Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકોટ પોલીસની પત્રકારો સાથે ગુંડાગીરી, ડીસીપી સામે તપાસના આદેશ

રાજકોટમાં નવા એરપોર્ટ પર પોલીસે પત્રકારો સાથે ગેરવર્તન કર્યું હતું. ડીસીપી ઝોન-1 દ્વારા 'ગુજરાત ફર્સ્ટ'ના કેમેરામેન અને રિપોર્ટર સાથે બેહૂદુ વર્તન કરાયું હતું અને મીડિયા સાથે ઘર્ષણ કર્યું હતું. સમગ્ર મામલા અંગે મુખ્યમંત્રીને જાણ થતાં તેમણે પત્રકારોની માફી માંગી હતી. સમગ્ર મામલાની તપાસ ડીસીપી ક્રાઇમને સોંપાઇ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટ આવવાના હતા તે પૂર્વે રાજકોટ
રાજકોટ પોલીસની પત્રકારો સાથે ગુંડાગીરી  ડીસીપી સામે તપાસના આદેશ
રાજકોટમાં નવા એરપોર્ટ પર પોલીસે પત્રકારો સાથે ગેરવર્તન કર્યું હતું. ડીસીપી ઝોન-1 દ્વારા 'ગુજરાત ફર્સ્ટ'ના કેમેરામેન અને રિપોર્ટર સાથે બેહૂદુ વર્તન કરાયું હતું અને મીડિયા સાથે ઘર્ષણ કર્યું હતું. સમગ્ર મામલા અંગે મુખ્યમંત્રીને જાણ થતાં તેમણે પત્રકારોની માફી માંગી હતી. સમગ્ર મામલાની તપાસ ડીસીપી ક્રાઇમને સોંપાઇ હતી. 
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટ આવવાના હતા તે પૂર્વે રાજકોટના પત્રકારો નવા એરપોર્ટ પર પહોંચ્યા હતા. જો કે મુખ્યમંત્રીના આગમન પૂર્વે પોલીસે મીડિયા કર્મી સાથે ખરાબ વર્તન કર્યું હતું. રાજકોટ પોલીસના ડીસીપી ઝોન-1 પ્રવિણ કુમાર મીણાએ પત્રકારનો કાંઠલો પકડીને રીતસરનો ધક્કો માર્યો હતો એને મીડિયા અહી સુધી કેવી રીતે પહોંચ્યું તેમ કહી મીડિયા સાથે ઘર્ષણ કર્યું હતું. ડીસીપી પ્રવિણ કુમાર મીણાએ દાદાગીરી કરીને મીડિયાને ડિટેઇન કરવાની ધમકી આપી હતી. 
મીડિયા કર્મીઓ હેલીપેડ નજીક ઉભા હતા ત્યારે પોલીસે ગુજરાત ફર્સ્ટના કેમેરામેન અને રિપોર્ટર સાથે ગેરવર્તન કર્યું હતું. પોલીસે મીડિયાકર્મીનું ગળું દબાવી ધક્કો માર્યો હતો અને પાંચથી સાત મીડિયાકર્મીને પોલીસવાનમાં બેસાડી દઇ અટકાયત કરાઇ હતી અને બાદમાં છોડી દેવાયા હતા. સમગ્ર મામલે મીડિયાએ મુખ્યમંત્રીને જાણ કરતાં તેમણે માફી માગી દિલગીરી વ્યક્ત કરી હતી.
આ મામલે મીડિયાકર્મીઓ રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે દોડી ગયા હતા અને ધરણાં પર બેસીને રામધૂન બોલાવી હતી. આ મામલે જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદે ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. 
Advertisement
Tags :
Advertisement

.