો પાસેથી મળી રહ્યા છે. 
 આરોપી સુનિલ કુકડીયા

ચર્ચાતી વાતો મુજબ એક સમયે સુનીલ અને દિપાલી વચ્ચે પ્રેમસંબંધ હતો. બંને એકબીજા સાથે લગ્ન પણ કરવાના હતા. પરંતુ કોઇ કારણોસર સુનિલની સગાઈ પાટણવાવ ખાતે અન્ય યુવતી સાથે થઈ હતી. ત્યારબાદ પણ સુનિલ દિપાલીને સંબંધ રાખવા મજબૂર કરતો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. સગાઈ બાદ પણ દિપાલીને માર મારી હોવાનું તેમજ દિપાલી અને તેના માતા-પિતાને ગાળો આપી શારીરિક-માનસિક ત્રાસ આપતો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
Tags :
GujaratFirstloveangelRAJKOTSuside
Next Article