Rajkot : અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવવા આવેલા શ્રદ્ધાળુઓનો બેંકો બહાર હોબાળો
- Rajkot માં અમરનાથ યાત્રાનાં રજિસ્ટ્રેશનને લઈને હોબાળો
- પંજાબ નેશનલ બેંક અને યસ બેંક બહાર લોકોને ભારે હેરાનગતિ
- ગઈકાલે રાતનાં 12 વાગ્યાથી મોટી સંખ્યમાં લોકો લાઈન બેઠાં હતા
- આજે મોડે સુધી બેંકમાં કોઈનું રજિસ્ટ્રેશન ન થતાં લોકોમાં રોષ
- PNB બેંકનાં કર્મચારીઓ પર યાત્રાળુઓએ લગાવ્યા ગંભીર આરોપ
અમરનાથ યાત્રાને (Amarnath Yatra 2025) લઈ રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઇ છે. જો કે, રાજકોટમાં (Rajkot) અમરનાથ યાત્રાનાં રજિસ્ટ્રેશનને લઈ પ્રથમ દિવસે જ ભારે હોબાળો જોવા મળ્યો છે. યસ બેંક અને પંજાબ નેશનલ બેંક (PNB) બહાર કાળઝાળ ગરમીમાં લોકોને હેરાનગતિ થતાં વિરોધ નોંધાવ્યો હતો. ગઈકાલે રાતે 12 વાગ્યાથી બેંક બહાર લોકોની લાંબી લાઇન લાગી હતી. જો કે, આજે મોડે સુધી બેંકમાં રજિસ્ટ્રેશનને લઈ પ્રક્રિયા શરૂ ન થતાં લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. સાથે કર્મચારીઓની કામગીરી પર ગંભીર આક્ષેપ કર્યા હતા.
આ પણ વાંચો - Waqf Bill : સાચી માહિતી લોકો સુધી પહોંચડવા BJP નું 'વકફ જનજાગરણ' અભિયાન
મોડે સુધી બેંક દ્વારા રજિસ્ટ્રેશન ન થતાં લોકોમાં રોષ
પવિત્ર અમરનાથ યાત્રાને લઈ (Amarnath Yatra 2025) રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ છે. જો કે, પ્રક્રિયાનાં પહેલા જ દિવસે રાજકોટમાં (Rajkot) લોકોનો ભારે હોબાળો જોવા મળ્યો છે. માહિતી અનુસાર, અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવા ગત રાતે 12 વાગ્યાથી જ મોટી સંખ્યામાં લોકોએ જિલ્લા પંચાયત ચોક ખાતે આવેલ યસ બેંક અને રામ કૃષ્ણ નગરમાં આવેલ પંજાબ નેશનલ બેંક બહાર લાઇન લગાવી હતી. જો કે, આજે મોડે સુધી બેંકમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ ન થતાં લોકોને કાળઝાળ ગરમીમાં ઊભા રહેવું પડ્યું હતું અને ભારે હાલાકી વેઠવી પડી હતી. બેંકોની કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને બેંકો બહાર વિરોધ નોંધાવ્યો હતો.
આ પણ વાંચો -Surat અમરનાથ યાત્રાના રજિસ્ટ્રેશનને લઈ શ્રદ્ધાળુઓને ભારે હાલાકી, બેંક બહાર નોંધાવ્યો વિરોધ
રજિસ્ટ્રેશનનાં પહેલા જ દિવસે કેટલીક જગ્યાએ હોબાળો
જણાવી દઈએ કે, આ વર્ષે અમરનાથ યાત્રા 3 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી એટલે કે 39 દિવસ સુધી ચાલશે. આ યાત્રા માટે 15 એપ્રિલ એટલે કે આજથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જો કે, પ્રક્રિયાનાં પહેલા જ દિવસે કેટલાક શહેરમાં શ્રદ્ધાળુઓને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતમાં (Surat) પણ J&K બેંક બહાર 500 થી વધુ લોકોએ ગત રાતથી લાંબી લાઇન લગાવી હતી. પરંતુ, બેંક દ્વારા માત્ર 25 શ્રદ્ધાળુઓની જ રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરાતા લોકોમાં રોષ ફાટ્યો હતો. કેટલીક જગ્યાએ સર્વર ડાઉન થયા હોવાની માહિતી પણ સામે આવી છે, જેનાં કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડ્યો છે.
આ પણ વાંચો - Bhavnagar : મહુવા માર્કેટિંગ યાર્ડમાં અચાનક હરાજી બંધ! ખેડૂતોનો ઉગ્ર વિરોધ, જાણો કેમ ?