Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોરબીમાં કેબલ બ્રિજ દુર્ઘટનાને લઈને પગલા લેવાનું થયું શરૂ

મોરબી મચ્છુ બે નદી ઉપર રાજાશાહી વખતથી જ બનેલો કેબલ બ્રિજમાં ગત તારીખ 30 ના રોજ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા છે. જેમાં મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરની ગંભીર બેદરકારી હોવાનું પુરાવા થતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ પોલીસ દ્વારા પણ ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાની પૂછપરછ પણ કરવામાં આવી હતી. જો તેની બેદરકારી જણાશે તો પોલીસ ગમે ત્યારે સંદીપસિંહ ઝાલાની ધરપકડ પણ કરી શકે છે. મોરબી નગરàª
મોરબીમાં કેબલ બ્રિજ દુર્ઘટનાને લઈને પગલા લેવાનું થયું શરૂ
મોરબી મચ્છુ બે નદી ઉપર રાજાશાહી વખતથી જ બનેલો કેબલ બ્રિજમાં ગત તારીખ 30 ના રોજ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા છે. જેમાં મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરની ગંભીર બેદરકારી હોવાનું પુરાવા થતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ પોલીસ દ્વારા પણ ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાની પૂછપરછ પણ કરવામાં આવી હતી. 
જો તેની બેદરકારી જણાશે તો પોલીસ ગમે ત્યારે સંદીપસિંહ ઝાલાની ધરપકડ પણ કરી શકે છે. મોરબી નગરપાલિકા દ્વારા ઓરેવા કંપની સાથે જે કરાર કરવામાં આવ્યા છે, તેમાં પહેલેથી જ કૌભાંડ હોવાનું સામે આવ્યું છે. માત્ર ₹300 ના સ્ટેમ્પ ઉપર આ આખે આખો કરાર કરવામાં આવ્યો હતો? જો સરકારી એક લાખથી વધુની કિંમત ધરાવતા હોય તો તેની મંજૂરી પણ સરકારમાંથી લેવાની હોય છે. મોરબી નગરપાલિકા દ્વારા એક પણ પ્રકારની મંજૂરી સરકારમાંથી લેવામાં નથી. આવો આખે આખો કોન્ટ્રાક્ટ છે તે બારોબાર આપી દેવામાં આવ્યો હતો. 
Advertisement

એટલે કહી શકાય કે, મોરબી નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. મોરબી નગરપાલિકાના અધિકારી સંદીપસિંહ ઝાલાની પૂછપરછ બાદ પોલીસ પદાધિકારીઓની પણ પૂછપરછ કરી શકે છે. હાલ તો સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ બાદ મોરબી નગરપાલિકામાં સોપો પડી ગયો છે, કારણ કે જે રીતના દુર્ઘટના બની છે તેમાં 135 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
Tags :
Advertisement

.