Rajkot : 10 થી વધુ ગુનામાં સામેલ ઇસમના ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા
- Rajkot માં "દાદા"નું બુલડોઝર ફરી એકવાર ગેરકાયદેસર દબાણ પર ફરી વળ્યું!
- રાજકોટમાં રેલનગરમાં આવેલ આસ્થા ચોક ખાતે ડિમોલિશન કરવામાં આવ્યું
- સલીમ કાસમ માણેકના ગેરકાયદેસર ઘર, ઓફિસ અને તબેલાનું ડિમોલેશન હાથ ધરાયું
- સલીમ કાસમ માણેક વિરુદ્ધ 10 થી વધારે ગુન્હા નોંધાઇ ચૂક્યા છે
રાજકોટમાં (Rajkot) ગેરકાયદેસરનાં દબાણ પર ફરી એકવાર "દાદા" નું બુલડોઝર ફરી વળ્યું છે. રાજકોટ તંત્ર દ્વારા રેલનગરમાં આવેલ આસ્થા ચોક ખાતે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતો અને 10 થી વધુ ગુનામાં સામેલ એવા સલીમ કાસમ માણેકના (Salim Kasam Manek) ગેરકાયદેસર ઘર, ઓફિસ અને તબેલાનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે.
આ પણ વાંચો - Surat : અહો આશ્ચર્યમ્..! પાણી પીધા બાદ એક સાથે 50 થી વધુ રત્નકલાકારોની તબિયત લથડી
આસ્થા ચોક ખાતે ગેરકાયદેસરનાં બાંધકામ સામે ડિમોલેશનની કામગીરી
રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ ઇસમો પર લગામ લગાવવા માટે સરકારે આવા ઇસમો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસરનાં દબાણ અને બાંધકામ ( Illegal Construction) દૂર કરવાની ઝુંબેશ શરૂ કરી છે. જે હેઠળ રાજકોટમાં (Rajkot) પણ ગેરકાયદેસરનાં બાંધકામ અને દબાણ સામે તંત્રે લાલ આંખ કરી છે. માહિતી અનુસાર, રાજકોટ તંત્ર દ્વારા રેલનગરમાં આવેલ આસ્થા ચોક ખાતે ગેરકાયદેસરનાં બાંધકામ સામે ડિમોલેશનની કામગીરી હાથ ધરી છે. ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સલીમ કાસમ માણેક દ્વારા કરાયેલા ગેરકાયદેસર બાંધકામને દૂર કરાયા છે.
આ પણ વાંચો - પિતા કોંગ્રેસી, 1 પુત્ર SPમાં અને 2જો પુત્ર BJPમાં તો પિતા શહેર પ્રમુખ બની શકે ? Alok Mishraનો ધારદાર સવાલ
સલીમ કાસમ માણેક વિરુદ્ધ 10 થી વધારે ગુન્હા નોંધાયા છે
માહિતી અનુસાર, સ્થાનિક પોલીસ, મનપાનાં અધિકારીઓ, PGVCL સહિતનાં અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કામગીરી હાથ ધરી હતી. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની (Demolition) કામગીરી કરાઈ છે. માહિતી મુજબ, સલીમ કાસમ માણેક (Salim Kasam Manek) વિરુદ્ધ 10 થી વધારે ગુન્હા નોંધાઈ ચૂક્યા છે. સલીમ કાસમ માણેકના ગેરકાયદેસરનાં ઘર, ઓફિસ અને તબેલાનું ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે.
આ પણ વાંચો - રાજ્ય સરકારે MLAની ગ્રાન્ટમાં કર્યો વધારો, બાયડના ધવલસિંહે નિર્ણય આવકાર્યો