Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot : પાયલ મેટરનિટી હોસ્પિટલનાં CCTV વાઇરલ થવા મામલે મોટો ખુલાસો, 3 આરોપીની અટકાયત

આ કેસમાં અત્યાર સુધી 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
rajkot   પાયલ મેટરનિટી હોસ્પિટલનાં cctv વાઇરલ થવા મામલે મોટો ખુલાસો  3 આરોપીની અટકાયત
Advertisement
  1. Rajkot ની પાયલ હોસ્પિટલનાં CCTV વાઇરલ થવા મુદ્દે મોટો ખુલાસો!
  2. સાઇબર ક્રાઈમ અને ક્રાઈમ બ્રાન્ચનાં સંયુક્ત ઓપરેશનમાં મોટો ધડાકો
  3. સમગ્ર ઘટના મુદ્દે 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી
  4. હોસ્પિટલમાંથી છેલ્લા 3 માસનાં CCTV ની તપાસ કરાઈ

રાજકોટની (Rajkot) પાયલ હોસ્પિટલનાં સગર્ભા (Payal Maternity Hospital Scam) મહિલા દર્દીની તપાસનાં અંગત CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થવા મામલે તપાસ માટે સાઇબર ક્રાઈમ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ઘરવામાં આવ્યું છે. આ કેસમાં અત્યાર સુધી 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. આરોપીઓમાં મહારાષ્ટ્રનાં સાંગલીનાં રાજેન્દ્ર પાટીલની ધરપકડ કરવામાં આવી છે. આરોપી રાજેન્દ્ર રોમાનિયા અને એેટલાન્ટાનાં હેકર્સ સાથે સંપર્ક ધરાવતો હોવાનું ખુલ્યું છે. તપાસ અનુસાર, હોસ્પિટલમાંથી છેલ્લા 3 માસનાં CCTV ની તપાસ કરાઈ હતી. પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી આ માહિતી આપવામાં આવી છે.

આ પણ વાંચો - Junagadh : મહાશિવરાત્રીનાં મેળાને લઈ તૈયારી તેજ, જાણો આ વખતે શું હશે ખાસ ?

Advertisement

Advertisement

આરોપીઓ એક વીડિયોનાં રૂ. 2 હજાર વસૂલ કરતા હતા.

સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલે (Sharad Singhal) પ્રેસ કોન્ફરન્સ યોજીને મીડિયાને માહિતી આપી હતી કે, ટેલિગ્રામ પર પ્રથમ દિવસે મહિલા દર્દીની પ્રાઇવસીનો ભંગ કરતો એક વીડિયો વાઇરલ થયો હતો. તપાસમાં ખ્યાલ આવ્યું કે રાજકોટ પાયલ નર્સિંગ હોમનો આ વીડિયો છે. ત્યાર બાદ હોસ્પિટલનાં 3 મહિનાનાં CCTV ની તપાસ કરાઈ. ટેક્નિકલ એનાલિસિસ બાદ સાઇબર ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક રવાના કરીને પ્રયાગરાજ, મહારાષ્ટ્ર (Maharashtra) મોકલાઈ હતી, જ્યાં 3 લોકોની અટકાયત કરવામાં આવી હતી. મહારાષ્ટ્રથી ઝડપાયેલ આરોપીઓ રોમાનિયા અને એટલાન્ટાનાં હેકર્સ સાથે સંપર્કમાં હતા. આરોપીઓ એક વીડિયોનાં રૂ. 2 હજાર વસૂલ કરતા હતા.

આ પણ વાંચો - PM Modi in Surat : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી આવશે સુરતની મુલાકાતે! વાંચો વિગત

મુખ્ય આરોપી સહિત બે માત્ર ધો. 12 ભણેલા, અન્ય એકનો PTC સુધીનો અભ્યાસ

સંયુક્ત પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું કે, પ્રજવ્લ તૈલી સમગ્ર CCTV કાંડનો મુખ્ય આરોપી છે. આરોપી પ્રજવ્લ અને રાજેન્દ્રે માત્ર ધો-12 સુધીનો જ અભ્યાસ કર્યો છે. રાજેન્દ્ર પાટીલ સાંગલીનો છે. જ્યારે અન્ય આરોપી ચંદ્રપ્રકાશે PTC સુધીનો અભ્યાસ કર્યો છે. હાલ, તેમની પૂછપરછ ચાલી છે. સંયુક્ત પો. કમિશનરે જણાવ્યું કે, દેશની અલગ-અલગ હોસ્પિટલનાં CCTV હેક થયાની સંભાવના છે. આવતીકાલે આરોપીને અમદાવાદ (Ahmedabad) લાવી વધુ પૂછપરછ હાથ ધરાશે. આ સાથે તેમણે જણાવ્યું કે, આ પ્રકારની ઘટનાઓ ફરી ન બને તે માટે લોકોમાં જાગૃત્તિ લાવવા હોસ્પિટલ અને ખાનગી ઈન્સ્ટિટ્યૂટમાં સેમિનાર કરવામાં આવશે.

આ પણ વાંચો - Junagadh : માંગરોળ નપામાં BJP નાં શિરે સત્તાનો તાજ, BSP એ આપ્યો ટેકો

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Ahmedabad Rathyatra : 148મી રથયાત્રાને લઈ પોલીસની વિશેષ તૈયારીઓ, ભીડની સમસ્યાને લઈ AI ટેકનોલોજીનો ઉપયોગ કરાશે

featured-img
ક્રાઈમ

Botad : ઈંગોરાળા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી યુવકના મોતનું કારણ બની!

featured-img
Top News

Ahmedabad : સિવિલના ડોક્ટરોની માનવતા મરી પરવારી, હોસ્પિટલના તબીબ પર લાગ્યા ગંભીર આક્ષેપ

featured-img
રાષ્ટ્રીય

PM મોદીની સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત

featured-img
ગુજરાત

Gondal Election : ગ્રામ પંચાયત ચૂંટણીનો ધમધમાટ, 40 ગામમાં સરપંચ-સભ્યો માટે ઉમેદવારી નોંધાઈ

featured-img
Top News

Rajkot: રાજકોટમાં કોરોનાને કારણે પ્રથમ મોત નિપજ્યું, ગઇકાલે સિવિલ હોસ્પિટલમાં કરાયા હતા દાખલ

Trending News

.

×