Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : પ્રદેશ ભાજપનાં પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ વિરોધીઓને આપ્યો જવાબ!

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જેની મોટી સંખ્યા છે તેને સમાજમાં પરત લઈ આવવા પ્રદીપસિંહ વાઘેલાએ સૂચન કર્યું હતું.
rajkot   પ્રદેશ ભાજપનાં પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ વિરોધીઓને આપ્યો જવાબ
Advertisement
  1. પ્રદેશ ભાજપનાં પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની દિલની વાત! (Rajkot)
  2. પ્રદીપસિંહ વાઘેલાએ તોડ્યું મૌન, વિરોધીઓને આપ્યો જવાબ
  3. રાજકોટમાં સમાજના કાર્યક્રમમાં મંચ પરથી પ્રદીપસિંહની નિખાલસ વાત
  4. સમાજને નીચું જોવું પડે તેવું કોઈ કામ કર્યું નથીઃ પ્રદીપસિંહ વાઘેલા

રાજકોટમાં (Rajkot) યોજાયેલ એક સામાજિક કાર્યક્રમમાં પ્રદેશ ભાજપનાં પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ મૌન તોડ્યું હતું અને વિરોધીઓને જવાબ આપ્યો હતો. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જેની મોટી સંખ્યા છે તેને સમાજમાં પરત લઈ આવવા પ્રદીપસિંહ વાઘેલાએ સૂચન કર્યું હતું. તેમણે કહ્યું કે, વોટ બેંક માટે નથી કરતો પણ આપણા ભાઈઓ જેને સમાજમાં પરત આવવું છે તેને લાવવાનું કહું છું. પ્રદીપસિંહ વાઘેલાએ (Pradipsinh Vaghela) નિખાલસતા સાથે ખૂબ જ સૂચક નિવેદન આપ્યું હતું અને કહ્યું કે, આજદિન સુધી સમાજને નીચું જોવું પડે તેવું કોઈ કામ કર્યું નથી. સાથે જ તેમણે ભૂતકાળમાં કે ભવિષ્યમાં કોઈ ખોટું કામ ન કર્યાની ગેરેંટી પણ આપી હતી.

સમાજને નીચું જોવું પડે તેવું કોઈ કામ કર્યું નથીઃ પ્રદીપસિંહ વાઘેલા

રાજકોટમાં (Rajkot) વૈશ્વિક ક્ષત્રિય સમાજ દ્વારા સમાજનાં તેજસ્વી વ્યક્તિઓ અને તારલાઓને સન્માનિત કરવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમાજનાં અગ્રણીઓ, હોદ્દેદારો, યુવાનો અને લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા. દરમિયાન, મંચ પર હાજર પ્રદેશ ભાજપનાં પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ પોતાનાં સંબોધન દરમિયાન મનની વાત કરી હતી. તેમણે મૌન તોડી વિરોધીઓને જવાબ આપ્યો હતો. પ્રદીપસિંહ વાઘેલાએ મોટું નિવેદન આપતા કહ્યું કે, સમાજને નીચું જોવું પડે તેવું કોઈ કામ ક્યારે પણ કર્યું નથી.

Advertisement

Advertisement

આ પણ વાંચો - પ્રજા-સરકારને મૂર્ખ બનાવવા Ahmedabad Police એ ગુનેગારોને કાયદાથી નહીં દંડાથી માર્યા

'આ કામ હજી છોડ્યું નથી આ વેકેશન છે'

પ્રદેશ ભાજપનાં પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ (Pradipsinh Vaghela) ભૂતકાળમાં કે ભવિષ્યમાં કોઈ ખોટું કામ ન કર્યાની ગેરેંટી પણ સમાજનાં મંચ પરથી આપી હતી. તેમણે કહ્યું કે, તમે મારા પર વિશ્વાસ કર્યો છે, મારા પર વિશ્વાસ રાખજો એવી બધાને વિનંતી છે. આ સાથે તેમણે સૂચન સંકેત આપતા એવું પણ કહ્યું હતું કે, આ કામ હજી છોડ્યું નથી આ વેકેશન છે. આગળ પણ કોઈ ન કોઈ કામમાં આપણે સાથે રહીશું. સમાજનાં યુવાનોને પ્રદીપસિંહ વાઘેલાએ કહ્યું કે, જે લોકોને પણ રાજનીતિમાં આવવું છે. મારી સાથે આવવું છે તેમનું સ્વાગત છે.

આ પણ વાંચો - Ahmedabad : અમદાવાદમાં પાલડી ખાતેથી સોનું અને રોકડ ઝડપાવા મામલો, ગુજરાત ATS દ્વારા કરાયા મોટા ખુલાસા

જે લોકોને રાજનીતિમાં આવવું છે તેમનું સ્વાગત છે : પ્રદીપસિંહ

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જેની મોટી સંખ્યા છે તેને સમાજમાં પરત લઈ આવવા પ્રદીપસિંહ વાઘેલાએ સૂચન કર્યું હતું અને કહ્યું હતું કે, વોટ બેંક માટે નથી કરતો પણ આપણા ભાઈઓ જેને સમાજમાં પરત આવવું છે તેને લાવવાનું કહું છું. અત્યારે તેઓ સમાજ સાથે નથી ત્યારે ગૌ હત્યાનાં સાક્ષી બને છે તેનું પાપ બધાને લાગે છે. એટલે તેમને સમાજમાં પરત લાવવા જ જોઈએ. જણાવી દઈએ કે, પ્રદીપસિંહ વાઘેલાએ ઓગસ્ટ-2023 માં પ્રદેશ ભાજપનાં (BJP) મહામંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. ઘણા સમય પછી પ્રદીપસિંહ વાઘેલા સમાજનાં જાહેર મંચ પરથી પોતાની વાત કરી છે, જેને લઈ હવે ચર્ચાનો માહોલ ગરમાયો છે.

આ પણ વાંચો - Gondal : માર્કેટિંગ યાર્ડમાં ઘઉં અને ચણાની રેકોર્ડબ્રેક આવક, જાણો કેટલા બોલાયા ભાવ?