Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના આટલા લોકો મેળવે છે નિરામય કાર્ડની સવલત

બદલાતી જતી જીવનશૈલી, ખાન-પાનની આદતોથે લીધે રાજયના નાગરિકો સ્ટ્રેસ અને હાઇપર ટેન્શનથી માંડીને હૃદયરોગ, ડાયાબિટીસ, કિડનીની બિમારી જેવા ગંભીર રોગોનો ભોગ બનતા હોય છે. પરંતુ તેનો ખ્યાલ લાંબા સમય સુધી આવતો નથી તેથી ઘણીવાર આવા રોગ જીવલેણ બની જાય છે. ‘નિરામય ગુજરાત’ અભિયાનરાજ્યમાં ચેપી રોગ કરતાં બીન ચેપી રોગ, જેવા કે, બ્લડ પ્રેશર, લોહીનું ઉંચુ દબાણ, હાર્ટ એટેક, લકવો, કેન્સર, કિડની, પાંડુર
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના આટલા લોકો મેળવે છે નિરામય કાર્ડની સવલત
બદલાતી જતી જીવનશૈલી, ખાન-પાનની આદતોથે લીધે રાજયના નાગરિકો સ્ટ્રેસ અને હાઇપર ટેન્શનથી માંડીને હૃદયરોગ, ડાયાબિટીસ, કિડનીની બિમારી જેવા ગંભીર રોગોનો ભોગ બનતા હોય છે. પરંતુ તેનો ખ્યાલ લાંબા સમય સુધી આવતો નથી તેથી ઘણીવાર આવા રોગ જીવલેણ બની જાય છે. 
‘નિરામય ગુજરાત’ અભિયાન
રાજ્યમાં ચેપી રોગ કરતાં બીન ચેપી રોગ, જેવા કે, બ્લડ પ્રેશર, લોહીનું ઉંચુ દબાણ, હાર્ટ એટેક, લકવો, કેન્સર, કિડની, પાંડુરોગ, ડાયાબિટિસ જેવા રોગોથી થતા મૃત્યુના વધુ પડતા પ્રમાણને અટકાવવા ‘‘પહેલું સુખ તે જાતે નર્યા’’ના ધ્યેય સાથે રાજ્ય સરકારે આવા રોગ થાય જ નહીં, અને જો થાય તો તેમને  ઉગતા જ ડામી દેવાના આશયથી પ્રાથમિક તબક્કે જ દર્દીઓના શારીરિક તપાસ-નિદાનથી લઇને રોગ સંપૂર્ણ મટી જાય ત્યાં સુધીની સઘન સારવાર વિનામૂલ્યે આપવા રાજયસરકારે ‘નિરામય ગુજરાત’ અભિયાન આદર્યું છે. 
29 હજારથી વધારે લોકો મેળવે છે સારવાર
આ અભિયાન અંતર્ગત નિરામય કાર્ડનો લાભ મેળવી રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના 29,381 લોકો વિના મૂલ્યે સારવાર મેળવી રહ્યા છે. જેમાં 13,458 દર્દીઓ હાયપરટેન્શન, 8670 દર્દીઓ ડાયાબિટીસ, 7145 દર્દીઓ  ડાયાબિટીસ અને હાઇપર ટેન્શન બંને, 65 દર્દીઓ મોઢાના કેન્સર, 16 દર્દીઓ બ્રેસ્ટ કેન્સર, 12 દર્દીઓ સર્વાઇકલ કેન્સર અને 15 દર્દીઓ અન્ય કેન્સરને લગત સારવાર મેળવી રહ્યા છે.
12થી 15 હજારનો ખર્ચ બચશે
ઉલ્લેખનીય છે કે જન આરોગ્યની સુરક્ષા-પ્રિવેન્ટિવ કેરના હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યના PHC, CHC, અને સરકારી હોસ્પિટલો ખાતે આરોગ્યની તપાસથી કરી, રોગનું નિદાન થતાં નિદાનથી લઈને રોગ મટી જાય ત્યાં સુધીની વિનામૂલ્યે સારવાર રાજયસરકાર દ્વારા આપવામાં આવી રહી છે. આ પ્રકારના લોકોના આરોગ્ય સુખાકારી માટે બીન ચેપી રોગો માટે સ્ક્રીનિંગથી સારવાર સુધીની સુવિધાથી સામાન્ય પરિવારનો અંદાજે 12 થી 15 હજારનો ખર્ચ બચશે. 
આ અભિયાનમાં ઉકત રોગો સહિતના અન્ય બિનચેપી રોગમાં ફોલોઅપ, ટ્રીટમેન્ટ અને પૂર્ણત: સાજા થવા સુધીની દવા-સારવાર દ્વારા વ્યક્તિને સ્વસ્થતા પ્રાપ્ત કરાવવા સરકાર સતત પડખે ઊભી રહી છે. જેના પગલે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના સી.એચ.સી., પી.એચ.સી. અને આરોગ્ય કેન્દ્રોમાં દર શુક્રવારે નિરામય દિવસ ઉજવીને આરોગ્ય કર્મીઓ બિનચેપી રોગોનું ફોલોઅપ અને ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.
ઘરે-ઘરે સર્વે
આ અભિયાન અંતર્ગત આરોગ્ય સેવા કર્મીઓ લોકોના ઘરે ઘરે જઇને 30 વર્ષ કે તેથી વધુની વયના લોકોનો સર્વે કરી બિમારીની વિગતો એકત્ર કરી અને નિ:શુલ્ક સારવાર સુધીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી રહ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.