Rajkot : ઇન્સ્ટાગ્રામ પર ફેમસ 'તોફાની રાધા' નો આપઘાત, તપાસમાં ચોંકાનાવાર ખુલાસા થવાની વકી
- Rajkot માં ઇન્સ્ટાગ્રામ પર ફેમસ 'તોફાની રાધા' નો આપઘાત
- અગમ્ય કારણોસર યુવતીએ આત્મહત્યા કરી લેતા ફેન્સમાં ભારે શોક
- નાણાકીય લેવડ-દેવડ અથવા પ્રેમ પ્રકરણ કારણ હોવાનાં પ્રાથમિક અનુમાન
રાજકોટમાં (Rajkot) આપઘાતનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક આત્મહત્યાનાં સમાચાર સામે આવ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર 'તોફાની રાધા' (Tofani Radha) તરીકે જાણીતી યુવતીએ આપઘાત કરી લેતા તેનાં ફેન્સ વચ્ચે ભારે ગમગીની છવાઈ છે. યુવતીએ મોડી રાતે આત્મહત્યા કરી હતી. આત્મહત્યા પહેલા પિતાને ફોન કર્યો હતો. યુવતીનાં આત્મહત્યા પાછળનું કારણ હાલ અકબંધ છે. પરંતુ, નાણાકીય લેવડ-દેવડ અથવા પ્રેમ પ્રકરણ કારણ હોવાનાં પ્રાથમિક અનુમાન છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Surat : યુવકના ઘરે જઈ મારામારી કરી, ઘર-દુકાન અને કારને લગાવી આગ!
આપઘાત કરતા પહેલા યુવતીએ પિતાને ફોન કર્યો હતો
રાજકોટમાં (Rajkot) રહેતી અને સોશિયલ મીડિયા એપ ઇન્સ્ટાગ્રામ પર 'તોફાની રાધા' તરીકે જાણીતી 26 વર્ષીય યુવતી રાધિકા હર્ષદભાઈ ધામેચાએ ગત મોડી રાતે અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી છે. રાધિકા રાજકોટમાં રાધા રૈયા રોડ પર તુલસી માર્કેટની સામે પિતાથી અલગ રહેતી હતી. રાધિકાએ આપઘાત કરતા પહેલા પિતાને ફોન કર્યો હતો. રાધિકાએ આપઘાત કેમ કર્યો તે પાછળનું સાચુ કારણ હાલ સામે આવ્યું નથી. પરંતુ, નાણાકીય લેવડ-દેવડ અથવા પ્રેમ પ્રકરણ મુખ્ય કારણ હોવાનાં પ્રાથમિક અનુમાન છે. જો કે, આ અંગે જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
આ પણ વાંચો - Patan : ખાનગી ટ્રાવેલ્સ બસમાં મુંબઈ લઈ જવાતો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
ઇન્સ્ટાગ્રામ એપ પર 42.3K જેટલા ફોલોવર્સ
પોલીસે યુવતીનાં મૃતદેહને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સોશિયલ મીડિયા પર 'તોફાની રાધા' (Tofani Radha) તરીકે જાણીતી યુવતીએ અઘમ્ય કારણોસર જીવન ટુંકાવી લેતા તેનાં ફેન્સમાં ભારે ગમગીની છવાઈ છે. જણાવી દઈએ કે, 'તોફાની રાધા' નાં ઇન્સ્ટાગ્રામ એપ પર 42.3K જેટલા ફોલોવર્સ છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થશે તેવી ચર્ચાઓ વેગવંતી થઈ છે.'
આ પણ વાંચો - Valsad : બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટ આપવાનાં નામે વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 2500 ઉઘરાવ્યાં!