Mega Demolition : લુખ્ખા તત્વો સામે પોલીસની કામગીરી અંગે ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ ઊઠાવ્યા સવાલ
- ગુંડાઓ સામેની કાર્યવાહી મુદ્દે કોંગ્રેસે ઉઠાવ્યા સવાલો (Mega Demolition)
- કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂનું કાર્યવાહી મુદ્દે નિવેદન
- "ભાજપના કહ્યામાં નથી, તે ગુંડા સામે જ કાર્યવાહી થઈ"
- "હપ્તા નથી આપતા વોટ નથી લાવતા તેની સામે કાર્યવાહી"
હાઈકોર્ટનાં (Gujarat High Court) આદેશ બાદ રાજ્યભરમાં પોલીસ અને કોર્પોરેશન દ્વારા અસામાજિક અને લુખ્ખા તત્વો સામે કડક કાર્યવાહીનાં ભાગરૂપે તેમના ગેરકાયદેસરનાં બાંધકામ સામે મેગા ડિમોલિશનની (Mega Demolition) કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ મામલે કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂની (Indranil Rajguru) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે આ કાર્યવાહી સામે સવાલ ઊઠાવ્યા છે અને આરોપ સાથે કહ્યું કે, ભાજપનાં કહ્યામાં નથી, તે ગુંડા સામે જ કાર્યવાહી થઈ રહી છે.
આ પણ વાંચો - Kheda : અમુલ ડેરીનાં ડિરેક્ટર રાજેશ પાઠક પર ભ્રષ્ટાચારનાં આરોપોથી ખળભળાટ!
કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂના ગંભીર આક્ષેપ
કોંગ્રેસ નેતા (Congress) ઇન્દ્રનીલ રાજ્યગુરૂ એ ગંભીર આક્ષેપ સાથે કહ્યું કે, હપ્તા નથી આપતા અને વોટ નથી લાવતા તેની સામે જ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમણે સવાલ કરતા કહ્યું કે, રાજ્યમાં આટલા બધા ગુંડાઓ છે તો અત્યાર સુધી કેમ એક્શન લેવામાં ન આવ્યું ? ભાજપ ખુદ એક દેખાડાનો દરબાર છે લોકોને છેતરવાનું મશીન છે. ભાજપે (BJP) ભાજપમાં રહેલા ગુંડાઓનું લિસ્ટ બનાવવું જોઈએ.
આ પણ વાંચો - ANAND : બોરીયાવી નગર પાલિકાના કારોબારી ચેરમેનની પત્નીએ કેનાલમાં ઝંપલાવ્યું
"ભાજપમાં રહેલા ગુંડાઓનું લિસ્ટ આપવા હું તૈયાર છું"
કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ એ (Indranil Rajguru) વધુમાં કહ્યું કે, ભાજપમાં (BJP) રહેલા ગુંડાઓનું લિસ્ટ આપવા હું તૈયાર છું. તમે તેમાં તપાસ કરીને આવા ગુંડાઓ સામે કાર્યવાહી કરો. સાચી કામગીરી ત્યારે જ કહેવાય જ્યારે પોલીસ સ્ટેશનમાં સાચા હોય તેને સાચું અને ખોટા હોય તેને ખોટું કહેવામાં આવે છે. પોલીસ સ્ટેશનમાં (Gujarat Politics) ભ્રષ્ટાચાર બંધ થશે ત્યારે સાચી કામગીરી ગણાશે. તેમણે એમ પણ કહ્યું કે, પોલીસને છુટ્ટો હાથ દેવો જોઇએ, જેથી યોગ્ય કાર્યવાહી થઈ શકે.
આ પણ વાંચો - રાજ્યભરમાં 'Mega Demolition' ની કાર્યવાહીથી 'અસામાજિક તત્વો' માં ફફડાટ!