Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોરબીમાં યુવાનને અડધી ચા રૂપિયા 40 હજારમાં પડી, જાણો શું થયું તેની સાથે

મોરબીમાં સેનેટરીવર્સ કારખાનામાં કામ કરતા યુવાનને અડધી ચા રૂપિયા 40 હજારમાં પડી હતી. આ યુવાન બાઇકમાં ચાવી રાખી ચા પીવા જતા અજાણ્યો તસ્કર બાઈક લઈને રફૂ ચક્કર થઈ ગયો હતો. જાણીને નવાઈ લાગશે પરંતુ આ ઘટના બાદ તે યુવાન માથું પકડીને બેઠો છે અને વિચારી રહ્યો છે કે તેણે બાઇકની ચાવી કેમ ખુલ્લી રાખી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.29ના રોજ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના જીà
મોરબીમાં યુવાનને અડધી ચા રૂપિયા 40 હજારમાં પડી  જાણો શું થયું તેની સાથે
મોરબીમાં સેનેટરીવર્સ કારખાનામાં કામ કરતા યુવાનને અડધી ચા રૂપિયા 40 હજારમાં પડી હતી. આ યુવાન બાઇકમાં ચાવી રાખી ચા પીવા જતા અજાણ્યો તસ્કર બાઈક લઈને રફૂ ચક્કર થઈ ગયો હતો. જાણીને નવાઈ લાગશે પરંતુ આ ઘટના બાદ તે યુવાન માથું પકડીને બેઠો છે અને વિચારી રહ્યો છે કે તેણે બાઇકની ચાવી કેમ ખુલ્લી રાખી હતી. 
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.29ના રોજ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના જીજવાડા ગામના વતની અને હાલ મોરબીના જેતપર રોડ ઉપર પાવડીયારી કેનાલ પાસે ઇન્ડિકા સેનેટરીવર્સ કારખાનાના લેબર ક્વાટર્સમાં રહી કામ કરતા દેવાભાઈ જેઠાભાઈ ચાવડા કિસ્મત ગેરેજ પાસે ચા પીવા ગયા હતા. ત્યારે બાઇકમાં જ ચાવી રાખી ચાની ચૂસકી મારતા હતા. ત્યારે કોઈ અજાણ્યો શખ્સ મોટર સાયકલની ચોરી કરી નાસી ગયો હતો.
વાહન ચોરીના આ બનાવ અંગે ફરિયાદી દેવાભાઈ જેઠાભાઈ ચાવડાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં તેમની માલિકીનું GJ-13-AQ-5482 નંબરનું રૂપિયા 40 હજારની કિંમતનું બાઈક ચોરાઈ જવા અંગે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે બાઈક ચોરી અંગે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
Advertisement
Tags :
Advertisement

.