Rajkot : ધોરાજી ન.પા. પ્રમુખ સંગીતા બારોટનું રાજીનામું! દારૂની બોટલ સાથેનો Video થયો હતો વાઇરલ
- સૌરાષ્ટ્રની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર (Rajkot)
- ધોરાજી ન.પા.નાં પ્રમુખ સંગીતા બારોટનું રાજીનામું
- અંગત પારિવારિક કારણોનાં લીધે રાજીનામું આપ્યાનો ઉલ્લેખ
- પ્રમુખ બન્યા બાદ દારૂની બોટલનો વીડિયો વાઇરલ થયો હતો
રાજકોટ જિલ્લાની (Rajkot) ધોરાજી નગરપાલિકાનાં પ્રમુખ સંગીતા બારોટને (Sangeeta Barot) લઈ મોટા સમાચાર આવ્યા છે. સંગીતા બારોટે તેમનાં પદ પરથી રાજીનામું આપ્યું હોવાની માહિતી સામે આવી છે. સંગીતા બારોટે રાજકોટ જિલ્લા કલેકટરને પોતાનું રાજીનામું સોંપ્યું છે. અંગત પારિવારિક કારણોનાં લીધે રાજનામું આપ્યાનું હાલ જાણવા મળ્યું છે. પ્રમુખ બન્યા બાદ સંગીતા બારોટનો દારૂની બોટલ સાથનો વીડિયો વાઇરલ થતાં વિવાદ થયો હતો.
આ પણ વાંચો - Gandhinagar : ગાંધીનગરની GNLU બોયઝ હોસ્ટેલમાં વિધાર્થીનો આપઘાત, પોલીસે તપાસ શરૂ કરી
ધોરાજી ન.પા.નાં પ્રમુખ સંગીતા બારોટનું રાજીનામું
રાજકોટ જિલ્લાનાં (Rajkot) ધોરાજી નગરપાલિકાનાં પ્રમુખ સંગીતા બારોટે તેમનાં પદ પરથી રાજીનામું આપ્યું હોવાનાં સમાચાર સામે આવ્યા છે. સંગીતા બારોટે (Sangeeta Barot) રાજકોટ જિલ્લા કલેક્ટરને પોતાનું રાજીનામું સોંપ્યું હોવાની માહિતી છે. રાજીનામામાં પારિવારિક કારણોનો ઉલ્લેખ કરાયો છે. જણાવી દઈએ કે, પ્રમુખ બન્યા બાદ સંગીતા બારોટનાં દારૂની બોટલ સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં અનેક ચર્ચાઓ થઈ હતી.
આ પણ વાંચો - Anand : લ્યો બોલો... હવે પાનનાં ગલ્લે વિદેશી દારૂનું વેચાણ! વાઇરલ Video એ ખોલી પોલ!
વિવાદમાં આવ્યા બાદ પ્રદેશ સંગઠનનાં આદેશથી આપ્યું રાજીનામું!
એવી પણ માહિતી સામે આવી છે કે, વિવાદમાં સપડાયા બાદ પ્રદેશ સંગઠનનાં આદેશથી સંગીતા બારોટે રાજીનામું આપ્યું છે. જણાવી દઈએ કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ધોરાજી નગરપાલિકાનાં (Dhoraji Municipality) પ્રમુખ બન્યા બાદ સંગીતા બારોટે મીડિયા સાથે વાતચીત દરમિયાન ભાંગરો વાટ્યો હતો અને CM ભૂપેન્દ્રભાઈ પટેલના (CM Bhupendra Patel) બદલે PM મોદીને (PM Modi) મુખ્યમંત્રી કહી દીધા હતા. ત્યાર બાદ સંગીતા બારોટ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થયા હતા. જો કે, તેમનાં રાજીનામા બાદ ધોરાજી નગરપાલિકાના નવા પ્રમુખ કોણ બનશે ? તેને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે.
આ પણ વાંચો - Bhavnagar : એકલા રહેતા યુવકની ઘરમાંથી મળી શંકાસ્પદ હાલતમાં લાશ