Rajkot Accident : સામસામે આવતી બે કાર ધડાકાભેર અથડાઈ, 3 જીવતા ભડથું થયા, 3 ગંભીર
- રંગીલા રાજકોટમાંથી વધુ એક રફ્તારનો કહેર આવ્યો સામે (Rajkot Accident)
- રફ્તારનાં રાક્ષસોએ ફરી એકવાર રોડ કર્યો રક્તરંજિત
- રાજકોટ-સરધાર ભાડલા રોડ પર અકસ્માતમાં 3 લોકોનાં મોત
- 2 કાર વચ્ચે જોરદાર ટક્કર બાદ બંને કારમાં ભયાનક આગ લાગી
- આગમાં 3 લોકો જીવતા ભડથું થયા, 3 ગંભીર રીતે ઈજાગ્રસ્ત
Rajkot Accident : રાજકોટમાં વધુ એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે. રફ્તારનાં રાક્ષસોએ ફરી એકવાર રોડને રક્તરંજિત કર્યો છે. રાજકોટ-સરધાર ભાડલા રોડ (Rajkot-Sardhar Bhadla Road) પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. 2 કાર વચ્ચે જોરદાર ટક્કર બાદ બંને કારમાં ભયાનક આગ લાગી હતી, જેમાં 3 લોકો જીવતા ભડથું થયા હતા. જ્યારે 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઘટનાની જાણ થતાં ફાયર અને પોલીસ વિભાગની ટીમ સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો - VS Hospital : AMC ની સ્પષ્ટતા, NHL મેડિકલ કોલેજનાં ડીન અને પ્રોફેસરની પ્રતિક્રિયા
રાજકોટ-સરધાર ભાડલા રોડ પર બે કાર સામસામે ધડાકાભેર અથડાઈ
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ-સરધાર ભાડલા સિંગલ પટ્ટી રોડ (Rajkot-Sardhar Bhadla Road) પર આજે દિવસે ભયંકર અકસ્માત સર્જાયો હતો. મુસાફરોથી ભરેલી અલ્ટો કાર અને સામેથી આવતી હોન્ડા સિટી કાર એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. એકબીજા સાથે અથડાતા બંને કારમાં આગ ફાટી નીકળી હતી, જેમાં 3 લોકો જીવતા ભડથું થયા હતા જ્યારે 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં (Rajkot Civil Hospital) ખસેડાયા છે. ઘટનાને પગલે ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસની ટીમ સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો - Bhavnagar: 2.5 વર્ષ પહેલા 16 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારાઈ
3 લોકો જીવતા ભડથું થયા, અન્ય 3 ની હાલત ગંભીર!
ફાયર વિભાગનાં (Fire Department) જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જ્યારે, પોલીસની તપાસ અનુસાર, અલ્ટો કારમાં CNG કીટ હોવાથી અકસ્માત સમયે તેમાં બ્લાસ્ટ થયો હોવાના પ્રાથમિક અનુમાન છે. અલ્ટો કારમાં 8 જેટલા લોકો સવાર હતા. જ્યારે બીજી તરફ હોન્ડા સિટી કારનાં ચાલકની હાલ કોઈ માહિતી સામે આવી નથી. પોલીસ (Rajkot Police) દ્વારા મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ પણ વાંચો - Illegal Mining in Sabarmati : Gujarat First નાં અહેવાલનાં પડઘા પાટનગર સુધી પડ્યા, દોડતા થયાં અધિકારીઓ!