Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સૌરાષ્ટ્રના સાહસિક તરવૈયાઓ ખેડશે 217 કિ.મી.નો દરિયો

પારખ્યા છે ઘણા લોકો, બધા કથીર હોય છે, આંગળીના વેઢે ગણાય એટલા જ વીર હોય છે પંક્તિને ચરિતાર્થ કરી સૌરાષ્ટ્ર અને રાજકોટના યુવા તરવૈયાઓ દ્વારકાથી સોમનાથ સુધીની 217થી વધુ કિલોમીટર દરિયામાં તરીને જવાનું સાહસ બતાવી રહ્યા છે. ઇન્ટરનેશનલ સ્કૂબા ડ્રાયવર બંકિમ જોશી અને તેમનું ગ્રુપ રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશનના ગ્રુપ દ્વારા દેશમાં પ્રથમ વખત યુવા તરવૈયાઓને દ્વારકાના દરિયામાં ત
સૌરાષ્ટ્રના સાહસિક તરવૈયાઓ ખેડશે 217 કિ મી નો દરિયો
Advertisement
પારખ્યા છે ઘણા લોકો, બધા કથીર હોય છે, આંગળીના વેઢે ગણાય એટલા જ વીર હોય છે પંક્તિને ચરિતાર્થ કરી સૌરાષ્ટ્ર અને રાજકોટના યુવા તરવૈયાઓ દ્વારકાથી સોમનાથ સુધીની 217થી વધુ કિલોમીટર દરિયામાં તરીને જવાનું સાહસ બતાવી રહ્યા છે. ઇન્ટરનેશનલ સ્કૂબા ડ્રાયવર બંકિમ જોશી અને તેમનું ગ્રુપ રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશનના ગ્રુપ દ્વારા દેશમાં પ્રથમ વખત યુવા તરવૈયાઓને દ્વારકાના દરિયામાં તરતા તરતા સોમનાથ લઇ જવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ઈન્ટરનેશનલ સ્કૂબા ડાયવર અને રાજકોટ મનપા સ્વિમિંગ પુલના કોચ બંકિમ જોશીએ જણાવ્યું કે, તેમના ગ્રુપને થોડા સમય પહેલા એક વિચાર આવ્યો હતો કે યુવાનોને દરિયામાં તરતા  તરતા દ્વારથી સોમનાથ સુધીની સફર કરાવવી જોઈએ. ત્યારબાદ હવે તેમના વિચારોને અમલમાં મૂકી રહ્યા છે. 20 ફેબ્રુઆરીથી રાજકોટના 10, પોરબંદરથી 1 અને દ્વારકાથી 9 જેટલા યુવા તરવૈયાઓ દ્વારકાથી 217 કિલોમીટર જેટલો સમુદ્ર ખેડીને 5 માર્ચની આસપાસ સોમનાથ પહોંચશે. બાળકો રોજના 20 જેટલા કિલોમીટરનું અંતર કાપી, રાત્રે વિરામ કર્યા બાદ સવારથી ફરી પ્રવાસ શરૂ કરશે.
217 કિલોમીટરથી વધુ લાંબી સમુદ્ર સફરમાં 14થી 24 વર્ષના યુવાનો ભાગ લેવાના હોવાથી બાળકોની સલામતી માટે પણ ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. તરવૈયાઓને કોઈ મુશ્કેલી ન પડે માટે 10 રેસક્યુ બોટ અને 2 અન્ય બોટ પણ તરવૈયાઓની સાથે રહેશે. જરૂરી તમામ સાધન સામગ્રી અને સરકારી મંજૂરી સાથેની આ સાહસપૂર્ણ સફર રહેશે તેવો આશાવાદ કોચે વ્યક્ત કર્યો હતો. યુવા તરવૈયાઓ પણ આ રોમાંચક સફરને લઇ ઘણા દિવસોથી રાજકોટના સ્વિમિંગ પૂલ ખાતે રોજ 4 થી 5 કલાક મહેનત કરી રહ્યા છે.  217 કિલોમીટર લાંબી અને 15 દિવસ ચાલનારી આ સફરને સર કરવા યુવા તરવૈયાઓ ખૂબ ઉત્સાહિત છે. 
Tags :
Advertisement

.

×